Jurassic World : ગુજરાતમાં ખુલ્લો મૂકાયો દેશના પહેલો અને વિશ્વનો ત્રીજો ફોસીલ પાર્ક, જ્યાં જોવા મળશે ડાયનાસોર

Gujarat Tourism : પૃથ્વી પર માનવજીવન પહેલા વસવાટ કરતા ડાયનાસોર કેવા હતા તેની માહિતી આપતુ મોટુ પાર્ક મહીસાગરના રૈયાલીમાં તૈયાર કરાયું

Jurassic World : ગુજરાતમાં ખુલ્લો મૂકાયો દેશના પહેલો અને વિશ્વનો ત્રીજો ફોસીલ પાર્ક, જ્યાં જોવા મળશે ડાયનાસોર

મહીસાગર :ગુજરાત આજે વિશ્વના નક્શામાં મહત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભર્યું છે. રિલિજયસ ટુરિઝમ, વાઇલ્ડ લાઇફ ટુરિઝમ, પ્રાગૈતિહાસિક પ્રવાસન અને વિશ્વની આધુનિક અજાયબી ધરાવતા પ્રવાસનનો સમન્વય સાધીને વિશ્વના પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય એ દિશામાં ગુજરાત સરકાર આગળ વધી રહી છે. રૈયોલીના ડાયનાસોર મ્યૂઝિયમથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધી મળી છે. ડાયનાસોર મ્યૂઝિયમ દ્વારા ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી હવે વિશ્વ નિહાળશે. રૈયોલીમાં 16.50 રૂપિયા કરોડના ખર્ચે નિર્માણ થયેલા દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્કને ખુલ્લો મૂકાયો છે. ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2 ના વિકાસ કામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયુ છે. 

અમૃત મહોત્સવમાં પ્રવાસન પ્રવૃત્તિ એક ભારત શ્રેષ્ઠ ભારત સાકાર કરવાનું સર્વોત્તમ ક્ષેત્ર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ અને પ્રવાસન પ્રવૃત્તિને  વેગ મળ્યો છે. ત્યારે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-ર પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપીને ગુજરાતમાં ટુરિઝમ સેક્ટરનો અમૃતકાળ લાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ અને પ્રવાસન પ્રવૃત્તિને  વેગ મળ્યો છે. ગુજરાત આજે વિશ્વના નક્શામાં મહત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહીસાગર જીલ્લાના રૈયોલીમાં ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા રૂ.૧૬.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક - ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2 ના વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. આ તકે મુખ્યંત્રી તથા મહાનુભાવોએ ડાયનાસોર મ્યુઝિયમની મુલાકાત લઈ ૫-ડી થિયેટર, ડિજિટલ ફોરેસ્ટ, ૩૬૦ ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી, એક્સપેરીમેન્ટ લેબ, સેમી સર્ક્યુલર પ્રોજેકશન, મૂડ લાઈટ, ૩-ડી પ્રોજેકશન મેપિંગ સહિત હોલોગ્રામનું જીણવટ પૂર્વક નિરીક્ષણ કરી નિહાળ્યું હતું. 

તેમણે કહ્યુ કે, રૈયોલીના ડાયનાસોર મ્યૂઝિયમથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિધ્ધિ હાસલ કરી છે. રૈયોલી ખાતે નિર્માણ પામેલા આ ડાયનાસોર મ્યૂઝિયમ દ્વારા ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી હવે વિશ્વ નિહાળશે. વડાપ્રધાન મોદીએ  પ્રવાસન સ્થળોને ઉજાગર કરવા સાથે  રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ વિશ્વ કક્ષાના આયોજનો કરી થીમ આધારિત મેળાઓનું આયોજન કરીને રાજ્યના ટુરીઝમને જીવંત કર્યું છે.

 તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ દ્વારા રોજગારીના અવસરો ઊભા થયા છે, રાજ્યમાં પ્રવાસનનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. પરિણામે રાજ્યના પ્રવાસન સ્થળોની મૂલાકાતે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોત્તર વધારો થયો છે. ગુજરાતમાં આજે રીલીજીયસ ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, સ્પોર્ટ્સ ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, બોર્ડર ટુરિઝમ, વાઈલ્ડ લાઈફ ટુરિઝમ, બીચ ટુરિઝમ જેવા વિવિધ પ્રવાસન ક્ષેત્રો વિકસ્યા છે. રૈયોલીના ડાયનાસોર મ્યૂઝિયમથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિધ્ધિ મેળવી છે. ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી વિશ્વને જોવા મળવાની છે. ગુજરાત પ્રાચીન ભૂમિ છે અને તેના મૂળિયા છેક પ્રાગૈતિહાસિક યુગ સુધી લંબાય છે. રૈયોલી ગામની ધરતી ગુજરાતના એ પ્રાગૈતિહાસિક યુગની સાક્ષી પુરે છે અને આપણે આ ઇતિહાસને દુનિયા સમક્ષ ખુલ્લો મુક્યો છે.

તેમણે કહ્યુ કે, ભારતના પ્રાગૈતિહાસિક યુગને જીવંત કરનારો આજનો પ્રસંગ છે. સ્ટીવન સ્પીલબર્ગે "જુરાસિક મ્યૂઝિયમ" નામની જગપ્રસિદ્ધ ફિલ્મ બનાવી હતી. ૧૯૯૩માં રિલીઝ થયેલી એ ફિલ્મ અબાલ-વૃદ્ધ સૌને ઘેલું લગાડ્યું હતું. લોકોએ પહેલી જ વખત વિરાટકાય ગરોળી જેવા ડાયનાસોરને સિનેમાના પડદે જોઇને ડાયનાસોર યુગના અદ્વિતીય રોમાંચનો અનુભવ કર્યો હતો. અત્યાર સુધી જે રોમાંચ આપણે સૌએ માત્ર ફિલ્મો અને ટેલિવિઝનના પડદે જ અનુભવ્યો હતો.  તે જ રોમાંચ ગુજરાતમાં આ મ્યૂઝિયમમાં ડાયનાસોર સ્ટેચ્યુમાં હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news