ઉના

રાજુલા અને ઉના તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

સૌરાષ્ટ્રમાં આજે બીજા દિવસે પણ હળવા ઝાપટા વરસી રહ્યા છે. આજે સવારથી જ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેઘાડંબરના કારણે એક અઠવાડીયાથી સૌરાષ્ટ્રામાં અમુક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસદી રહ્યો છે. આજે પણ રાજુલા અને ઉના તાલુકામાં ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

Aug 9, 2020, 05:43 PM IST

ઉનામાં માછીમારો પર વીજળી પડતા 2નાં મોત, 1 મહિલા પુરમાં તણાઇ

 પંથકમાં આજે તોફાની વરાદ વરસ્યો હતો. જો કે વિજળી પણ ઘાતક બની હોય તેમ પોતાનું રૌદ્ર સ્વરૂપે દેખાઇ હતી. ઉનાના સેંજલીયા ગામે વિજળી પડવાનાં કારણે 2 માછીમારોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 1 માછીમાર હજી સુધી ગુમ છે. સેંજલીયા ગામના દરિયાકાંઠે માછીમારી કરતા હતા. જ્યારે વિજળી પડતા 45 વર્ષીય જાદવભાઇ રાઠોડ અને 30 વર્ષીય જીણાભાઇ પરમારનું મોત નિપજ્યું હતું. જ્યારે હજી સુધી એક માછીમાર ગુમ છે.

Jun 15, 2020, 10:46 PM IST

ગીરસોમનાથ: ઉનાના પૂર્વ ધારાસભ્ય કે.સી રાઠોડ પર અંધાધૂંધ ફાયરિંગ, સર્જાયા ફિલ્મી દ્રશ્યો

ઉના નગરપાલિકાના પ્રમુખ અને ભૂતપૂર્વ ધારાસભ્ય કે.સી રાઠોડ પણ બે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. જો કે ફાયરિંગ કરનારા શખ્સો ફરાર થઇ ગયા હતા. અંધાધુંધ થયેલા ફાયરિંગમાં નગરપાલિકાના પ્રમુખ કે.સી રાઠોડ ઉપરાંત 2 લોકોને પણ ગોળીઓ વાગી હતી. ત્રણેય તત્કાલ ત્યાં હતપ્રભ થઇને ઢળી પડ્યાં હતા.

May 28, 2020, 04:03 PM IST

સૌરાષ્ટ્રમાં અચાનક આવ્યો વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આવનારા ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરગુજરાતમાં હીટ વેવની આગાહી કરી હતી. ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું. અમરેલી અને ગોંડલ તાલુકમાં અચાનક કમોસમી વરસાદ શરૂ થઈ જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

May 18, 2020, 07:23 PM IST

ગેરકાયદેસર સિંહદર્શનનો વધારે એક વીડિયો વાયરલ, કડક કાર્યવાહીની માંગ

ગીરના જંગલમાં બિનકાયદેસર સિંહ દર્શનની હાટડીઓ હજી પણ ધમધમી રહી છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યા છે. ઉનાના અમોદ્રા ગામના ખારા વિસ્તારનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ભુંડને દોરડાથી બાંધી દીધું હતું. ત્યાર બાદ જંગલ વિસ્તારમાંથી એક સિંહણ આવીને ભૂંડનો શિકાર કરીને લઇ જાય છે. વીડિયોમાં એક વ્યક્તિ બોલતા પણ દેખાય છે કે, હમણા સિંહ આવશે અને લઇ જશે.

May 14, 2020, 10:41 PM IST
Breakdown Of Lockdown In Una Of Gir Somnath PT5M27S

ગીર સોમનાથના ઉનામાં લોકડાઉનનો ભંગ

Breakdown Of Lockdown In Una Of Gir Somnath

Apr 25, 2020, 06:50 PM IST

કોરોનાને કારણે ગીરના સિંહો ભૂલાયા, 2 મહિનામાં 25 સિંહોનો મોત

હાલ સમગ્ર વિશ્વમાં હાલ એક જ ચર્ચા છે, કોરોના વાયરસની. આવામાં ગુજરાત પણ કોરોના વાયરસથી પીડિત છે. ત્યારે આ મહામારીમાં ગીરના સિંહો ભૂલાઈ ગયા છે. ગીરના પૂર્વની 2 રેન્જમાં પાછલા 2 મહિનામાં 25 સિંહોના મોત થયા છે. આટલા મોટા આંકડા તરફ હવે સૌનું ધ્યાન ગયું છે. ત્યારે જસાધાર ખાતે જૂનાગઢ ઝુના વેટરનિટી સહિત તમામ ઉચ્ચ અધિકારો દોડતા થઈ ગયા છે. એક સિંહબાળના ભેદી મોત બાદ સમગ્ર વનતંત્ર ઊંધા માથે ફરી રહ્યું છે. નવિભાગે આ વાતને સ્વીકારી છે કે, બે મહિનામાં 25 સિંહોના મોત નિપજ્યા છે. બે દિવસ પહેલા 8 સિંહબાળ અને તેની સાથેના 8 સિંહણોને પણ જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. જે પૈકી પણ એક સિંહબાળનું મોત નિપજ્યું છે. હાલ આ ઘટનાને પગલે જુનાગઢના  સક્કરબાગ એનિમલ કેર સેન્ટરમાંથી પણ તબીબોની ટુકડીઓ પણ દોડતી થઈ છે. 

Apr 21, 2020, 09:26 AM IST

લોકડાઉનમાં પિતા વ્હાલસોયીનો ચહેરો ન જોઈ શક્યા, વીડિયો કોલિંગથી કર્યા અંતિમ દર્શન

લોકડાઉનાં ઠેરઠેર ચિંતાનો અને માહોલ છવાયેલો જોવા મળ્યો છે. આ વચ્ચે જ દુખદ ઘટનાઓ પણ બની જતી હોય છે. ત્યારે વધુ એકવાર લોકડાઉનનો વરવો ચહેરો સામે આવ્યો છે. ઉનામાં મીઠાઈની દુકાનમાં કામ કરતા યુવકનું દીકરીનું રાજસ્થાનમાં મોત નિપજ્યું છે. ત્યારે લોકોડાઉનને પગલે પિતા વ્હાલસોયી દીકરીનો ચહેરો પણ જોઈ ન શક્યા. વીડિયો કોલિંગ દ્વારા તેમણે દીકરીનું મોઢું જોયું હતું. 

Apr 16, 2020, 10:35 AM IST
bus and truck accident near bharuch, Una farmers issue in ground nut buying PT6M14S

ભરૂચમાં બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના મોત, ઉનામાં મગફળી ખરીદીમાં અધિકારીઓ કરે છે ખેડૂતોને હેરાન

નેશનલ હાઈવે 48 પર ભરૂચ પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3નાં મોત થયા અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક બાજુ સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી કરી રહી હોવાનો દાવો કરી રહી છે. જોકે સરકારી બાબુના બહાનાઓ અને કનડગતને કારણે ખેડૂતોને હેરાન થઇ રહ્યા છે. ઉનાના માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ ખેડૂતોની મગફળી યેનકેન બહાનાઓ કરી રિજેક્ટ કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી રહી છે.

Jan 20, 2020, 09:35 AM IST
3 Boats Sink In Ocean At Gir Somnath, Two Fishermen Died PT4M27S

ગીર સોમનાથમાં 3 બોટની દરિયામાં જળસામાધિ, બેના મોત

ગીર સોમનાથના ઉનાના દરીયામાં ત્રણ બોટ દરિયાના પાણીમાં ડૂબી છે. આ બોટે પાણીમાં ખલાસીઓની નજર સામે જ જળસમાધિ લીધી હતી. ઉનાના સયદ રાજપરા બંદરથી 25 નોટિકલ માઈલ દૂર ત્રણ બોટે જળ સમાધિ લીધી હતી. ત્યારે આ ઘટનામાં ત્રણ માછીમારો (Fishermen) ના મૃતદેહ મળી આવ્યા છે. આ દુર્ઘટનામાં પાંચ ખલાસી દરિયામાં હજી પણ લાપતા છે. ત્રણ બોટમાં કલુ 21 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 16 ખલાસીઓને બચાવી લેવાયા છે. મિસીંગ પાંચ ખલાસીનો શોધખોળ શરૂ કરાઈ છે.

Dec 16, 2019, 02:50 PM IST

ઉના : ખલાસીઓની નજર સામે 3 બોટ એકસાથે દરિયામાં ડૂબી, 3 માછીમારોના મૃતદેહ મળ્યાં

ગીર સોમનાથના ઉનાના દરીયામાં ત્રણ બોટ દરિયાના પાણીમાં ડૂબી છે. આ બોટે પાણીમાં ખલાસીઓની નજર સામે જ જળસમાધિ લીધી હતી. ઉનાના સયદ રાજપરા બંદરથી 25 નોટિકલ માઈલ દૂર ત્રણ બોટે જળ સમાધિ લીધી હતી. ત્યારે આ ઘટનામાં ત્રણ માછીમારો (Fishermen) ના મૃતદેહ મળી આવ્યા છે. આ દુર્ઘટનામાં પાંચ ખલાસી દરિયામાં હજી પણ લાપતા છે. ત્રણ બોટમાં કલુ 21 ખલાસીઓ સવાર હતા, જેમાંથી 16 ખલાસીઓને બચાવી લેવાયા છે. મિસીંગ પાંચ ખલાસીનો શોધખોળ શરૂ કરાઈ છે. 

Dec 16, 2019, 01:07 PM IST
Sheri maholla Ni Khabar Una Sugar Factory Close PT5M18S

શેરી મહોલ્લાની ખબર: ઉનાની સુગર ફેક્ટરી બંધ થતા 400 મજૂરો બન્યા બેરોજગાર

ઉના ની એકમાત્ર ઉદ્યોગ ગણાતી સ્યૂગર ફેકટરી કાળક્રમે બંધ થઈ અને અનેક નેતા ઓએ વચન આપ્યા કે ફેકટરી ચાલુ થશે પણ તમામ ના વાયદા ખોટા પડ્યા પરંતુ એમાં કામ કરતા 400 થી વધુ લોકો માટે ફેકટરી બંધ થતાં અનેક પ્રકારની મુસીબતો શરૂ થઈ અને વર્ષો ના વર્ષો નો પગાર પણ બાકી રહી ગયો તો બીજી તરફ ફેકટરી ની કોલોની મા પાયા ની સુવિધા છીનવાઈ ગઈ અને આખી કોલોની ની એક સમયે લાઈટ પણ કાપી નાખવામાં આવેલ ત્યાર બાદ પાણી ગટરર્યોજના હોય કે સ્ટ્રીટ લાઈટ હોય એક પણ સુવિધા આ પરિવારો ને મળતી નથી વર્ષો થી અહીં દીપડા નો ત્રાસ જોવા મળે છે અને ત્યાં રહેતા લોકો સાંજે 6 બાદ ઘર માં પુરાવા મજબૂર બન્યા છે.

Dec 14, 2019, 06:50 PM IST
Shari Maholla Ni Khabar: Situation Of Old Bus Stand Area Of Una PT4M47S

શેરી મહોલ્લાની ખબર: ઉનાના જુના બસ સ્ટેન્ડ વિસ્તારના રહિશોની સમસ્યા

શેરી મહોલ્લાની ખબર: ઉનાના જુના બસ સ્ટેન્ડ વિસ્તારના રહિશોની સમસ્યા

Dec 10, 2019, 04:25 PM IST
16 Year Old Minor Girl Gave Birth To Baby In Una PT2M17S

ઉનામાં 16 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપતાં સમગ્ર પંથકમાં ચકચાર

ઉનામાં 16 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપતાં સમગ્ર પંથકમાં ચકચાર

Dec 4, 2019, 12:50 PM IST
Farmers Burn Crop Due To Rainfall PT3M56S

કમોસમી વરસાદને લઇ ખેડૂતોએ બાળ્યો પાક

મહા વાવાઝોડા બાદ પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વરસાદના પાણી ભરાઈ જવાના કારણે ઉના જિલ્લાના ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલો પાક ખરાબ થઇ જવાના કારણે ખેડૂતોએ તેમના ખેતરમાં તૈયાર થયેલો પાક બાળવો પડ્યો હતો.

Nov 11, 2019, 04:50 PM IST
Cyclone Was Seen In Sea Between Una And Kodinar PT3M35S

ઉના અને કોડીનાર વચ્ચેનાં દરિયામાં જોવા મળ્યું ચક્રવાત, જુઓ Video

ગીર સોમનાથના મધ દરિયે ચક્રવાતનો વિડિઓ સામે આવ્યો છે. વેરાવળનાં માછીમારે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતો. આ વીડિયો ઉના અને કોડીનાર વચ્ચેનાં દરિયાનાં દ્રશ્યો છે. ભારે પવન સમુદ્રમાં ઘુમરી મારતો હોવાનો વિડિઓ સામે આવ્યો છે.

Nov 7, 2019, 10:30 AM IST
Two Boats Submerged In Sea Of Una, Rescuing Sailors PT1M46S

ઉનાના દરિયામાં બે બોટની ડૂબી, ખલાસીઓને બચાવાયા

ઉનાના નવાબંદર ગામે મધદરિયે બોટે જળ સમાધિ લીધી છે. અંબિકા પ્રસાદ નામની બોટે જળ સમાધિ લીધી છે. મધરાત્રે બોટે જળ સમાધિ લેતા બે માછીમારોને અન્ય સાથી બોટે બચાવી લીધા હતા. જોકે પાંચ માછીમારો અને બોટ દરિયામાં લાપતા છે.

Oct 26, 2019, 11:35 AM IST

Video : દીપડાના બચ્ચાંને હેરાન કરતા 4 યુવકોની માહિતી આપનારા માટે વનવિભાગે ઈનામની જાહેરાત કરી

સિંહની પજવણી બાદ હવે ગુજરાતના જંગલોમાં દીપડાની પજવણી થઈ રહી છે, જેનો વીડિયો સામે આવતા જ વન વિભાગ દોડતું થયું છે. 4 થી વધુ યુવાનો દ્વારા દીપડાના બચ્ચાને પકડીને તેની પજવણી કરાઈ રહી છે. યુવકોએ દીપડાના બચ્ચાને બોચીથી બિન્દાસ્ત પકડ્યું છે અને તેની સાથે ગમ્મત કરી રહ્યા છે. ત્યારે આ મામલે રાજ્યભરના પ્રાણીપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તો બીજી તરફ, ગીર ફોરેસ્ટ ટાસ્ક ફોર્સ દ્વારા પજવણી કરનારા યુવકોને શોધનારાને 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. 

Oct 14, 2019, 01:27 PM IST

સિંહ બાદ હવે દિપડાના બચ્ચાની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સામાન્ય રીતે ગીર પંથકમાં સિંહની પજવણીના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે હવે  દીપડાના બચ્ચાની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં ચારથી વધુ યુવાનો લાકડી સાથે જોવા મળી રહ્યા છે. જેમાં એક યુવાને દીપડાના બચ્ચાને બોચીથી પકડી ઝાડના થડીયા વચ્ચે દબાવી રહ્યો છે. 
 

Oct 13, 2019, 07:53 PM IST