killed

AHMEDABAD: પ્રેમી સાથે મોજ કરી રહેલી પત્નીએ માસ્ક વડે કરી એવી હરકત કે તમે માસ્ક પહેરવાનું છોડી દેશો

17 વર્ષના લગ્ન બાદ પત્નીને પ્રેમ થઇ જતા પત્નીએ પ્રેમીએ પતિની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પ્રેમી સાથે મળીને  પતિની હત્યા કરી નાખી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. ગુનાંનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. માતા જેલમાં અને પિતાની હત્યા પછી બે બાળકો નિરાધાર બન્યા છે. પત્નીએ હત્યા કરી હોવાની કબુલાત કરી છે. 

Oct 15, 2021, 07:27 PM IST

સચિને હિના સાથે લગ્ન ન કરવા પડે તે માટે હત્યા કરી નાખી, શિવાંશને રઝળતો છોડી મુક્યો

(gandhinagar) ના પેથાપુરમાં મળી આવેલા શિવાંશ (Shivansh) ના માતાપિતા સુધી પોલીસ આખરે પહોંચી ગઈ છે. તેના માતાનું નામ મહેંદી દેઠાણી અને પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું ખૂલ્યુ છે. સચિન અને મહેંદીના બે વર્ષના રંગરેલિયા બાદ શિવાંશનો જન્મ થયો હતો. પરંતુ સવાલ એ છે કે આખરે આ બાળકનો શુ વાંક હતો. પ્રણય ત્રિકોણમાં આખરે આ માસુમનો શું વાંક હતો કે તેને આવી રીતે તરછોડી દેવામાં આવ્યો. ખુદ મહેંદીએ જ બાળકને સચિનને સોંપ્યો હતો. ત્યાર બાદથી મહેંદી ગાયબ છે. પિતા સચિન રાજસ્થાનથી પકડાઈ ચૂક્યો છે, પણ મહેંદી હજી સુધી સામે આવી નથી. આખરે, આ ચક્રવ્યૂમાં માસુમ બાળક ફસાયુ છે. 

Oct 10, 2021, 03:23 PM IST

ઘર પરથી વીજ વાયર લઇ જવા જેવી બાબતે સગા ભાઇએ જ પોતાના ભાઇનું ઢીમ ઢાળી દીધું

જિલ્લાનાં મોગર ગામમાં બે સગા ભાઈઓ વચ્ચે વીજ બીલનાં પૈસા બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાઈ ગયેલા નાના ભાઈએ મોટા ભાઈને પેટમાં ચપ્પુ મારી ગંભીર ઈજાઓ કરી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ હત્યાનાં બનાવ અંગે વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિજળીના વાયર જેવી સામાન્ય બાબતે સગા ભાઇએ પોતાના ભાઇની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે.

Oct 5, 2021, 09:31 PM IST

સાબરકાંઠા: રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માતમાં ડ્રાઇવર અને બે બાળકોનાં મોત, 7 ઘાયલ

જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી હતી. પોળોના જંગલોમાંથી પરત ફરી રહેલી રિક્ષાને અકસ્માત થતા 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. મૃતકોમાં રિક્ષા ચાલક અને તેની સાથે આગળ બેઠેલા બે બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. હાલ તો ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. જો કે સ્થાનિક લોકો દ્વારા પહેલાથી જ રાહત અને બચાવકામગીરી ચાલુ કરવામાં આવી હતી. તમામ ઘાયલોને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

Sep 28, 2021, 06:13 PM IST

પાણી મુદ્દે બબાલ! બે સગા ભાઇઓએ ઘરમાં ઘુસીને પોતાન જ ભાઇ-ભાભી સાથે એવું કર્યું કે સંબંધો પર સવાલ ઉઠ્યા

હળવદના દિઘડિયા ગામે સીમમાં આવેલ વાડીએ ત્રણ સગા ભાઇઓ રહેતા હતા. તેઓની વચ્ચે ખેતીની જમીનમાં સિચાઈ માટેનું પાણી લેવા બાબતે થોડા દિવસો પહેલા બોલાચાલી થઇ હતી. ત્યારે ઉશ્કેરાટ અને આવેશમાં આવીને બે ભાઈઓએ એક સંપ કરીને તેના જ સગા ભાઈને છરીના ઘા ઝીકીને તેની હત્યા કરી નાખી હતી. જે બનાવમા મૃતકની પત્નીએ તેના જેઠ અને દિયરની સામે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે હાલમાં ભાઇની હત્યા કરનારા હત્યારા એક ભાઇની ધરપકડ કરી છે. જ્યારે બીજાને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. 

Sep 26, 2021, 08:08 PM IST

નશામાં મિત્રની જ હત્યા કરી નાખી, બહેન સામે ગંદા ચેનચાળા કરનારને મઝહરે એવો પાઠ ભણાવ્યો કે...

શહેરમાં બે દિવસ પહેલા ‌દાણીલીમડા વિસ્તારમાંથી ગળુ કપાયેલી લાશ મળી આવવાના મામલે ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પૂછપરછમાં ખુલાસો થયો છે કે અગાઉના ઝઘડાની અદાવત રાખી હિસ્ટરી શીટરની હત્યા કરવામાં આવી હતી. ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે મહત્વના પુરાવાઓ પણ એકઠા કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Sep 26, 2021, 05:28 PM IST

ગુજરાતમાં રાજકારણ બન્યું લોહિયાળ, દિગ્ગજ નેતા અને તેના પુત્રની જાહેરમાં હત્યા, 4ની ધરપકડ

વીસીપરામાં આવેલ મદીના સોસાયટીની અંદર રહેતા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની ચૂંટણીનાં મનદુખમાં હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં મૃતકની પત્નીને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ડાડો ઉર્ફે રફીક સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકને પણ કબજામાં લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Sep 19, 2021, 06:45 PM IST

લો બોલો! BHAVNAGAR માં કચોરીની હત્યા થઇ જતા ચકચાર, પોલીસ સ્ટાફ દોડતો થયો

શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારના ટેકરી ચોક નજીક તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. તીક્ષ્ણ હથિયારના અંદાજે 20 થી વધુ ઘા ઝીંકી 22 વર્ષીય યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Aug 16, 2021, 07:47 PM IST

RAJKOT માં સાયકલિંગ કરી રહેલા યુવા ઉદ્યોગપતિનું ગાડીની ટક્કરે નિપજ્યું મોત

શહેરમાં વધી રહેલા સાયકલિંગના કલ્ચર વચ્ચે એક નિરાશાજનક ઘટના સામે આવી છે. વહેલી સવારે સાયકલ ચલાવવા માટે નિકળેલા સાયકલ પ્રેમી ઉદ્યોગપતિને બીઆરટીએસ ટ્રેકમાં બેફામ ગાડીએ ટક્કર મારતા તેમનું મોત થયું છે. ઘટનાને પગલે અરેરાટી વ્યાપી છે. ઘટનાને નજરે જોનારા લોકોનું માનવું છે કે, ગાડીનો ચાલક 100થી પણ વધારેની સ્પીડમાં બીઆરટીએસ ટ્રેકમાં આવ્યો હતો. જેના કારણે ઉદ્યોગપતિનું મોત નિપજ્યું હતું. 

Aug 9, 2021, 10:44 PM IST

VALSAD: રિક્ષા ચાલક પતિએ ફિલ્મી સ્ટાઇલે કરી પત્નીની હત્યા, તિક્ષ્ણ હથિયાર માર્યું અને ખેલ ખલાસ પણ...

જિલ્લાના ફણસા ગામમાં રિક્ષા ચાલક પતિએ પોતાની જ પત્નીની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. જાહેર રસ્તા પર જ પત્નીની કરપીણ હત્યા કરી હત્યારો પતિ  રિક્ષા લઇને ફરાર થઈ ગયો હતો. જોકે મરીન પોલીસે ગણતરીના સમયમાં  જ પત્નીના હત્યારા પતિની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. છેલ્લા 6 વર્ષથી અલગ અલગ રહેતા પતિ પત્ની વચ્ચે ચાલી રહેલો છૂટાછેડાનો વિવાદ જ હત્યાનું કારણ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. 

Jul 11, 2021, 06:38 PM IST

SURAT: રોંગસાઇડ આવતી પોલીસ વાનની ટક્કરે યુવકનું મોત, પોલીસે મૃતકને જ આરોપી બનાવ્યો

અકસ્માતની ઘટનામાં પોલીસની શંકાસ્પદ કામગીરી જોવા મળી છે. પોલીસ વાન સાથે બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસે મૃતક આરોપી બનાવી તેની સામે ગુનો દાખલ કર્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં પોલીસવાન અડફેટે બાઇક ચાલક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટના બની હતી ત્યારે રવિવારે સાંજે વેસુ ચાર રસ્તા નજીક ઉમરા પોલીસની વાત સાથે અથડાયેલ બાઇક ચાલક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. જો કે ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે તેને બચાવી શકાયો નહોતો. 

Jun 22, 2021, 05:21 PM IST

KUTCH: રાપર નજીક ST બસ અને જીપ વચ્ચે જોરદાર ટક્કર, ગમખ્વાર અકસ્માતમાં જીપ ચાલકનું મોત, 25 ઇજાગ્રસ્ત

વરસાદી માહોલમાં ઠેકઠેકાણે વરસાદ પડી રહ્યો છે, બીજી તરફ રસ્તાઓ પણ ભીના થવાને કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે આવી જ એક ઘટના કચ્છના રાપર નજીક ઘટના હતી. અહીં એક એસટી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અને જીપ વચ્ચે જોરદાર ટક્કરથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે 25થી 30 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત લોકોને અલગ અલગ 108 અને અલગ અલગ વાહનો મારફરે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. 

Jun 20, 2021, 01:39 AM IST

JAMNAGAR: બોલિવુડને પણ શરમાવે તેવી રીતે ગાડીમાં આવેલા વ્યક્તિએ કરી હત્યા

ભાગોળે આવેલી ઠેબા ચોકડી પાસે રવિવારે એક યુવાનનું ગળુ કાપીને કરપીણ હત્યા નિપજાવવામાં આવતા ચકચાર મચી હતી. સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી અને તેના ભાઇએ આ ઘટનાને અંજામ આપતા પંચકોશી બી ડિવિઝન પોલીસ સાથે એલસીબી, એસઓજી પોલીસ પણ તપાસમાં જોડાઇ છે. હત્યા નીપજાવી નાસી છુટેલા આરોપીઓને ઝડપી લેવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે. 

May 24, 2021, 09:37 PM IST

AHMEDABAD: કબ્રસ્તાનમાં ગયેલી પોલીસ ટીમને ઉભી પુછડીએ ભાગવું પડ્યું કારણ કે...

ઇદના દિવસે કબ્રસ્તાનમાં કબર પર ફૂલ ચડાવવા એકત્ર થયેલા લોકોને ફોટા પાડવા પોલીસ કર્મચારીઓને ભારે પડ્યું હોવાની ઘટના સામે આવી છે. લોકો પોલીસ કર્મચારીને જોઇ જતા પોલીસનો ટપલીદાવ કર્યો હતો. તેનો મોબાઇલ ફોન પણ છીનવી લીધો હતો. સમગ્ર મુદ્દે વેજલપુર પોલીસે ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી છે. શહેરમાં ફરી એકવાર પોલીસ કર્મચારી પર હૂમલાનો બનાવ બન્યો છે. 

May 15, 2021, 05:20 PM IST

જાતે જ યુદ્ધના મેદાનમાં ઉતર્યા આ દેશના રાષ્ટ્રપતિ, કરવામાં આવી હત્યા

ઝી બ્યૂરો, અમદાવાદઃ આફ્રીકી દેશ ચાડના રાષ્ટ્રપતિ ઈદરિસ ડેબી ઈતનોની હત્યા કરવામાં આવી. 3 દશકાથી પણ વધારે સમય સુધી ચાડના રાષ્ટ્રપતિ રહેલા ઈદરિસ ડેબીની હત્યા એ સમયે કરવામાં આવી જે સમયે તે પોતે યુદ્ધના મેદાનમાં ઉતરી પડ્યા હતા.

Apr 23, 2021, 11:55 AM IST

AHMEDABAD: પોલીસ સ્ટેશનમાં આવી એક યુવકે કહ્યું મે હત્યા કરી છે, પછી થઇ ધમાચકડી...

ગાંધીનગરનાં અડાલજમાં પ્રેમપ્રકરણમાં યુવકે સગીરાની હત્યા કરી હોવાની ધટના સામે આવી છે. પ્રેમી વચ્ચેની તકરારમાં યુવકે સગીરાનું ગળુ દબાવી હત્યા કર્યા પછી તેને તળાવમાં ફેંકી દીધી હતી. જે બાદ આરોપી યુવક પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપ છે. પ્રેમિકાની હત્યાનો, યુવકનુ નામ છે પ્રવીણ મારવાડી. આ યુવક અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તાર ફેક્ટરીમાં કામ કરે છે અને ત્યાં જ રહે છે. 

Apr 1, 2021, 10:31 PM IST

પરિવારનાં ટોર્ચરથી કંટાળેલી વહુએ 8 માસનાં પુત્રને મારી નાખ્યો અને પછી...

તાલુકાના પાવાગઢ નજીક આવેલ મોટી ઉભરવાણ ગામે સગી માતાએ પોતાના જ 8 માસના પુત્રનું ગળુ દબાવી હત્યાં કરી પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સાસરિયા પક્ષ દ્વારા શારીરિક માનસિક  ત્રાસથી કંટાળી પગલું ભર્યાની હકીકત સામે આવી છે. હાલોલ તાલુકાના વાંકડિયા રાઠવા ફળિયાની 24 વર્ષીય રેશ્માના લગ્ન મોટી ઉભરવાણ ગામના  કમલેશ મહેશભાઈ ઉર્ફે મેસલાભાઈ રાઠવા સાથે ત્રણ વર્ષ પહેલા થયા હતા. 

Mar 16, 2021, 11:54 PM IST

Kutch: પોતાની બહેનનાં પ્રેમ સંબંધની જાણ થતા ભાઇએ જાહેરમાં લોહીની નદીઓ વહાવી

પોલીસે આપેલી પ્રાથમિક વિગતો મુજબ હતભાગી રીનાબા નારૂભા રાઠોડને તેના ભાઈ પ્રેમસંગ નારૂભા રાઠોડે છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી હતી. ઘટના બાદ તુરંત જ આસપાસના કોઈ સ્થાનિક રહેવાસીએ પોતાના મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો. જે વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો. હાલ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 

Mar 16, 2021, 08:11 PM IST

સુરતમાં ફિલ્મી સ્ટાઇલે દિવાલ સાથે અફળાવી અફળાવી બે વ્યક્તિઓની હત્યા કરી દેવાઇ

કાયદો અને વ્યવસ્થા જેવી કોઇ સ્થિતી રહી નથી. રોજે રોજ હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ સામાન્ય થઇ ગઇ છે. પોલીસ હવે જાણે શહેરમાં નામ માત્રની છે અને શહેરમાંપોલીસની કોઇ પકડ ન હોય તે પ્રકારે અસામાજીક તત્વો ખુલ્લેઆમ બેખોફ થઇને ઇચ્છે તેવું વર્તન કરે છે. શહેરમાં હત્યાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે, ત્યારે ડબલ મર્ડરની ઘટનાના આરોપીઓની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. 

Mar 14, 2021, 05:19 PM IST

જામનગરમાં RSS ના અગ્રણી નેતાની હત્યાથી ચકચાર, ભાજપ નેતાઓ વિજય સરઘસ છોડી દોડતા થયા

શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મંગળવારે રાત્રે ખુની ખેલ ખેલાયો હતો. જમાઇ (Son in Law)એ ઇંટનો છુટ્ટો ઘા મારીને પોતાના જ સસરા (Father in Law)નું ઢીમ ઢાળી દીધું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ ધટનામાં જમાઇ (Son in Law) પણ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. પોલીસ (Jamnagar Police) દ્વારા જમાઇ (Son in Law) સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી છે. તો બીજી તરફ મહિલાએ એક તરફ પોતાના પિતાને ગુમાવ્યા છે. તો બીજી તરફ પોતાનો પતિ પણ હવે જેલમાં જતા પતિ પણ ગુમાવ્યો છે. 

Feb 25, 2021, 07:44 PM IST