રાજુલા અને ઉના તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

સૌરાષ્ટ્રમાં આજે બીજા દિવસે પણ હળવા ઝાપટા વરસી રહ્યા છે. આજે સવારથી જ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેઘાડંબરના કારણે એક અઠવાડીયાથી સૌરાષ્ટ્રામાં અમુક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસદી રહ્યો છે. આજે પણ રાજુલા અને ઉના તાલુકામાં ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 
રાજુલા અને ઉના તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

મહુવા : સૌરાષ્ટ્રમાં આજે બીજા દિવસે પણ હળવા ઝાપટા વરસી રહ્યા છે. આજે સવારથી જ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેઘાડંબરના કારણે એક અઠવાડીયાથી સૌરાષ્ટ્રામાં અમુક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસદી રહ્યો છે. આજે પણ રાજુલા અને ઉના તાલુકામાં ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

રાજુલા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજુલા કડીયાળી, છતડીયા, હિંડોરણા સહિતના આસપાસના વિસ્તારોમાં ગામડાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ પણ ગરમીમાંથી ઠંડક પ્રસરતા લોકોએ પણ ગરમીમાંથી રાહત મેળવી છે. ઉના તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં છુટોછવાયો વરસાદ વરસ્યો છે. 

જો કે આ વરસાદને કારણે કપાસ, મગફળી, તલ, મગ, મઠ, અડદ, મકાઇ સહિતનાં પાક માટે આ વરસાદ ખુબ જ ફાયદાકારક સિદ્ધ થશે. સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષાને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યા છે. વરસાદથી ચોમાસુ પાકને ફાયદો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news