સાપુતારા અકસ્માત પહેલાનો VIDEO સામે આવ્યો, ક્ષણભરમાં જ મહિલાઓની ખુશી માતમમાં ફેરવાઈ

આ વીડિયોમાં તમામ મહિલાઓ ખુશખુશાલ દેખાઇ રહી છે, બસમાં ડાકલા અને બોલિવૂડના ગીતોના તાલે ઝૂમી રહી હતી. પરંતુ કોને ખબર હતી કે આ તેમનો અંતિમ વીડિયો હશે. ત્યારે ખીણ બસમાં ખાબકતા જ માહોલમાં માતમ છવાઈ ગયો હતો અને આ ગોઝારી દુર્ઘટનામાં બે મહિલાઓના મોત નીપજ્યા હતા.

સાપુતારા અકસ્માત પહેલાનો VIDEO સામે આવ્યો, ક્ષણભરમાં જ મહિલાઓની ખુશી માતમમાં ફેરવાઈ

ઝી ન્યૂઝ/સુરત: સાપુતારા ખાતે પ્રવાસે ગયેલ સુરતના શ્યામ ગરબા ગ્રુપની પાંચ બસ પૈકી એક બસ માલેગામ ઘાટમાર્ગમાં ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 મહિલાના મોત થયા છે. ગુજરાતીમાં એક કહેવત છે કે 'ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે', આ વાક્ય આ ઘટના સાર્થક સાબિત થયું છે. 

આ બસમાં સાપુતારાથી મોજ મસ્તી કરતાં કરતાં સુરત તરફ જતી બસમાં મહિલાઓનો ડાન્સ મસ્તી કરતો વિડિયો પણ સામે આવ્યો છે. મહિલાઓને પણ ખબર નહોતી કે આગામી ક્ષણો તેમના માટે કેવી રહેવાની છે. આ વીડિયોમાં તમામ મહિલાઓ ખુશખુશાલ દેખાઇ રહી છે, બસમાં ડાકલા અને બોલિવૂડના ગીતોના તાલે ઝૂમી રહી હતી. પરંતુ કોને ખબર હતી કે આ તેમનો અંતિમ વીડિયો હશે. ત્યારે ખીણ બસમાં ખાબકતા જ માહોલમાં માતમ છવાઈ ગયો હતો અને આ ગોઝારી દુર્ઘટનામાં બે મહિલાઓના મોત નીપજ્યા હતા.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 10, 2022

જાણો શું બની સમગ્ર ઘટના? 
સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર માલેગાંવ ઘાટ માર્ગ ગોઝારો સાબિત થયો છે. શનિવારની રાત્રે 8.30 વાગ્યે સુરતની નિકુંજ ટ્રાવેલ્સ ની બસ ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં સુરતના અડાજણ વિસ્તારમાં શ્યામ ગરબા ક્લાસની 50 થી વધુ મહિલાઓ સવાર હતી. માલેગાંવ ઘાટમાર્ગ ઉપર બસની બ્રેક ફેલ થતા ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને પરિણામેં બસ ખીણમાં ખાબકી હતી, અકસ્માતની જાણ થતાંજ આસપાસના લોકો, સ્વયંસેવકો અને સાથે ની અન્ય બસના મુસાફરો મદદે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જેમાં, 46 જેટલી મહિલાઓને ઇજા થઇ હતી ઘાયલ મહિલાઓમાં 21 ને નજીકની સામગહાન પીએચસીમાં જ્યારે 15 મહિલાઓને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જેમાં વધુ પડતા ઘાયલ 8 જેટલા દર્દીઓને સુરત રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રૂપે ઘાયલ 2 મહિલા નું મોત થયું હતું. દરમિયાન ડિઝાસ્ટર અને આરોગ્ય વિભાગની ટિમ સાથે સ્વયંસેવકો, વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસની ટિમ સહિત ખુદ જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા પણ વરસતા વરસાદમા ઘટના સ્થળે ધસી ગયા હતા. જ્યાંથી તેમણે શામગહાન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી, જાત માહિતી મેળવી તંત્રને દિશાનિર્દેશ આપ્યા હતા.

50 મુસાફરો સાથે Saputara થી Surat આવી રહેલી બસ ખીણમાં ખાબકી, 2 ના મોત

ઘટના અંગે મંત્રી પુર્ણેશભાઈ મોદી સહિત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલે પણ સતત વહીવટી તંત્ર સાથે સંપર્ક સેતુ જાળવી રાખી, યોગ્ય માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ. પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, સાપુતારા ઘાટ માર્ગમા બનેલા આ કમનસીબ બનાવ સંદર્ભે નોંધાયેલી ફરિયાદ મુજબ, સાપુતારા પોલીસ મથકે મોડી રાત્રે નોંધાવી હતી. આ ફરિયાદમા જણાવ્યા મુજબ લક્ઝરી બસ નંબર GJ 02 W 0150 ના ડ્રાયવર સુશીલભાઈ ગોવિંદભાઇ સાવલિયા એ, ઘાટ માર્ગમા પુર ઝડપે અને ગફલતભરી રીતે તેમનુ વાહન હંકારતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ પ્રવાસી બસ પ્રોટેક્શન વોલ સાથે અથડાઈને પચ્ચીસેક ફૂટ નીચે ખીણમા ખાબકી હતી. જેને કારણે કેટલાક પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થવા સાથે, બે મહિલાઓના કરુણ મૃત્યુ થયા છે.

અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની યાદી
૧) સોનલબેન સ્નેહલભાઈ દાબડા, ઉ.વ.45, રહે.અડાજણ, સુરત.
૨) કુંદનબેન કિર્તીશભાઈ સાપરિયા, ઉ.વ.42, રાંદેર, સુરત

ઈજાગ્રસ્તોની યાદી
1દિવ્યાની પી ગાંધી ઉં 42
2 લક્ષ્મી અજિત શર્મા ઉં 39
3 બીના હેમંત ધારિવાળા
4 ઉર્વશી અજિત શર્મા ઉં 11
5 હંસા સાડીજા સિંધી ઉં 39
6 અમિષા અંજીરવાળા ઉં 51
7 વંશી પ્રતીક વાઘેરા ઉં 20
8 અનિતા નિકુંજ કાપડિયા ઉં 40
9 રીના ભાવેશ ભાવસાર ઉં 40
10 કલ્પના ગીરીશભાઈ શાહ ઉં 65
11 નિરલ કેવીલ શાહ ઉં 45
12 દિવ્યા રમેશભાઈ ઉં 22
13, રૂપાલી ચિંતન ઉં 35
14 ઉષા હરેશ પટેલ ઉં 43
15 અંજલિ નીલી ઉં 38
16 અમિષા આશિષ આઈસ્ક્રીમ વાળા ઉં 40
17 સ્વાતિ દિનેશ ઉં 37
18 પ્રિયાંશી સુરેશ આર્ય ઉં
19 તનયા આકાશ દારવી ઉં 3
20, ચેતના આકાશ ધારવી ઉં 25 

મહત્વનું છે કે,  ઇજા પહોંચતા સામ ગહન સીએચસી ખાતે સારવાર આપાઈ હતી. જયારે અન્યને આહવા સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news