IRMAના વિદ્યાર્થીઓ બંધ બારણે માણી રહ્યા હતા શરાબની મહેફિલ અને...Video

નોંધપાત્ર વાત એ છે કે આ સંસ્થામાં આવી ચોંકાવનારી ઘટના પહેલાં પણ બની ચૂકી છે

IRMAના વિદ્યાર્થીઓ બંધ બારણે માણી રહ્યા હતા શરાબની મહેફિલ અને...Video

આણંદ : IRMA (ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ)નો સમાવેશ દેશની ખ્યાતનામ મેનેજમેન્ટ કોલેજોમાં થાય છે. હાલમાં અહીં એક ચોંકાવનારી ઘટના બની છે. હાલમાં અહીંની હોસ્ટેલમાં વિદેશી શરાબની મહેફિલ માણતા 10 વિદ્યાર્થીઓને આણંદ એસઓજીએ રંગે હાથે ઝડપી લીધા હતા. નોંધપાત્ર વાત એ છે કે આ સંસ્થામાં આવી ચોંકાવનારી ઘટના પહેલાં પણ બની ચૂકી છે. 

માણી રહ્યા હતા મહેફિલ
પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે આણંદ એસઓજીને મોડી રાત્રે બાતમી મળી હતી કે IRMAમાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશી શરાબની પાર્ટી કરી રહ્યા છે. આ માહિતીના આણંદ એસઓજી એ મોડી રાત્રે દરોડા પડતા હોસ્ટેલની એક રૂમમાં 10 વિદ્યાર્થીઓ ભેગા મળી વિદેશી દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા. આ મામલામાં પોલીસે રૂમમાંથી એક વિદેશી શરાબની બોટલ પણ કબ્જે કરી છે.

અગાઉ પણ બન્યો હતો આવો બનાવ
IRMA કેમ્પસમાં અગાઉ પણ રેવ પાર્ટી માણતા પરપ્રાંતીય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને રંગે હાથ ઝડપવામાં આવ્યા હતા. ત્યારે આજે વધુ એક વખત IRMAમાંથી 10 વિદ્યાર્થીઓ શરાબની મહેફિલ માણતા ઝડપાયા છે. આ સંજોગોમાં દારૂબંધી ધરાવતા રાજ્યમાં વિદ્યાર્થી દારૂ ક્યાંથી લાવે એવો સવાલ પણ ઉભો થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news