નરાધમોએ અમને ઘેરી લીધા! ગુજરાતમાં સ્કૂલની છોકરીઓએ આબરૂ બચાવવા ચાલુ જીપમાંથી કૂદકા માર્યા

Gujarat News : સંખેડા તાલુકાના કોસીંદ્રા ખાતેની ટી.વી. વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ શાળા છૂટ્યા બાદ પીકઅપ જીપમાં બેસીને પોતાના ઘરે કુંડીયા જઇ રહી હતી. ત્યારે કેટલાક ઈસમો દ્વારા તેઓની જીપમાં છેડતી કરવામાં આવતાં ગભરાયેલી વિદ્યાર્થીનીઓએ ચાલુ જીપે કૂદીને ભાગી છૂટવા પ્રયાસ કર્યો હોવાની ઘટનાથી જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી.

નરાધમોએ અમને ઘેરી લીધા! ગુજરાતમાં સ્કૂલની છોકરીઓએ આબરૂ બચાવવા ચાલુ જીપમાંથી કૂદકા માર્યા

ઝી બ્યુરો/પંચમહાલ: સમગ્ર ગુજરાતને શરમસાર કરતી ઘટના છોટાઉદેપુરમાં બનવા પામી છે. સંખેડાના વાસના ગામ પાસે ચાલુ પિકપ ગાડીમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડતીની ઘટના બનતા બાળકીઓ ચાલુ પિકઅપ ગાડી માંથી કુદી ગઈ હતી અને બાળકીઓ ઇજાગ્રસ્ત થવા પામી હતી ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. 

સંખેડા તાલુકાના કોસીંદ્રા ખાતેની ટી.વી. વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ શાળા છૂટ્યા બાદ પીકઅપ જીપમાં બેસીને પોતાના ઘરે કુંડીયા જઇ રહી હતી. ત્યારે કેટલાક ઈસમો દ્વારા તેઓની જીપમાં છેડતી કરવામાં આવતાં ગભરાયેલી વિદ્યાર્થીનીઓએ ચાલુ જીપે કૂદીને ભાગી છૂટવા પ્રયાસ કર્યો હોવાની ઘટનાથી જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી. એક સાથે છ વિદ્યાર્થીનીઓ જીપમાંથી કૂદવાનો પ્રયાસ કરતાં તમામ ઘાયલ થઈ હતી. જે તમામને સારવાર માટે નસવાડી દવાખાને ખસેડવામાં આવી હતી. 

આ ઘટના બાદ પીક અપ ગાડી પણ પલ્ટી ખાધેલી હાલતમાં મળી આવી હતી. ચાલુ ગાડીએ જીપમાં બેઠેલા અન્ય કેટલાક યુવાનો દ્વારા વિદ્યાર્થીનીઓની છેડતી શરૂ કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓએ બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. પરંતુ ચાલક તરફથી વાહન ઉભુ રાખવામાં ના આવતાં એક પછી એક વિદ્યાર્થીનીઓ જીપમાંથી કૂદવા લાગી હતી. ચાલુ વાહનમાંથી વિદ્યાર્થીનીઓ કૂદતાં તેઓ ઘાયલ પણ થઇ હતી. 

જાહેર રોડ પર કૂદી પડેલી વિદ્યાર્થીનીઓ અંગેની જાણ થતાં આસપાસના રહીશો સ્થળ પર પહોચી ગયા હતા. તેઓએ તાત્કાલીક વિદ્યાર્થીનીઓને સારવાર માટે નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. જ્યાંથી બે વિદ્યાર્થીનીઓ વધુ ઘાયલ હોવાથી તેઓને સારવાર માટે બોડેલી ખસેડવામાં આવી હતી.

આ ઘટના બન્યા બાદ પીકઅપ જીપનો ચાલકે વધુ ઝડપે જીપ ચલાવીને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. આ અરસામાં કુંડીયા નજીક જ એટલે કે ઘટનાના થોડે અંતરે જ પિકઅપ જીપ પલ્ટી ખાઈ જતાં ચાલક અશ્વિન ભીલ ઘાયલ થઇ ગયો હતો. પલ્ટી ખાઇ ગયા બાદ ચાલક ઉપરાંત વાહનમાં બેઠેલાઓ ચાલકના સાથીદારો પરેશ ભીલ અને અર્જુન ભીલ, સુરેશ ભીલ, સુનિલ ભીલ, શૈલેષભાઇ ભીલ નામના ઈસમો ભાગી ગયા હતા. હજુ સુધી તેમનો કોઇ જ અતો પત્તો લાગતા જિલ્લાની પોલીસ આરોપીને પકડવા જુદી જુદી ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે .જિલ્લા પોલીસે હાલ પિકઅપના ચાલક અશ્વિન ભીલને ઝડપી પાડ્યો છે. 

કુંડીયા ગામે રહેતા વિદ્યાર્થીનીઓના પરિવારજનો પણ હોસ્પિટલમાં દોડી ગયા હતા. તેઓએ આ ઘટનાની ગંભીરતા લઇને કન્યાઓની છેડતી કરનાર તત્વોની સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પિકપ ગાડીનો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હાલના ચાલક અશ્વિન ભીલની ઝડપી પાડી વધુ પૂછપરછ શરૂ કરી છે. જયારે અને 5 આરોપીઓ ભાગી જતા પોલીસની જુદી જુદી ટીમો પકડવા માટે રવાના થઇ છે. 

છોટાઉદેપુર પોલીસે આરોપી ઉપર પોસ્કો,ધાડ,છેડતીની ફરિયાદ નોંધી છે આ બાબતે જિલ્લાના વહીવટી તંત્ર અને જિલ્લાના નેતાઓ પણ આ બાબતની ગંભીરતા લઈને બલકીઓની મુલાકાત કરી કડકમાં કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. અને આ રૂટ પર સરકારી બસની પણ સુવિધા 2 દિવસમાં શરૂ કરવા માટે જણાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news