નડિયાદમાં 7 લોકોએ BSF જવાનને મોતને ઘાટ ઉતાર્યો, દીકરીના વીડિયો મુદ્દે લાકડી- ધાર્યાથી જીવલેણ હુમલો

ખેડા જિલ્લાના ચકલાસીમાં ગતરાત્રીના સુમારે એક અરેરાટીભરી ઘટના બની છે. જેમાં એક બીએસએફ જવાનની હત્યા કરવામાં આવી છે. બીએસએફ જવાને તેની દીકરીનો વિડીયો વાયરલ કરતા આરોપીઓને ઠપકો આપ્યો હતો.

નડિયાદમાં 7 લોકોએ BSF જવાનને મોતને ઘાટ ઉતાર્યો, દીકરીના વીડિયો મુદ્દે લાકડી- ધાર્યાથી જીવલેણ હુમલો

નચિકેત મહેતા/ખેડા: નડિયાદમાં 7 શખ્સોએ હુમલો કરી BSF જવાનને મોતના ઘાટ ઉતાર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દીકરીનો વીડિયો બનાવી વાયરલ કરનાર યુવકને ઠપકો આપતા BSF જવાન પર ધારીયા અને લાકડી લઈ તૂટી પડ્યા હતા અને તેમણે જવાનની હત્યા કરી છે. આ ઘટનામાં BSF જવાનનું મોત થયું છે. હુમલો કરતા BSF જવાનનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના સંદર્ભે ચકલાસી પોલીસે ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો છે. તમને જણાવીએ કે છેલ્લા 28 વર્ષથી જવાન બીએસએફમાં નોકરી કરતા હતા.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ખેડા જિલ્લાના ચકલાસીમાં ગતરાત્રીના સુમારે એક અરેરાટીભરી ઘટના બની છે. જેમાં એક બીએસએફ જવાનની હત્યા કરવામાં આવી છે. બીએસએફ જવાને તેની દીકરીનો વિડીયો વાયરલ કરતા આરોપીઓને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ 7 આરોપીઓએ લાકડી તેમજ ધાર્યાથી બીએસએફ જવાન પર અને તેના દીકરા પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બીએસએફ જવાનને અને તેના દીકરાને 108 મારફતે નડિઆદ સિવિલ લઈ જવાયા હતા.

નડિયાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરે BSF જવાનને મૃત જાહેર કર્યો હતો. જ્યારે પુત્ર નવદીપની ગંભીર હાલતને લઇ અમદાવાદ સિવિલ રિફર કરાયો છે. નડિયાદના વનીપુરામાના યુવાને BSF જવાનની પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કરતાં યુવાનને ઠપકો આપવા ગયેલા BSF જવાન પર ધારીયા અને લાકડી લઈ 7 લોકો તૂટી પડ્યા હતા. આ ઘટનામા BSF મેલજી ભાઇ વાઘેલા નામના જવાનનું મોત થયું છે. આ ઘટનાને પગલે ચકલાસી પોલીસે સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 28 વર્ષથી જવાન બીએસએફમાં નોકરી કરતા હતા.

મહત્વનું છે કે, ગતરાત્રીના સુમારે આ ઘટના બની હતી. BSF જવાનો દ્વારા મૃતક BSF જવાન મેલાજી ભાઈ ડાયાભાઈ વાઘેલાને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યુ હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news