જો ડાકોર દર્શન કરવા માટે જવાનું વિચારી રહ્યા હો તો આ સમાચાર વાંચજો નહી તો પસ્તાશો

Updated By: Oct 27, 2020, 10:39 PM IST
જો ડાકોર દર્શન કરવા માટે જવાનું વિચારી રહ્યા હો તો આ સમાચાર વાંચજો નહી તો પસ્તાશો
ફાઇલ તસ્વીર

* ડાકોર રણછોડરાયના પૂનમ ભરતા ભક્તો માટે ખુશીના સમાચાર
* ડાકોર રણછોડરાય મંદિર મેનેજમેન્ટ દ્વારા લેવાયો નિર્ણય
* શરદ પૂર્ણિમા માટે ભક્તો એ કરવું પડાએ ઓનલાઈન રજીસ્ટ્રેસન જે બાદ જ થશે દર્શન
* કોરોના કાળના 6 માસ બાદ ડાકોરના ઠાકોર ભક્તોને પૂનમના દર્શન આપશે

યોગીન દરજી/ખેડા : ડાકોર રણછોડરાયજીનું મંદિર જગ વિખ્યાત છે. ત્યાં મોટા પ્રમાણમાં દેશ વિદેશથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. તેવામાં કોરોનાને કારણે ખુબ જ ભીડ પોલીસ માટે માથાનો દુખાવો બની છે. તેવામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ થાય અને દર્શન પણ થાય તેવા પ્રયાસો મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. જો કે ગત્ત દિવસોમાં જોવા મળ્યું છે તેમ કોઇ પણ પ્રકારની વ્યવસ્થા જળવાથી નથી અને ભક્તો મોટા પ્રમાણમાં ધક્કામુક્કી કરીને દર્શન કરવા માટે પહોંચે છે. જેને મંદિરમાં પ્રવેશ્યા પછી કાબુ કરવા મુશ્કેલ હોય છે. 

મારામારીના કેસમાં ઝડપાયેલા કિશોરનું સંરક્ષણ ગૃહમાં નિપજ્યું મોત, પોલીસ પર પરિવારના આક્ષેપો

તંત્રની ચિંતા અને લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા નવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્શન કરવા ઇચ્છતા દરેક ભક્તએ મંદિરની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત રહેશે. આ દર્શન માટે ચોક્કસ સમયગાળો ફાળવવામાં આવશે. તે નિર્ધારિત સમયગાળા દરમિયાન જ ભક્તએ દર્શન કરીને બહાર નિકળી જવું પડશે. આ ઉપરાંત રજીસ્ટ્રેશન નહી હોય તેવા ભક્તોને દર્શન માટે અંદર પ્રવેશવા દેવામાં આવશે. આ ઉપરાંત રજીસ્ટ્રેશન જેમનું હશે તેમનું પણ થર્મલ ગન દ્વારા ચેકિંગ થશે, ત્યાર બાદ પ્રવેશ આપવામાં આવશે.

PM મોદીના પ્રવાસ પહેલા બંદોબસ્તમાં રહેલા 7 પોલીસ કર્મચારી CORONA પોઝિટિવ આવતા હડકંપ

બુધવાર તારીખ 28/10/2020 ના રોજ સવારે 8:00  મંદિર વેબસાઈટ www.ranchhodrayji.org બુકીંગ શરૂ કરાશે. ત્યાં દરેક ભક્ત પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. પંચાંગ મુજબ 30/10/2020 અને મંદિર પંચાંગ મુજબ  31/10/2020 એમ 2 દિવસ  ડાકોર મંદિરમાં શરદપૂર્ણિમા ઉજવાનાર છે. ફરજિયાત ઓનલાઈન બુકીંગ થી માત્ર 11000 દર્શનાર્થી ભક્તો જ દર્શન કરી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube