Gujarat Election: PM મોદી ફરી આવશે ગુજરાતના આંગણે: રાજકોટવાસીઓને આપશે કરોડોના વિકાસકાર્યોની ભેટ
Gujarat Election 2022: રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યમા વધારો થઈ રહ્યો છે તેને હલ કરવા માટે હલ કરવા માટે તંત્ર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અંડર બ્રિજ અને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે.
Trending Photos
Gujarat Election: ગુજરાતમાં ચૂંટણીને ધ્યાને લેતા છેલ્લાં કેટલાય દિવસથી PM મોદીના પ્રવાસ ગુજરાતમાં વધી ગયા છે. ત્યારે એકવાર ફરી 19 ઓક્ટોબરે PM મોદી ગુજરાત આવશે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરના રોજ રાજકોટની મુલાકાત લેવાના છે. રાજકોટવાસીઓ PM મોદીને આવકારવા માટે આતુર બન્યા છે.
તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈ RMCએ પણ તડામાર તૈયારી કરી છે. રાજકોટમાં PM મોદી 5 હજાર કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. સિવિલ હોસ્પિટલ, ચોક નાના મહુવા ચોક અને રામદેવપીર ચોક ખાતે 200 કરોડના ખર્ચે તૈયાર થયેલા 3 બ્રિજની શરૂઆત થશે. આ બ્રિજની શરૂઆત થતા 7 લાખથી વધુ વાહનોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. 19મીએ રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ સુધી PMના ભવ્ય રોડ-શોના આયોજન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.
રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યમા વધારો થઈ રહ્યો છે તેને હલ કરવા માટે હલ કરવા માટે તંત્ર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અંડર બ્રિજ અને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. આગામી 19 તારીખના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શહેરના સિવિલ હોસ્પિટલ ચોક નાના મહુવા ચોક અને રામદેવપીર ચોક ખાતે 200 કરોડના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવરબ્રિજને ખુલ્લા મુકવામાં આવશે.
આ ત્રણેય બ્રિજ પરથી પસાર થતાં સાત લાખ વાહન ધારોકોને ટ્રાફિક સમસ્યા માંથી મુક્તિ મળશે. હોસ્પિટલચોક બ્રિજ જામનગર, અમદાવાદ તરફ જવા માટે ખૂબ જ ઉપયોગી બનશે. તેમજ 5000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના ખાતમુરત અને લોકાર્પણ કરવામાં આવશે. સમગ્ર રાજકોટ વડાપ્રધાન મોદીને આવકારવા માટે થનગની રહ્યું છે.
રેસકોર્સમાં 1.5 લાખ લોકો એકત્ર કરવાનો અંદાજ છે. મેયર બંગલાને પણ શણગારવામાં આવ્યો છે. રેસકોર્સ ફરતે રોશનીથી ઝળહળાટ થશે. મનપા,જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપના અગ્રણી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જુઓ આ પણ વીડિયો:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે