અમદાવાદ: ગાંધી આશ્રમની સામે 200 પરિવારોએ શરૂ કર્યા આમરણ ઉપવાસ, આ છે 3 માંગણીઓ
Trending Photos
કિંજલ મિશ્રા/ અમદાવાદ: એક બાજુ મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે ત્યારે અમદાવાદમા ગાંધી આશ્રમની સામે 200 પરિવારોના હક માટે આમરણ ઉપવાસ શરૂ થઇ ગયા છે.
આશ્રમની બિલકુલ સામે રહેતા પરિવારો જાણે આજે પણ સમાજની મુખ્યધારાથી અલગ રહી ગયો હોય એવુ લાગે છે. સાબરમતી આશ્રમનો વિકાસ જાણે રસ્તો ક્રોસ કરી સામે પહોચી જ ન શક્યો. અને એ પરિસ્થિતિનું નિર્માણ થયુ જેમાં જે પરિવારોને ગાંધીજી એ વસાવ્યા હતા એ પરિવારની આજે 3, 4 પેઢી આશ્રમની સામે ધરણા પર બેઠ્યા છે.
સ્થાનિક રહીશ શૈલેષ પરમારે જણાવ્યું હતું કે અહીના સ્થાનિકોની મુખ્ય 3 માંગણીઓ છે. જેમાં પ્રથમ માગણી ટ્રસ્ટ દ્વારા વર્ષો પહેલા તેમને ભાડુઆત તરીકે અપાયેલા મકાનોની માલિકીનો હક માંગી રહ્યા છે. સાથે જે તેમનો એ પણ આક્ષેપ છે કે ટ્રસ્ટ પાસે લાખો કરોડોની સંખ્યામા ભંડોળ આવે છે પણ આજે પણપતરાઓ ના ઘરમા તેમને રહેવુ પડે છે. આ ઉપરાંત કોઇ જ પ્રકારનો સમારકામ ટ્રસ્ટ દ્વારા કરાવવામા આવતું નથી. આશ્રમ વાસીઓને આશ્રમના કામમાંથી મળતી રોજગારીથી પણ વંચિત રાખવામાં આવે છે. તો બીજી તરફ ટ્રસ્ટમાં પણ સ્થાનિકો આશ્રમ વાસીઓનો કોઇ સમાવેશ નથી. સરકાર હોય તે ટ્રસ્ટ તેમની સાથે ઓરમાયું વર્ત કરે છે.
જો કે આ સમગ્ર મામલે અમે આશ્રમ દ્વારા સંચાલિત વિવિધ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે વાત કરતા તેમણે તમામ આશ્રમવાસીઓને પોતાના પરિવારનો હિસ્સો જ ગણાવ્યો હતો. સાથે જ સમસ્યાનો કોઇ સુખદ ઉકેલ આવશે એવી આશા પણ વ્યક્ત કરી હતી. જો કે મકાનની માલિકીની હકમાં તેમણે કાયકાદીય પ્રોસેસ હોવાનું જણાવી પોતે અસમર્થ હોવાનુ જણાવ્યું હતું.
સવાલ એ થાય કે છેલ્લા 1 વર્ષથી વઘુ સમયથી આશ્રમ વાસીઓ અને ગાંધીઆશ્રમના ટ્રસ્ટીઓ વચ્ચે આ મામલે પત્ર વ્યવહાર થયા છે. સરકારે હજુ કોઇ દરમિયાનગિરી કરી નથી. ત્યારે શું ખરેખર આ આશ્રમવાસીઓ જે બાપુના દિલના ખુબ નજીક હતા તેમને ન્યાય મળશે કે આ લોકો પર બાપૂની વાતોની જેમ ઇતિહાસનો એક ભાગ બની લુપ્ત થઇ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે