રાજ્યસભા ચૂંટણી: બીજેપી-કોંગ્રેસની અંદરોઅંદરની ખેંચતાણમાં 2 નેતા બનશે હુકમનો એક્કો

રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) ને લઈ ભાજપની કવાયત તેજ થઈ છે. બે ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતારવા ભાજપ વિચારણા કરી રહ્યું છે, ત્યારે સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, શંભુપ્રસાદ ટૂંડિયાને બીજેપી (BJP) રિપીટ નહિ કરે અને તેમના સ્થાને આત્મારામ પરમાર અને રમણલાલ વોરાને ટિકિટ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ ઉપરાંત બાબુ જેબલિયાનું નામ પણ ચર્ચામાં છે, તો બીજા ઉમેદવાર તરીકે ભાજપ ક્ષત્રિય કે બ્રાહ્મણ નેતાને ટિકિટ આપી શકે છે. હાલ ભાજપના રાજ્યસભામાં બે પાટીદાર, એક ક્ષત્રિય, 2 ઓબીસી અને એક એસસી-એસટી નેતાઓનું સ્થાન છે. ભાજપના એક ક્ષત્રિય, એક એસસી-એસટી અને એક ઓબીસી નેતાની બેઠક ખાલી થઈ રહી છે, ત્યારે પક્ષ દ્વારા એસસી-એસટી, ક્ષત્રિય કે બ્રાહ્મણ નેતાને રાજ્યસભામાં મોકલી શકાય છે, અને જો ભાજપ ત્રણ ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતારે તો 1 એસસી-એસટી (SC-ST), 1 ઓબીસી (OBC) અને 1 પાટીદાર નેતાને ટિકિટ આપી શકે છે.

રાજ્યસભા ચૂંટણી: બીજેપી-કોંગ્રેસની અંદરોઅંદરની ખેંચતાણમાં 2 નેતા બનશે હુકમનો એક્કો

હિતેન વિઠલાણી/દિલ્હી :રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) ને લઈ ભાજપની કવાયત તેજ થઈ છે. બે ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતારવા ભાજપ વિચારણા કરી રહ્યું છે, ત્યારે સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, શંભુપ્રસાદ ટૂંડિયાને બીજેપી (BJP) રિપીટ નહિ કરે અને તેમના સ્થાને આત્મારામ પરમાર અને રમણલાલ વોરાને ટિકિટ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ ઉપરાંત બાબુ જેબલિયાનું નામ પણ ચર્ચામાં છે, તો બીજા ઉમેદવાર તરીકે ભાજપ ક્ષત્રિય કે બ્રાહ્મણ નેતાને ટિકિટ આપી શકે છે. હાલ ભાજપના રાજ્યસભામાં બે પાટીદાર, એક ક્ષત્રિય, 2 ઓબીસી અને એક એસસી-એસટી નેતાઓનું સ્થાન છે. ભાજપના એક ક્ષત્રિય, એક એસસી-એસટી અને એક ઓબીસી નેતાની બેઠક ખાલી થઈ રહી છે, ત્યારે પક્ષ દ્વારા એસસી-એસટી, ક્ષત્રિય કે બ્રાહ્મણ નેતાને રાજ્યસભામાં મોકલી શકાય છે, અને જો ભાજપ ત્રણ ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતારે તો 1 એસસી-એસટી (SC-ST), 1 ઓબીસી (OBC) અને 1 પાટીદાર નેતાને ટિકિટ આપી શકે છે.

હોળીની પાર્ટીમાં બધાની સામે પ્રિયંકા અને નિકે કરી એવી હરકત કે...

કોંગ્રેસમાં ભરતસિંહ સોલંકીના નામની ચર્ચા તેજ 
તો બીજી તરફ, કોંગ્રેસ (Congress) માંથી રાજ્યસભામાં ભરતસિંહ સોલંકીને મોકલવાની માંગ ઉઠી છે, ભરતસિંહને ટીકીટ આપી OBC સમાજને મહત્વ આપી કોંગ્રેસની મતબેંક મજબૂત કરવાની અપીલ પણ કરાઈ રહી છે. થોડા સમય પહેલાં હાર્દિક પટેલને પણ રાજ્યસભામાં મોકલવાની માંગ ઉઠી હતી. રાજ્યસભાની ચૂંટણી માટે પાટીદાર ધારાસભ્યોએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલનું નામ આપ્યું હતું. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે પણ હાર્દિક પટેલના નામની ભલામણ કરી હતી. જોકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સી જે ચાવડા અને બળદેવજી ઠાકોરે હાર્દિક પટેલના નામનો વિરોધ કર્યો હતો. પણ સૌથી મોટી વાત એ છે કે, હાર્દિક પટેલ છે ક્યાં? કારણ કે પોલીસે કરેલી ધરપકડ બાદ હાર્દિક એક પણ જગ્યાએ દેખાય નથી રહ્યાં.

રફ્તારની કહેરનો વીડિયો આવ્યો સામે, જુઓ કેવી રીતે સર્જાયો અકસ્માત

કોંગ્રેસમાં મધુસુદુ મિસ્ત્રીનો થયો વિરોધ 
રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રભારી સમક્ષ મધુસુદન મિસ્ત્રીને રિપીટ ન કરવા રજૂઆત કરી છે. કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોએ મધુસુદન મિસ્ત્રીનો વિરોધ કર્યો હતો. જેથી આ મામલે પ્રભારીએ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરી હતી. જેમાં મોટાભાગના ધારાસભ્યોએ નવા અને યુવા ચહેરાને તક આપવાની માંગ કરી હતી. તો અત્યારે હાઈકમાન્ડના સૌથી નજીકના ગુજરાતી નેતા જેઓને અહેમદ પટેલને જીતડવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી, તેવા શક્તિસિંહ ગોહિલને પણ રાજ્યસભામાં મોકલવાની વાત સામે આવી રહી છે.

કોણ બનશે હુકમનો એક્કો
તો બીજી તરફ, કોંગ્રેસ-ભાજપમાં ટિકીટ માટે અંદરોઅંદર ખેંચતાણ દેખાઈ રહ્યું છે. એવામાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રીજી બેઠક જાળવી રાખવા એડીચોટીનુ જોર લગાવશે તેવી પણ ચર્ચા છે. ભાજપ એનસીપીના એક ધારાસભ્ય ઉપરાંત બીટીપીના બે ધારાસભ્યોને પોતાની છાવણીમાં પણ લાવી શકે છે. આ જોતાં એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલા અને બીટીપીના નેતા છોટુ વસાવા હુકમનો એક્કો બની શકે છે. ગત વખતે આ જ છોટુ વસાવાના એક મતથી કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ રાજ્યસભાની ચૂંટણી જીત્યા હતાં. હવે આ વખતે એનસીપી અને બીટીપીના ત્રણ મતો પર ભાજપની નજર છે. કારણકે ગત વખતે પણ એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને જ મત આપ્યો હતો.

બનાસકાંઠાના આ ગામ માટે હોળી સાબિત થાય છે ગોઝારી એટલે લેવાયો છે મોટો નિર્ણય

ભાજપની ત્રણ બેઠકો અને કોંગ્રેસની એક બેઠક ખાલી 
ગુજરાતમાં રાજ્યસભાની કુલ ચાર બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. ભાજપની ત્રણ બેઠકો અને કોંગ્રેસની એક બેઠક ખાલી પડી રહી છે. ધારાસભ્યના અંક ગણિત મુજબ કોંગ્રેસને બે બેઠકો માટે 72 મતો મળી જશે તેવો વિશ્વાસ દેખાડાઈ રહ્યો છે. કારણકે કોંગ્રેસના સૂત્રોનું માનવું છે કે, બીટીપી ગત વખતની જેમ આ વખતે કોંગ્રેસની સાથે જ રહેશે. અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ કોંગ્રેસને જ મત આપશે. આ જોતાં કોંગ્રેસને ફાળે બે બેઠકો જઇ શકે છે. આમ છતાંય ભાજપ ત્રીજો ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતારશે તેવી શક્યતા દેખાઈ રહી છે. એવામાં કોને ટિકીટ આપવી તે દિલ્હીથી જ બંને પાર્ટીના હાઈકમાન્ડ જ નક્કી કરશે. પણ નવો ચહેરો હશે કે પછી કોઇક જાણીતા નેતાને ટિકીટ અપાય છે તે અંગે તર્કવિતર્ક સામે આવી રહ્યા છે. ત્યારે સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, બીજેપી રંગપંચમીના દિવસે ચૂંટણી સમિતિની બેઠક યોજી ઉમેદવાર નક્કી કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news