SBIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું, આવકવેરાના છૂટની સીમા વધારીને આટલા લાખ કરવાની જરૂરીયાત

સાતમા પગારપંચ બાદ વ્યક્તિગત ખર્ચ યોગ્ય આવકમાં વૃદ્ધિની સાથે આવકવેરાના છૂટની સીમા 50 હજાર રૂપિયા વધારીને 3 લાખ રૂપિયા કરવાની જરૂરીયાત છે. આ વાત એસબીઆઈના એક રિપોર્ટમાં કહેવામાં આવી છે. આ પગલાથી 75 લાખ લોકોને ફાયદો થશે. 

 

 SBIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું, આવકવેરાના છૂટની સીમા વધારીને આટલા લાખ કરવાની જરૂરીયાત

નવી દિલ્હીઃ સાતમાં પગારપંચ બાદ વ્યક્તિગત ખર્ચ અને યોગ્ય આવકમાં વૃદ્ધિની સાથે આવકની સીમાની છૂટ 50 હજારથી વધારીને 3 લાખ રૂપિયા કરવાની જરૂરીયાત છે. આ વાત એસબીઆઈના એક રિપોર્ટમાં કરવામાં આવી છે. આ પગલાથી આશરે 75 લાખ લોકોને ફાયદો થશે. એસબીઆઈ ઈકોરેપ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, હાલમાં મકાન કર્જદારો માટે વ્યાજ ચૂકવણીની સીમા 2 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ કરવામાં આવે તો તેનાથી 75 લાખ મકાન ખરીદદારોને સીધો લાભ થશે. જ્યારે સરકારને તેનો ખર્ચ 7,500 કરોડ થશે. 

એક ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ
નાણાપ્રધાન અરૂણ જેટલી એનડીએની હાલની સરકારનું પાંચમું અને અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, સાતમાં પગારપંચને કારણે વ્યક્તિગત ખર્ચની યોગ્ય આવક વધી છે. તેથી અમારૂ માનવું છે કે ટેક્સની સીમા વધારીને 3 લાખ કરવામાં આવે. જો આમ થશે તો આશરે 75 લાખ જેટલા લોકોને આનો લાભ મળશે. 

બચતને પ્રોત્સાહન આપવાની જરૂરીયાત 
બજેટને લઈને જારી આ રિપોર્ટમાં બેન્કમાં પૈસા જમા થાય તેને પ્રોત્સાહન મળે તેની વાત કરવામાં આવી છે. બચતને પ્રોત્સાહન આપવા માટે સરકાર બેન્કમાં જમા રકમના વ્યાજ પર છૂટ આપી શકે છે. આ સાથે જ દરેક બચતની સીમાઓની અવધી પણ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવાની જરૂરીયાત છે આ સાથે આ જમા રકમને છૂટ અંતર્ગત લાવવાની જરૂરીયાત છે. 

એસબીઆઈના રિપોર્ટ પ્રમાણે આગામી બજેટના સંદર્ભમાં આ આશાની વૃદ્ધિના સિદ્ધાંતો પર આધારિત છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું કે, અમરૂ અનુમાન છે કે બજેટમાં કૃષિ, એમએસએમઈ અને પાયાની સુવિધા તથા સસ્તા મકાન પર ધ્યાન આપવામાં આવે। રોકાણની ગતીના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે જે યોજનાઓમાં વિલંબ થયો છે તેના ખર્ચની વૃદ્ધિ બરાબર સબસિડી આપી શકાય છે. 

સરકાર આવા મામલામાં વ્યાજદરમાં લાભ આપી શકે છે. આ સાથે સંગઠિત ક્ષેત્રમાં રોજગારી ઉત્પન કરવા વિશેના આંકડા મહિને જાહેર કરવાની જરૂરીયાત છે, કેમ કે આ વિશે વધારે માહિતી આવતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news