રૂપિયા પાછા આપવાના બહાને ભત્રીજો કાકીના ઘરે લઈ જવાના બદલે સીમમાં લઈ ગયો, અને....

કહેવાય છે કે જર, જમીન ને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું, અને તેના માટે યુદ્ધ અને હત્યાઓ સામાન્ય છે. આવી જ એક ઘટના બની કે, જ્યાં પૈસા માટે ભત્રીજાએ તેના કાકીની હત્યા (crime news) કરી છે. કાકીએ આપેલ માત્ર 20 હજાર રૂપિયા પરત માગતા ભત્રીજાએ કાકીને મોત (murder) ને ઘાટ ઉતારી દીધી છે. 

રૂપિયા પાછા આપવાના બહાને ભત્રીજો કાકીના ઘરે લઈ જવાના બદલે સીમમાં લઈ ગયો, અને....

નરેશ ભાલીયા/જેતપુર :કહેવાય છે કે જર, જમીન ને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું, અને તેના માટે યુદ્ધ અને હત્યાઓ સામાન્ય છે. આવી જ એક ઘટના બની કે, જ્યાં પૈસા માટે ભત્રીજાએ તેના કાકીની હત્યા (crime news) કરી છે. કાકીએ આપેલ માત્ર 20 હજાર રૂપિયા પરત માગતા ભત્રીજાએ કાકીને મોત (murder) ને ઘાટ ઉતારી દીધી છે. 

જસદણ તાલુકાના દહીસરની વતની અને બરવાળાના પાટિયા પાસે ખેતીમાં ભાગિયો રાખીને ખેતી કરતી બરવાળાની મહિલા પાર્વતીબેન વિઠ્ઠલભાઈ સાકરીયાને ઝેરી અસર થઈ હતી. જેથી તેમને રાજકોટ ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનુ મોત નિપજ્યુ હતું. જોકે, મૃત્યુ પહેલ પાર્વતિબેને રાજકોટ પોલીસને નિવેદન આપ્યું હતું કે, તેઓ જસદણમાં હતા ત્યારે મુખ્ય બજારમાં તેમનો ભત્રીજો અર્જુન મળ્યો હતો અને ત્યારે પાર્વતીબેને ભત્રીજા પાસેથી ઉછીના આપેલા રૂપિયા પરત માંગ્યા હતા. ત્યારે અર્જુને કહ્યું હતું કે, ‘ચાલો ઘરે હું તમને પૈસા આપું છું. તેમ કહીને અર્જુન તેની કાકી પાર્વતીબેનને સીમ વિસ્તારમાં લઈ ગયો હતો અને જ્યાં તેમને બાંધીને ઝેરી દવા પીવડાવી હતી.

મરનાર પાવર્તીબેનની મરતા પહેલા આપેલ કેફિયત મુજબ, તારીખ 8 નવેમ્બરના રોજ તેઓ ભત્રીજાની સગાઈ માટે જસદણ તાલુકાના લોઢિડા ગામે આવ્યા અને ત્યાંથી પરત બરવાળા જતા સમયે સાંજે મોડુ થઇ ગયું હતું. તેઓ સરધારથી જસદણ સાંજે સાતેક વાગ્યે પહોંચ્યા હતા. ત્યારે પોતાને ત્યાં મેઇન બજારમાં કુટુંબી ભત્રીજો અર્જુન બીજલભાઇ સાકરીયા મળ્યો હતો. પાર્વતીબેને અર્જુનને અગાઉ 20 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. તેથી રસ્તા વચ્ચે જ અર્જુન પાસેથી ઉઘરાણી કરી હતી. આ બાદ ભત્રીજો અર્જુન તેમને રૂપિયા આપવાના બહાને ઘરે લઈ જવાના બદલે સીમમાં લઈ ગયો હતો. અને ત્યાં પોતાને બાંધી દઇ ઝેરી દવા પાઇ દીધી હતી. બીજા દિવસે પાર્વતીબેન માંડ માંડ છૂટ્યા હતા, જેથી તેમણે પોતાના અન્ય ભાણેજ ભાવેશ તથા પુત્ર ઝવેરનો સંપર્ક કર્યો હતો. ઝેરની વાત જાણતા જ બંનેએ પાર્વતીબેનને હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. 

સમગ્ર હકીકત ઉપર ભાણેજ ભાવેશે પણ કહ્યું હતું કે, 8 તારીખે મેં પાર્વતીબેનને ફોન કરતા તેમનો મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો હતો. તેથી મેં એવું વિચાર્યું કે, તેઓ જેઠના ઘરે રાત્ર રોકાઈ ગયા હશે અને બીજા દિવસે માસીનો સામેથી ફોન આવતા ભત્રીજાએ દવા પીવડાવી દીધાની કેફિયત કરી હતી. રાજકોટ પોલીસે ભત્રીજા અર્જુનને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેવુ ગોંડલના ડીવાયએસપી પીએ ઝાલાએ જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news