જામનગરમાં પદ્માવત ફિલ્મનો વિરોધ શાંતિપૂર્ણ કરવા માટે કરણી સેનાની અપીલ

જામનગરમાં સિનેમાઘરોના માલિકો અને કરણીસેના વચ્ચે યોજાયેલી બેઠકમાં ફિલ્મ રીલિઝ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠક જિલ્લા કલેક્ટરે બોલાવી હતી. 

 જામનગરમાં પદ્માવત ફિલ્મનો વિરોધ શાંતિપૂર્ણ કરવા માટે કરણી સેનાની અપીલ

 

જામનગરઃ ગઈકાલે જિલ્લા કલેક્ટર દ્વારા કરણી સેના અને સિનેમાઘરોના માલિકો વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સિનેમાઘરોના માલિકોએ ખાતરી આપી હતી કે અમે ફિલ્મ પદ્માવત રીલિઝ નહીં કરીએ. સિનેમાઘરો દ્વારા આપવામાં આવેલા આ વિશ્વાસ બાદ કરણી સેનાએ આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. આ પરિષદમાં તેમણે જણાવ્યું કે અમે શહેરમાં શાંતિ જળવાઈ રહે અને સરકારની કોઈપણ સંપતિને નુકશાન નહીં થાય તે રીતે પ્રદર્શન કરીશું. 

શહેરમાં ફિલ્મ રીલિઝ નહીં થવાની ખારતી મળતા કરણિ સેનાના હાલારના પ્રભારી દોલતસિંહ જાડેજા, પ્રભારી કરણદેવ સિંહ જાડેજા અને અન્ય રાજપૂત સમાજના આગેવાનોએ એક પત્રકાર પરિષદ કરી હતી. આ પરિષદમાં બ્રહ્મ સમાજના આગેવાનો પણ ઉતસ્થિત રહ્યાં હતા. પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે, જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને રાજપૂત કરણી સેના અને સમાજના અન્ય આગેવાનો તથા સિનેમાઘરના માલિકો વચ્ચે એક બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરમાં ફિલ્મ રીલિઝ નહીં થાય તેની ખાતરી આપી હતી તેથી હવે અમે આ ફિલ્મને લઈને કોઈ હિંસક પ્રદર્શન નહીં કરીએ અમે શાંતિથી અમારો વિરોધ કરીશું. હવે લોકોને કોઈપણ તકલિફ નહીં પડે અને કોઈપણ સરકારી સંપતિને નુકશાન નહીં થાય. તેઓએ વધુમાં જણાવ્યું કે ફિલ્મને લઈને વિરોધ ચાલું રહેશે પણ વિરોધ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news