વડોદરામાં મ્યુકરમોઇકોસિસના કેસમાં વધારો, હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દીઓ પરેશાન
કોરોના સંક્રમણ બાદ સતત વધી રહેલા બ્લેક ફંગસના કેસને કારણે આરોગ્ય તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે. વડોદરામાં 225 જેટલા મ્યુકરમાઇકોસિસના દર્દીઓ સારવાર હેઠળ છે.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરામાં કોરોના સંક્રમણ બાદ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળી હાલમાં 225 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, તે ઉપરાંત સતત નવા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. ઓપીડીમાં પણ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. જેને લઈ દર્દીને અપાતા ઈન્જેકશનની કમીને કારણે દર્દી અને પરીજનો મુસીબતમાં મુકાયાં છે.
વડોદરામાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓને અપાતા ઇન્જેકસનો ખૂટી જતા દર્દીઓ અને પરીજનો મુસીબતમાં મુકાયાં છે, દર્દીઓને 1. લાઇપોઝોમલ એન્ફોટેરિસીન બી. 2. ઇશાવું કોનોઝોલ 3. પોસા કોનોઝોલ ઈન્જેકશનની માર્કેટમાં અછત ઉભી થઇ છે, કોરોના સંક્રમણમાં સપડાયેલા દર્દીઓને ડાયાબિટિસ હોવાથી સ્ટીરોઈડની દવા આપવામાં આવે છે, જેને કારણે સુગરનું પ્રમાણ વધી જતાં બ્લેક ફંગસના રોગની બીમારી મ્યુકર માઇકોસિસ થતી જોવા મળી રહી છે.
ગોત્રી GMERS હોસ્પિટલમાં 50 અને એસ.એસ.જી હોસ્પિટલમાં 125 અને ખાનગી હોસ્પિટલમાં મળી પણ 50 થી વધુ દર્દી મળી 225 જેટલા મ્યુકર માઇકોસિસના દર્દીઓ છેલ્લા 25 દિવસ માં જોવા મળ્યા છે જેમની બાયોપ્સી લઈ ટેસ્ટ કરવામાં આવે છે. આ એક ફૂગની બીમારી છે, જેમાં જડબું, આંખો અને મગજ સુધી આ બીમારી પહોંચે છે જેમાં દર્દીઓ ના દાંત, જડબું અને હાડકાના અંગો દૂર કરી સારવાર કરવામાં આવી રહી છે. 4 થી 6 અઠવાડીયાની સારવાર બાદ તેમાં સુધારો આવી રહ્યો છે. ત્યારે ડોક્ટર ની સલાહ છે કે ઘરમાં ફ્રીજ, પાણી રાખવાની જગ્યાઓએ ફૂગ થવી જોઈએ નહીં અને આવા પદાર્થો ફ્રીજ માંથીખાવા જોઈએ નહીં. અન્યથા આ રોગ થઈ શકે છે. સામાન્ય રીતે આ રોગ ઉનાળામાં જ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે 3.12 કરોડમાં બીજા 5000 ઇન્જેક્શનો મંગાવ્યા છે, દર્દીને રોજના 5 ઈન્જેકશન આપવા જરૂરી છે, જો યોગ્ય સારવાર ન મળે તો મોટા ભાગના દર્દીઓ ને મોત નો ખતરો રહેલો છે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં મયુકર માઇકોસીસના વોર્ડની ઝી 24 કલાકની ટીમે મુલાકાત લીધી હતી. વોર્ડમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ઓ પી ડી પણ ફૂલ છે. વોર્ડમાં દર્દીઓના પરિજનોનો આક્ષેપ છે કે ઇન્જેક્શનની ભારે અછત છે. સાથે જ વોર્ડમાં સાફ સફાઈની સુવિધાનો અભાવ છે. તમામ દર્દીઓ વચ્ચે માત્ર 1 શૌચાલય છે. તેમાં પણ ખૂબ ગંદકી છે. આ ઉપરાંત દર્દી પોતાના ઘરેથી ગરમીથી બચવા પંખો લાવી રહ્યા છે તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. તો કેટલાક દર્દીઓના ત્રણ ત્રણ દિવસે પણ ઓપરેશન નથી થઈ રહ્યા. દર્દી અને તેમના પરિજન મુશ્કેલીમાં છે ત્યારે ચોક્કસથી સરકારે અને તંત્રએ સમગ્ર મામલે કોઈ અસરકારક કામગીરી જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે