ગુજરાતમાં PM મોદીની ટોપ લેવલની બેઠક : CM, પાટિલ સહિત ટોચના IAS સાથે કરી કલાકો મીટિંગ, નવાજૂની થવાના એંધાણ

PM Modi In Gandhinagar : પ્રધાનમંત્રી મોદીની રાજભવનમાં મહત્વની બેઠકો..... રાજ્યના મંત્રી મંડળના વિસ્તરણ, સંગઠનમાં ફેરફાર, બોર્ડ નિગમમાં નિયુક્તિ અને વિકાસ કાર્યો અંગે ચર્ચા..... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ પણ બેઠકમાં હાજર.....

ગુજરાતમાં PM મોદીની ટોપ લેવલની બેઠક : CM, પાટિલ સહિત ટોચના IAS સાથે કરી કલાકો મીટિંગ, નવાજૂની થવાના એંધાણ

PM Modi Secret Meeting : પ્રધાનમંત્રીએ નમો સ્ટેડિયમમાં ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયાની મેચનો ટોચ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો. જેના બાદ પ્રધાનમંત્રી રાજભવન રવાના થયા હતા. પરંતું ત્યાર બાદથી તેઓ સતત ગુજરાતના નેતાઓ સાથે બંધબારણે મીટિંગ કરી રહ્યાં છે. પીએમ મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે રાજભવનમાં દોઢ કલાક ગુપ્ત બેઠકો કરી હતી. તેના બાદ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા. તો ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર સાથેની પણ બેઠક પૂર્ણ થઈ છે. બંને પ્રધાનમંત્રીને મળી રાજભવનથી નીકળ્યા હતા. તો ગુજરાતના અનેક સિનિયર આઈએસ અધિકારીઓને પણ પ્રધાનમંત્રીએ રાજભવનમાં બોલાવ્યા છે. ત્યારે  રાજભવનમાં સરકાર અને સંગઠન સાથે PM મોદીની મહત્વની ગુપ્ત બેઠકોમાં શુ રંધાયુ તે હજી સામે આવ્યું નથી. પરતું શું ફરી મોટા ફેરફાર આવવાના આ સંકેત છે તેવી ચર્ચા વહેતી થઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સરકાર અને સંગઠનની બેઠક પૂર્ણ થઈ છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર રાજભવનથી રવાના થયા છે. અંદાજે 1.30 કલાક ચાલી રાજભવન ખાતે બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. ત્યારે સરકાર અને સંગઠનની બેઠક બાદ હવે પ્રધાનમંત્રીની હાજરીમાં અન્ય મહત્વની બેઠકો શરૂ થઈ છે. જેમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, મુખ્યસચિવ રાજકુમાર સહિતના સિનિયર અધિકારીઓ રાજભવનમાં જોવા મળ્યા હતા. આ બેઠકોમાં ગુજરાતના વિક્સલક્ષી પ્રોજેક્ટોની સમીક્ષા થશે. જેમાં મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, સાબરમતી રીડેવલપમેન્ટ સહિતના વિષયો પર ચર્ચા થશે.

મેચ બાદ સીધા ગાંધીનગર પહોંચ્યા હતા પીએમ
પીએ મોદી મોટેરા સ્ટેડિયમથી સીધા રાજભવન ખાતે જવા રવાના થયા હતા. પ્રધાનમંત્રીના કાફલાની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાફલો પણ રાજભવન પહોંચંયો હતો. જેમાં રાજભવન ખાતે પ્રધાનમંત્રીએ મોદી મહત્વની બેઠકો કરવાના છે.  રાજભવન ખાતે 10.30 થી 2.30 સુધીના 4 કલાકનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શિડ્યુલ સામે આવ્યું હતું. રાજભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહત્વની બેઠક કરશે. ગુજરાતના વિકાસ કાર્યોની પીએમ મોદી સમીક્ષા કરશે. સાથે જ ગુજરાતના રાજકીય મુદ્દાઓને લઈને પણ પીએમ મોદી બેઠક કરશે. બોર્ડ નિગમ નિયુક્તિ, રાજ્યના મંત્રી મંડળના વિસ્તરણ, સંગઠનમાં ફેરબદલ જેવા વિષયો પર પ્રધાનમંત્રી રાજકીય આગેવાનો સાથે બેઠક કરશે. તેના બાદ રાજભવનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 2.35 કલાકે એરપોર્ટ જવા રવાના થશે. બપોર 3 પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news