વરસાદ ગાયબ થતા ગુજરાતના ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો, ખેતરનો ઉભો પાક સૂકાયો

Gujarat Weather Forecast : ઓગસ્ટ મહિનામાં નહિંવત વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં થયો વધારો.. જુલાઈમાં ધોધમાર વરસાદ બાદ ઓગસ્ટ મહિનો કોરોધાકોર.. સમયસર વરસાદ નહીં આવે તો પાક સુકાવાની ખેડૂતોને ભીતિ
 

વરસાદ ગાયબ થતા ગુજરાતના ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો, ખેતરનો ઉભો પાક સૂકાયો

Gujarat Farmer : ગુજરાતમાં ચોમાસાનો શરૂઆતનો તબક્કો ધમાકેદાર રહ્યો.. જૂન અને જુલાઈમાં જ્યાં જુઓ ત્યાં મૂશળધાર વરસાદના જ સમાચાર હતા.. હવે એક મહિના કરતા વધુ સમય વીતી ગયો છે અને વરસાદના કોઈ વાવડ નથી.. વરસાદના પ્રારંભિક મિજાજને જોઈને ખેડૂતોએ વાવણી કરી, હવે વરસાદ ખેંચાયો છે અને સ્થિતિ એવી આવી છે કે વાવેલો પાક સુકાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર તો ગત વર્ષ કરતા પણ વધુ છે પરંતુ જરૂરી એ છે કે પાકને જ્યારે પિયતની જરૂર છે ત્યારે પાણી મળી રહે.. હવે ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારોમાં સ્થિતિ એવી છે કે પિયતનું પાણી પુરતુ ઉપલબ્ધ નથી.. શરૂઆતમાં સારો વરસાદ થતા મોંઘા બિયારણ લાવી પાક વાવ્યો છે.. હવે એક મહિના સુધી સતત વરસાદ થયો નથી.. પાકને પાણીની જરૂર છે ત્યારે પાણી ન મળતા પાક સુકાવા લાગ્યો છે.. અત્યારે પિયત ન કર્યું તો પાક બળી જાય તેવી શક્યતા છે.. પિયત કર્યા બાદ વરસાદ આવ્યો તો પણ પાકને નુકસાન થશે.

ગત વર્ષે ઓગસ્ટમાં 32 ઈંચ વરસાદ નોંધાયો હતો, પરંતું આ વખતે 1 ઈંચ વરસાદ પણ આખા ઓગસ્ટમાં પડ્યો નથી. સરેરાશ 81.61 ટકા વરાસદ થયો, પરંતુ આ કારણે વરસાદ આધારિત પાકમાં પાણીની ખેંચ વર્તાઈ રહી છે. રાજ્યમાં સપ્તાહ સુધી સારા વરસાદની શક્યતા નહિવત છે. તો સપ્ટેમ્બર મહિનો પણ ઓગસ્ટને જેમ કોરો રહેવાની આગાહી છે. આવામાં સૌથી કફોડી હાલત ખેડૂતોની બની છે. 

ગુજરાતના ખેડૂતોને હાલ શુ કરવું તે સમજાતુ નથી. બિપોરજોય વાવાઝોડને કારણે ચોમાસાના આગમન પહેલા જ વરસાદ ાવી ગયો. તેના બાદ રાજ્યના અનેક ભાગોમાં જુલાઈ મહિનામાં અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. વરસાદની દ્રષ્ટિએ જોતા ગુજરાતમાં માત્ર 18 ટકા વરસાદની ઘટ છે. પરંતુ આ સ્થિતિમાં પણ ખેડૂતોની સ્થિતિ દયનીય છે. ઓગસ્ટ મહિનામાં ચોમાસા આધારિત ખેતી કરવામાં આવે છે, પરંતુ આ મહિનામાં વરસાદ જ ન પડ્યો. જેને કારણે પાકનો પૂરતો વિકાસ થયો નથી. બીજી તરફ, ખેડૂતોએ ટ્યુબવેલ શરૂ કરવા પડી રહ્યાં છે. આખા ઓગસ્ટમાં માત્ર 1 ઈંચ વરસાદ રહ્યો છે, જેને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. 

ગુજરાતમાં વરસાદની સ્થિતિ (ઝોન મુજબ)

  • કચ્છ - 24.85 ઈંચ
  • ઉત્તર - 19.54 ઈંચ
  • પૂર્વ મધ્ય - 21.08 ઈંચ
  • સૌરાષ્ટ્ર - 31.29 ઈંચ
  • દક્ષિણ - 39.73 ઈંચ

ગુજરાતની દીકરીઓ ક્યાંય પાછળ ન રહે, 85 દીકરીઓએ વેઈટ લિફ્ટિંગમાં વગાડ્યો ડંકો

ગુજરાતમાં 1993 થી 2022 એમ છેલ્લા 30 વર્ષની વરસાદી પેટર્ન પર નજર કરીએ તો, સરેરાશ મુજબ ચોમાસા દરમિયાન સરેસાશ 34.52 ઈંચ વરસાદ પડતો હોય છે. જેની સરખામણીએ અત્યાર સુધી સરરેશા 28.22 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ 18 ટકા વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્ર-કચ્છને બાદ કરતા રાજ્યમાં અન્ય ઝોનમાં સરેરાશ વરસાદ 100 ટકાથી પણ ઓછો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news