30 લાખ પાટીદારોને એકઠા કરવાનો પ્લાન કેન્સલ, ખોડલધામની વર્ચ્યુઅલ પાટોત્સવની જાહેરાત, મહાસભા મોકૂફ

કોરોનાએ પોતાને ફરી એકવાર પોતાનો પ્રકોપ શરૂ કરી દીધો છે. જેના લીધે રાજ્યમાં યોજાનારા મોટા કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી છે. કોરોનાના વિસ્ફોટ વચ્ચે ગુજરાત સરકારે વાઈબ્રન્ટ સમિટ 2022 (Vibrant Gujarat 2022) મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) ના રિવરફ્રન્ટ પર યોજાતા ફ્લાવર શોને પણ રદ કરવામાં આવ્યો છે. ત્યારે પાટીદારોનો સૌથી મોટો ‘ખોડલ પાટોત્સવ’ વરચ્યુઅલ યોજાવાની જાહેરાત થઈ છે. 21 જાન્યુઆરીએ કાગવડ ખાતે ખોડલધામ પાટોત્સવ (khodaldham patotsav) નું આયોજન કરવામાં આવ્યું છે, જે કોરોના મહામારીને પગલે હવે વરચ્યુઅલી યોજાશે તેવુ નરેશ પટેલે (Naresh Patel) કહ્યું. સાથે જ મહાસભા મોકૂફ કરવામા આવી છે.

30 લાખ પાટીદારોને એકઠા કરવાનો પ્લાન કેન્સલ, ખોડલધામની વર્ચ્યુઅલ પાટોત્સવની જાહેરાત, મહાસભા મોકૂફ

ગૌરવ દવે/રાજકોટ :કોરોનાએ પોતાને ફરી એકવાર પોતાનો પ્રકોપ શરૂ કરી દીધો છે. જેના લીધે રાજ્યમાં યોજાનારા મોટા કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી છે. કોરોનાના વિસ્ફોટ વચ્ચે ગુજરાત સરકારે વાઈબ્રન્ટ સમિટ 2022 (Vibrant Gujarat 2022) મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) ના રિવરફ્રન્ટ પર યોજાતા ફ્લાવર શોને પણ રદ કરવામાં આવ્યો છે. ત્યારે પાટીદારોનો સૌથી મોટો ‘ખોડલ પાટોત્સવ’ વરચ્યુઅલ યોજાવાની જાહેરાત થઈ છે. 21 જાન્યુઆરીએ કાગવડ ખાતે ખોડલધામ પાટોત્સવ (khodaldham patotsav) નું આયોજન કરવામાં આવ્યું છે, જે કોરોના મહામારીને પગલે હવે વરચ્યુઅલી યોજાશે તેવુ નરેશ પટેલે (Naresh Patel) કહ્યું. સાથે જ મહાસભા મોકૂફ કરવામા આવી છે.

રાજકોટમાં ખોડલધામ પાટોત્સવના આયોજન અંગે સત્તાવાર રીતે આજે જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે પાટોત્સવ યોજવો કે નહીં તેનો ફેંસલો આખરે લઈ લીધો છે. વર્ચ્યુઅલી પાટોત્સવની ઉજવણીની જાહેરાત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) દ્વારા કરવામા આવી છે. 21 જાન્યુઆરીએ કાગવડ ખાતે ખોડલધામ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે રાજકોટમાં ખોડલધામ પાટોત્સવને લઈને સમાજ અગ્રણીઓની મીટિંગ યોજાઈ હતી. રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે સમાજના ટ્રસ્ટીઓની મિટિંગમાં નિર્ણય લેવાઈ ગયો છે. જેમાં નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. જેમાં કોરોનાને લઈને પાટોત્સવ કેવી રીતે યોજવો તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

મીટિંગ બાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જાહેરાત કરી કે, પાટોત્સવમાં કોવિડ ગાઈડ લાઈન મુજબ જ કાર્યક્રમો કરવામાં આવશે. ખોડલધામના મહાયજ્ઞમાં ગાઈડ લાઈન મુજબ હાજરી આપશે. જોકે, મહા સભા રદ્દ નથી કરતા. પરંતુ આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેનુ આયોજન કરાશે. 

તો ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ કહ્યુ કે, 21 જાન્યુઆરીના ખોડલધામનો પટોત્સવ યોજવવાનો છે, તેની 70 ટકા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. પરંતુ કોરોનાના કેસ વધતા પાટોત્સવ વર્ચ્યુઅલ કરવાનો નિર્ણય સર્વાનુમતે કરાયો છે. 108 યજ્ઞને બદલે 1 જ મહા યજ્ઞ કરવામાં આવશે. આ પાટોત્સવમાં અંદાજીત 30લાખ લોકો એકત્ર થવાના હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news