કઈ રીતે પારધીના તીરનો શિકાર બન્યા હતા શ્રીકૃષ્ણ? સોમનાથ સાથે શું હતો સંબંધ? ભગવાને કેવી રીતે સંકેલી માયા?

Bhalka Tirtha: સોમનાથ મંદિરથી દૂર વેરાવળ શહેરમાં આવેલુ ભાલકા તીર્થધામ ભાલકા તીર્થ ક્ષેત્ર તરીકે શા માટે ઓળખાયું? ભાલકાનો અર્થ ભાલુ અથવા તીર એમ કરવામાં આવે છે. જાણવા જેવી છે આ રોચક કથા.

 

કઈ રીતે પારધીના તીરનો શિકાર બન્યા હતા શ્રીકૃષ્ણ? સોમનાથ સાથે શું હતો સંબંધ? ભગવાને કેવી રીતે સંકેલી માયા?

ઝી બ્યૂરો, અમદાવાદઃ જન્માષ્ટ્રમીનો તહેવાર સમગ્ર દેશમાં ધામધુમ પૂર્વક મનાવવામાં આવે છે. સમગ્ર દેશમાં ભક્તિ અને ભાવ સાથે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, કૃષ્ણ ભક્તોમાં જન્માષ્ટમીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે અમે આપને ભગવાન કૃષ્ણ અને સોમનાથ તીર્થ ભૂમિ વચ્ચે શું હતો ગાઢ સંબંધ?, જગતગુરુ શ્રી કૃષ્ણે કઈ પાવન ભૂમિ પર લીધા અંતિમશ્વાસ?, તેની રોચક જાણકારી આપીશું.

ભગવાને જ્યાં માયા સંકેલી તે તીર્થ એટલે ભાલકા તીર્થઃ-
શ્રી કૃષ્ણ દ્વારા જીવન લીલા સમેટી તે ધાર્મિક સ્થળ એટલે ભાલકા તીર્થ ક્ષેત્ર, સોમનાથ નજીક આવેલું ભાલકા તીર્થ કે જ્યાં જગતગુરુ કૃષ્ણે પોતાની જીવન લીલા સમેટી લઈને અંતિમશ્વાસ લીધા હતા. પ્રાચીન ધાર્મિક માન્યાતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ મહાદેવનાં અનન્ય ભક્ત હતા. ભગવાન કૃષ્ણ દ્વારકાધિશ હતા ત્યાંથી તેઓ સોમનાથ મહાદેવના દર્શન માટે આવતા હતા. સોમનાથ મહાદેવ મંદિર અનેક વખત બંધાયું જેમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ કાસ્ટનું સોમનાથ મંદિર બનાવ્યું હોવાનું ઉલ્લેખ પુરાણોમાં આજે પણ જોવા મળે છે.

ભાલકા તીર્થમાં કૃષ્ણ પારધીના તીરનો બન્યા હતા શિકારઃ-
સોમનાથ મંદિરથી દૂર વેરાવળ શહેરમાં આવેલુ ભાલકા તીર્થધામ ભાલકા તીર્થ ક્ષેત્ર તરીકે શા માટે ઓળખાયું? ભાલકાનો અર્થ ભાલુ અથવા તીર એમ કરવામાં આવે છે. રણછોડને જે સ્થળે પારધી દ્વારા ભાલુ મારવામાં આવ્યું ત્યારથી આ ભૂમિને ભાલકા તીર્થ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીં સમગ્ર દેશ અને દુનિયામાંથી દર્શનાર્થીઓ ક્રિષ્ણાના દર્શન માટે આવે છે. મહાભારત યુદ્ધમાં કૌરવોની હાર થયા બાદ ગાંધારીએ ભગવાન કૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે યાદવો અંદરો અંદર લડી મરી પરવારશે.

ગાંધારીના શ્રાપને કારણે કૃષ્ણ દ્વારિકાથી ત્રિવેણી ઘાટ આવ્યાઃ-
ગાંધારીના શ્રાપને કારણે ભગવાન કૃષ્ણ તમામ યાદવોને દ્વારિકાથી સોમનાથ નજીક ત્રિવેણી ઘાટ લઇને આવ્યા. અહીં યાદવો અંદરો અંદરની લડાઈને કારણે નાશવંત થયા ત્યાર બાદ યાદવોના મોક્ષ માટે ભગવાન શ્રીકૃષ્ણએ ત્રિવેણી ઘાટ ખાતે તર્પણ કરાવ્યું હોવાની ધાર્મિક માન્યતા છે. ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથ મંદિરથી ભાલકા તીર્થ ક્ષેત્રમાં આવેલા પીપળાના વૃક્ષ નીચે પોતાની જીવન લીલા સમેટી આરામ કરી રહ્યા હતા તે સમયે સોમનાથનાં દરિયા કિનારા પરથી જરા નામના પારધીએ ભગવાનના ચમકતા ચન્દ્રને હરણ સમજી તીર છોડતા તે તીર કૃષ્ણના પગ વીંધીને કપાળમાં ભોંકાયું હતું. 

જરા નામના પારધીનો ત્રેતા યુગમાં રામે કર્યો હતો ઉલ્લેખઃ-
કૃષ્ણને તીર ભોંકનાર જરા નામનો પારધીનો ઉલ્લેખ ત્રેતા યુગના રામા અવતારમાં જોવા મળે છે. ભગવાન શ્રીરામે વાલીને સુગ્રીવ સામેના યુદ્ધમાં છળથી માર્યા હતા જેને લઈને રામે વાલીને વચન આપ્યું હતું કે, કૃષ્ણા અવતારમાં તું પારધી બનીશ અને દ્વાપર યુગમાં તારૂં તીર મારા મૃત્યુ નું કારણ બનશે, ભગવાન શ્રીકૃષ્ણ જરા નામના પારધીના તીરનો ભોગ બન્યા બાદ સોમનાથ મહાદેવ મંદિર નજીક ત્રિવેણી ઘાટ જવાની ઈચ્છા વ્યક્ત કરી જેને મોટા ભાઈ બલરામે પૂર્ણ કરતા કૃષ્ણને ત્રિવેણી ઘાટ લઇ જવામાં આવ્યા હતા.

જ્યાં જીવન લીલા સંકેલી તે ગૌલોક ધામ આજે પણ આસ્થાનું કેન્દ્ર
જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ એ જગત પરની તેમની જીવન લીલા સમેટી લીધી હતી તે સ્થળ આજે ગોલોક ધામ તરીકે ઓળખાય છે. ભગવાન શ્રીકૃષ્ણને જે જગ્યા પર રખાયા હતા તે જગ્યા પર ભગવાનની ચરણ પાદુકાનું પૂજન આજે પણ થઇ રહ્યું છે કૃષ્ણના ગોલોક ધામ ગયા બાદ ભાઈ બલરામ પણ નાગ સ્વરૂપે થોડે દૂર પાતાળલોક ગયા હોવાની વાયકા આજે પણ અસ્તિત્વ ધરાવી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news