મહારાષ્ટ્રના Amravati જિલ્લામાં ફૂટ્યો કોરોના બોમ્બ, ગામડામાંથી આવી રહ્યા છે 83 ટકા કેસ
મહારાષ્ટ્રમાં ગત થોડા દિવસોમાં કોરોના વાયરસ (Coronavirus in Maharashtra) ના કેસમાં ઘટાડો આવ્યો છે, પરંતુ હવે કોવિડ 19ના કેસ ગામડા સુધી પહોંચવા લાગ્યા છે અને ઝડપથી વધી રહેલા સંક્રમણના લીધે ચિંતા વધી ગઇ છે.
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્રમાં ગત થોડા દિવસોમાં કોરોના વાયરસ (Coronavirus in Maharashtra) ના કેસમાં ઘટાડો આવ્યો છે, પરંતુ હવે કોવિડ 19ના કેસ ગામડા સુધી પહોંચવા લાગ્યા છે અને ઝડપથી વધી રહેલા સંક્રમણના લીધે ચિંતા વધી ગઇ છે. બીજી લહેરમાં અમરાવતી (Amravati) જિલ્લાના ગામડાઓમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે અને અહીં 83 ટકા કેસ સામે આવ્યા છે.
અમરાવતીના 70 ટકા ગામમાં ફેલાયો કોરોના
કોરોના વાયરસનું સંક્રમણ અમરાવતી જિલ્લા (Amravati) માં ઝડપથી ફેલાઇ રહ્યું છે અને આ 70 ટકા ગામમાં પહોંચી ચૂક્યો છે. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર, અમરાવતી જિલ્લામાં કુલ 1561 ગામ છે, જેમાંથી 1284 ગામમાં કોવિડ 19 એ એન્ટ્રી મારી લીધી છે અને 277 ગામ એવા છે, જ્યાં વાયરસ પહોંચ્યો નથી.
મે મહિનામાં 83 ટકાથી વધુ કેસ ગામડામાંથી આવ્યા
એક મે થી 18 મે દરમિયાન અમરાવતી (Amravati) જિલ્લામાં કોરોના વાયરસના 15466 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી 12903 કેસ ગ્રામીણ વિસ્તારોમાં નોંધાયા છે અને 2563 કેસ શહેરી વિસ્તારોમાંથી સામે આવ્યા છે. આ પ્રકારે અમરાવતીના ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ 19ના 83.42 કેસ નોંધાયા છે.
નવા કેસએ વધારી ચિંતા
ગામડાઓમાં કોરોના વાયરસના વધતા જતા કેસએ જિલ્લા વહિવટી તંત્રની ચિંતા વધારી દીધી છે. વહિવટી તંત્રનું કહેવું છે કે જે વિસ્તારોમાં કોરોના કેસ વધી રહ્યા છે, એક તો તે વિસ્તાર બીજાથી સાથે જોડાયેલો અને બીજું બે વિસ્તારમાં મોટો-મોટા બજાર છે, જ્યાં મોટી સંખ્યામાં સામનની ખરીદી કરવા લોકો આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે