ગુજરાતમાં સરકારી નોકરીની ‘બહાર’ આવી : આ વિભાગે કરી ભરતીની જાહેરાત

Gujarat Metro Rail Recruitment : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અધિકારી કક્ષાની આ ભરતી માટે અરજી કરવા માગતા ઉમેદવારો માટે અહીં લાયકાત, યોગ્યતા, પગાર સહિતની વિગતો આપવામાં આવી છે

ગુજરાતમાં સરકારી નોકરીની ‘બહાર’ આવી : આ વિભાગે કરી ભરતીની જાહેરાત

GMRC RECRUITMENT 2023 : ગુજરાતમા હવે સરકારી નોકરીની તકો ખૂલી રહી છે. જે લોકો સરકારી નોકરીની તૈયારીઓ કરી રહ્યાં છે, અને પરીક્ષા આપી રહ્યાં છે તેઓ માટે વધુ એક ઓફર સામે આવી છે. હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાંબા સમયથી નોકરીની રાહ જોતા લોકો માટે આ તક શાનદાર છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં ચીફ વિજિલન્સ ઓફિસરની ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં ત્રણ વર્ષ માટે ભરતી કરવામાં આવશે. જોકે, આ ભરતી કાયમી નથી, ડેપ્યુટેશન પર અધિકારીની નિમણૂંક કરવામાં આવે છે. આ સમયને વધારીને 5 વર્ષ સુધી લંબાવવામાં પણ આવી શકે છે. આ પદ માટે અરજી કરવા માગતા અધિકારીની પોસ્ટ ગ્રુપ-A ની હોય તે જરુરી છે. રેલવેના ગ્રુપ-A એન્જિનિયરિંગમાં ટેક્નિકલ શાખાઓમાં કામ કરવાનો અનુભવ ધરાવતા અધિકારીઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આ સાથે ઉમેદવાર લાયકાતની સાથે અનુભવ ધરાવતા હોય તે પણ જરુરી છે. જેની વિગતો મૂળ જાહેરાતમાં આપવામાં આવી છે.

આ પણ વાંચો : 

ચીફ વિજિલન્સ ઓફિસરની અરજી કરવા માટે કેટલાક નિયમો રાખવામા આવ્યા છે. જેમ કે, કંપનીની પોલિસી પ્રમાણે પગાર સહિતના અન્ય લાભો પણ આપરવામાં આવશે. પહેલાથી આ કંપની સાથે જોડાયેલા, જેઓ હાલ ડેપ્યુટેશન પર છે તેઓ આ ભરતીમાં ભાગ લઈ શકશે નહીં. પાછલા ત્રણ વર્ષના ગાળામાં જેમણે GMRCL સંસ્થા/કચેરી કે કોઈ પણ રીતે સંકળાયેલા હોય તેઓને અરજી માન્ય રાખવામાં આવશે નહીં. જેમની પસંદગી કરવામાં આવશે તેઓને અમદાવાદ/ ગાંધીનગર/ સુરત કે GMRCના ગુજરાતના અન્ય પ્રોજેક્ટ માટે ફરજ સોંપવામાં આવશે. સરકારી ધારાધોરણ પ્રમાણે HRAની ચૂકવણી કરવામાં આવશે. સીધી કે આડકતરી રીતે રાજકારણ કે બહારી પ્રભાવ સાથે સંકાળાયેલા ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવશે.

અરજી કરવાની રીત
અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ, બ્લોક-1, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર-10/A, ગાંધીનગર- 382010 પર પોસ્ટ કે કુરિયર મોકલવાનું રહેશે. જેના કવર પર APPLICATION FOR THE POST OF CHIEF VIGILANCE OFFICER એવું લખવું. આ માટેની એપ્લિકેશન 29 એપ્રિલ, 2023 બપોરે 3 વાગ્યા સુધી મોકલી દેવી. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news