ક્યારે શરૂ થશે ગિરનાર રોપ-વે? પ્રોજેક્ટની રસ પડે એવી તમામ વિગતો એક ક્લિક પર

સૌથી મહત્વની ગણાતી જૂનાગઢ ગિરનાર રોપ-વે યોજનાનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે

ક્યારે શરૂ થશે ગિરનાર રોપ-વે? પ્રોજેક્ટની રસ પડે એવી તમામ વિગતો એક ક્લિક પર

જૂનાગઢ : ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ માટે સૌથી મહત્વની ગણાતી જૂનાગઢ ગિરનાર રોપ-વે યોજનાનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે, કારણ કે ચૂંટણી દરમિયાન પ્રચાર અર્થે જૂનાગઢ આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે જૂનાગઢના આઝાદી દિવસ 9 નવેમ્બર, 2018 ના દિવસે પોતે ઉદ્ઘાટન કરવા આવશે. વડાપ્રધાનની આ જાહેરાત પછી કંપનીએ પણ યુદ્ધના ધોરણે કામ શુરુ કર્યું છે.

રાજ્યનાં સૌથી મહત્વના પ્રવાસન સ્થળ એવા જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર દેશનો સૌથી મોટો રોપવે પ્રોજેક્ટ બની રહ્યો છે. 25 વર્ષ પછી સરકારની તમામ મંજૂરીઓ મળી જતા રોપવે બનાવવાનું કામ પુરજોશમાં શરુ થઇ ગયું છે. ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ જૂનાગઢનીજ નહિ પરંતુ સમગ્ર ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ પરિયોજના ગણાય છે. આશરે 25 વર્ષ થી શરુ થયેલી ગિરનાર રોપવે યોજનામાં ઉભા કરાયેલા અનેક વાંધાવિવાદોનો અંત આવી ગયો છે અને સરકાર દ્વારા તમામ પ્રકારની મંજૂરીઓ પણ આપી દેવામાં આવી છે. પરિણામે રોપવેની કામગીરી શરુ થઇ ગઈ છે. 

શું છે આ પ્રોજેક્ટ?
ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ અંગે વાત કરવામાં આવે તો આ રોપ-વે દ્વારા 1 કલાકમાં 800 જેટલા શ્રદ્ધાળુઓ ગિરનારની ટોચ ઉપર બિરાજતા માતા અંબાજી ના મંદિરે પહોચશે. 2,300 કિ.મી. લંબાઇ ધરાવતો આ રોપ-વે પ્રોજેક્ટ દેશનો સૌથી મોટો રોપ-વે હોવાનું માનવામાં આવી રહ્યું છે, ગિરનારના પહાડ ઉપર સીધુ ચડાણ હોવાથી 12 ટાવર જેટલા મોટા ટાવરો ઉપર રોપ ફરશે એને એક રોપ ટ્રોલીમાં 8 વ્યક્તિ બેસી શકે તેવી 30 જેટલી ટ્રોલી લગાવામાં આવનાર છે. આ રોપ-વે નું કામ જાણીતી કંપની ઉષા બ્રેકો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

110 કરોડની યોજના
ગિરનારના રોપ-વેની આ પરિયોજના ની કુલ લાગત 110 કરોડ રૂ.ની છે. અત્યારે રોપ-વે ની કામગીરીમાં કુલ 650 લોકો કામે લાગ્યા છે અને વૃક્ષ કટીંગની કામગીરી ચાલી રહી છે પરંતુ ઉષા બ્રેકો કંપનીના અધિકારી દિનેશ સિંહ નેગીનું કહેવું છે કે રોપ-વે તૈયાર થવામાં અંદાજે દોઢ વર્ષ જેટલો સમય લાગે તેમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news