સમાજને ચીંધ્યો નવો માર્ગ: કોયલી ગામની મહિલાઓએ બનાવી ગોબરમાંથી એવી વસ્તુઓ કે દેશ-વિદેશમાં ભારે ડિમાન્ડ

છાણના દિવડામાં રંગરંગાન કરી માર્કેટમાં વેચવામાં આવે છે. જેના બનાવવામાં તોરણ, હવનના ખાસ છાંણા, કપૂર, ગૂગળ સહિતની સુગંધીત વસ્તુઓનો ઉપયોગ થાય છે. જેની ના માત્ર દેશ પણ વિદેશમાં પણ ડિમાન્ડ જોવા મળી રહી છે.

સમાજને ચીંધ્યો નવો માર્ગ: કોયલી ગામની મહિલાઓએ બનાવી ગોબરમાંથી એવી વસ્તુઓ કે દેશ-વિદેશમાં ભારે ડિમાન્ડ

ભાવીન ત્રીવેદી/જૂનાગઢ: જૂનાગઢના વંથલીના કોયલી ગામના મહિલા ખેડૂતો આત્મ નિર્ભરના સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે. ભાવનાબેને ત્રાંબડિયાએ પ્રાકૃતિક ખેતી સાથે ગાયના છાણમાંથી અનેક ચીજવસ્તુઓ બનાવી અન્ય મહિલાઓને પણ રોજગારી આપવાનું કામ કર્યું છે. ભાવના બેન રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટમાં તાલીમ મેળવી પોતાના ઘરે જ 70થી વધુ વસ્તુઓ બનાવે છે. જેમાં દિવાળીના તહેવાર માટે ખાસ ગાયના છાણમાંથી દિવડા બનાવ્યા છે. 

છાણના દિવડામાં રંગરંગાન કરી માર્કેટમાં વેચવામાં આવે છે. જેના બનાવવામાં તોરણ, હવનના ખાસ છાંણા, કપૂર, ગૂગળ સહિતની સુગંધીત વસ્તુઓનો ઉપયોગ થાય છે. જેની ના માત્ર દેશ પણ વિદેશમાં પણ ડિમાન્ડ જોવા મળી રહી છે.. જેમાં ભાવનાબેનની ટીમમાં જોડાઈને કોયલી ગામની 20થી વધુ મહિલાઓ રોજગારી મેળવી રહી છે. નાના એવાં કોયલી ગામની સામાન્ય ખેડૂત મહિલાએ પ્રાકૃતિક ખેતીની સાથે પ્રાકૃતિક ચીજ વસ્તુઓ બનાવી પોતે આત્મનિર્ભર બન્યા તેની સાથે અનેક મહિલાઓને રોજગારી આપી આત્મનિર્ભર તરફ બનાવી છે.

વંથલી તાલુકાના કોયલી ગામના ભાવના બેન ત્રાંબડીયા સામાન્ય ખેડૂત મહીલાએ આત્મનિર્ભર બનવા માટે પ્રાકૃતિક ખેતી સાથે ગાયના છાણમાંથી અનેક ચીજવસ્તુઓ બનાવીને આજે અનેક મહિલાને રોજગાર આપીને આત્મનિર્ભર તરફ વાળ્યાં છે. રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટમા તાલીમ મેળવી પોતાના ધરે પ્રાકૃતિક ચીઝવસ્તુમાંથી 70 જેટલી અવનવી વસ્તુઓનું નિર્માણ કર્યુ. જેમાં દિવાળીના તેહવારોમા ઘર આંગણે કોડિયાંમા દિવડા પ્રગટાવવામાં આવે છે, તે દિવડા ગાયના છાંણમાંથી બનાવી તેના પર અલગ અલગ કલર પુરી માર્કેટમા મૂકવામાં આવે છે. 

તેની સાથે તોરણ, હવનના ખાસ છાંણામા કપૂર ગૂગળ સહીત સુગંધિત ચીજવસ્તુ નાંખી બનાવામા આવે છે. આજે ભાવનાબેનની પ્રાકૃતિક ચીઝવસ્તુ દેશ અને વિદેશમાં ખુબ માંગ ઉઠી છે. હસ્ત કલાના મેળા રાજ્ય ભરમાં અનેક જગ્યાએ યોજાય છે, અને તેમાં પણ પોતે જાતે બનાવેલી વસ્તુનું વેચાણ કરે છે. આજે કોયલી ગામની 20 બેહનોને આ વ્યવસાયમા જોડીને મહિલાઓને આત્મનિર્ભર તરફ વાળીને અનોખું ઉદાહરણ પુરૂ પાડયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news