જામનગરમાં શુક્રવારે ચમકતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નરી આંખે જોઈ શકાશે, કરાયું ખાસ આયોજન
અવકાશ સંશોધન ક્ષેત્રે ખુબ ઉપયોગી પુરવાર થયેલા આ સ્પેસ સ્ટેશનને જામનગરના નભોમંડળમાં નરી આંખે જોઈ શકાશે.
Trending Photos
મુસ્તાક દલ, જામનગરઃ પૃથ્વીની બહાર ૪૦૮ કિ.મી.ની ઊંચાઈએ રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને ૧૪મી જાન્યુઆરીના સાંજે નરી આંખે જોઈ શકાશે. જામનગરના નભોમંડળમાં આ અવકાશી અલભ્ય નજારો જોવા મળવાનો છે. ત્યારે જામનગરની ખગોળપ્રેમી જનતાએ આ અવકાશી ઘટનાનો લહાવો લેવા અનુરોધ કરાયો છે.
આ અવકાશી યાનમાં હાલ માં ૭ યાત્રીઓ પ્રવાસ કરી રહ્યા છે. ૭૩.૦ મીટર ની લંબાઈ અને ૧૦૯ મીટરની પહોળાઇ ધરાવતું આ યાન ૭.૬૬ કિ.મીટર. પ્રતિ સેકન્ડની ઝડપે દર ૯૨.૬૮ મિનિટે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યુ છે. જેણે ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં પૃથ્વીની ૧,૩૧,૪૪૦ પ્રદક્ષિણા કરી લીધી છે.
જામનગર શહેરના નભોમંડળમાં ૧૪ જાન્યુઆરીને શુક્રવારના સાંજે ૭ વાગ્યા ને ૩૦ મિનિટ અને ૨૯ સેકન્ડ પછી દેખાવાનો પ્રારંભ થશે, અને સાત વાગ્યાને ૩૫ મિનિટને ૫૨ સેકન્ડ સુધી દક્ષિણ પશ્ચિમમાં અને ત્યાર પછી દક્ષિણ પૂર્વમાં જોઈ શકાશે. જે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ઊગી મધ્ય આકાશમાં મેષ રાશિમાંથી પસાર થઇ ચંદ્ર પાસે નીહાળી શકાશે.
સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરમાં આ નજારો સૌથી વધુ સાંજના સમય મુજબ જોવા જઈએતો રાજકોટમાં ૧૯ કલાક ૩૫ મિનિટ અને ૫૭ સેકન્ડ, અમદાવાદમાં ૧૯ કલાક ૩૬ મિનિટ અને ૫૨ સેકન્ડ, ધ્રોળ માં ૧૯ કલાક ૩૫ મિનિટ અને ૩૬ સેકન્ડ, દ્વારકામાં ૧૯ કલાક ૩૫ મીનિટ અને ૩૯ સેકન્ડ ના મધ્ય સમયે નરી આંખે જોઈ શકાશે.જેની પ્રકાશની તીવ્રતા. -૩.૯ કે જે શુક્ર ના ગૃહ જેટલો પ્રકાશીત છે. આ સ્પેસ સ્ટેશન ખુબ જ ચમકતા હોવાથી મધ્ય આકાશ માં અને બ્રમ્હમંડળ ના ચમકતા તારા બ્રમ્હહ્રદય પાસેથી પસાર થશે. ત્યારે નરી આંખે ૪ મિનિટ સુધી જોઈ શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે