ટ્રેનમાં મુસાફરી દરમિયાન કર્યું આ કામ તો થશે પાંચ વર્ષની જેલ, જાણો નવો નિયમ

કોરોના કાળમાં ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોએ અનેક બાબતનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.   

Updated By: Oct 26, 2020, 10:21 PM IST
ટ્રેનમાં મુસાફરી દરમિયાન કર્યું આ કામ તો થશે પાંચ વર્ષની જેલ, જાણો નવો નિયમ

નવી દિલ્હીઃ કોરોના કાળમાં ટ્રેનમાં યાત્રા કરનાર સાવધાન થઈ જાવ. ભારતીય રેલવેએ એક અભિયાન શરૂ કર્યું છે, જે હેઠળ સફર દરમિયાન કોરોના સંક્રમણ કરાવનારને પાંચ વર્ષ સુધી જેલ મોકલવામાં આવી શકે છે. ઉત્તર પશ્ચિમ રેલવેએ એક જાગરૂકતા અભિયાન શરૂ કર્યું છે, જે હેઠળ કોવિડ-19 સંક્રમણથી બચાવના ઉપાયો વિશે લોકોને જાગરૂત કરવામાં આવી રહ્યાં છે. ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુનીલ બેનીવાલ પ્રમાણે જો કોઈ વ્યક્તિ રેલવે સ્ટેશનો કે ટ્રેનોમાં જારી દિશા-નિર્દેશોનું પાલન કરતો નથી અને કોરોના સંક્રમણ ફેલાવવા માટે જવાબદાર ઠરે તો રેલવે આવા વ્યક્તિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે. 

5 વર્ષની સજાની સાથે દંડ
અમારી સહયોગી વેબસાઇટ Zeebiz.com પ્રમાણે જો યાત્રી ઇરાદાપૂર્વક કોવિડ પ્રોટોકોલ તોડવાનો દોષિ સાબિત થાય તો પછી તેના વિરુદ્ધ રેલવે એક્ટ 1989 હેઠળ પાંચ વર્ષની સજા અને દંડની કાર્યવાહી કરવામાં આવી શકે છે. 

Flipkart ના Big Diwali Sale માટે થઇ જાવ તૈયાર, 80% સુધી મળશે ડિસ્કાઉન્ટ

કોવિડ પ્રોટોકોલ
જો યાત્રિ ટ્રેનમાં માસ્ક ન પહેરે, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન ન કરે, કોવિડ સંક્રમણમાં યાત્રા કરે, જાહેરમાં થૂંકે, ગંદકી ફેલાવવા પર સજા થશે. કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા રેલવે માત્ર રિઝર્વ ટ્રેન ચલાવી રહી છે. સાથે ટ્રેનોમાં સંપૂર્ણ રીતે હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. સ્ટેશન પર પણ માત્ર તે યાત્રિકોને મંજૂરી છે જેની પાસે કન્ફર્મ ટિકિટ છે. 
 

ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube