મારામારીના કેસમાં ઝડપાયેલા કિશોરનું સંરક્ષણ ગૃહમાં નિપજ્યું મોત, પોલીસ પર પરિવારના આક્ષેપો

ઇસનપુરના મારામારી કેસમાં રહેલ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનું બાળ સંરક્ષણ ગૃહમાં મોત નીપજ્યું. 24મી તારીખના રોજ ઇસનપુર પોલીસ સ્ટેશન મારામારી કેસમાં 17 વર્ષીય કિશોરની પકડવામાં આવી હતી. જેમાં કિશોરને કોર્ટમાં રજૂ કરી બાળપણ સંરક્ષણ ગૃહમાં મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજે વહેલી સવારે તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા હાજર ડૉકટર મૃત જાહેર કર્યો હતો. 

Updated By: Oct 27, 2020, 10:25 PM IST
મારામારીના કેસમાં ઝડપાયેલા કિશોરનું સંરક્ષણ ગૃહમાં નિપજ્યું મોત, પોલીસ પર પરિવારના આક્ષેપો

ઉદય રંજન/અમદાવાદ : ઇસનપુરના મારામારી કેસમાં રહેલ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનું બાળ સંરક્ષણ ગૃહમાં મોત નીપજ્યું. 24મી તારીખના રોજ ઇસનપુર પોલીસ સ્ટેશન મારામારી કેસમાં 17 વર્ષીય કિશોરની પકડવામાં આવી હતી. જેમાં કિશોરને કોર્ટમાં રજૂ કરી બાળપણ સંરક્ષણ ગૃહમાં મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજે વહેલી સવારે તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા હાજર ડૉકટર મૃત જાહેર કર્યો હતો. 

GUJARAT CORONA UPDATE: નવા 992 દર્દી, 1238 રિકવર થયા, 5 લોકોનાં નિપજ્યાં મોત

કિશોરના પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે કે પોલીસ માર મારવાના કારણે મોત નીપજ્યું છે. ત્યારે પ્રાથમિક તપાસમાં કિશોર બીમાર હોવાથી મોત નીપજ્યું છે, પણ મૃત્યુ ચોક્કસ કારણ જાણવા પોલીસે પેનલ ડોક્ટર દ્વારા પી.એમ કરવામાં આવ્યું છે. જેમાં મોતનું સાચું કારણ હજી પણ અંકબંધ છે. જો કે શાહપુર પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube