વડોદરામાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં મોટો વધારો, હોસ્પિટલમાં લોકોની લાઇનો લાગી

શહેરમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ વધીને 692 થયા છે, જ્યારે ચિકનગુનિયાના કુલ દર્દીનો આંક 406 પર પહોંચ્યો છે. 
 

વડોદરામાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં મોટો વધારો, હોસ્પિટલમાં લોકોની લાઇનો લાગી

હાર્દિક દીક્ષિત, વડોદરાઃ વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળો કાબુ બહાર જઈ રહ્યો છે. દરરોજ મચ્છર અને પાણીજન્ય રોગોના કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે. સહેરમાં વાઈરલ અને ડેન્ગ્યૂના કેસ વધી રહ્યાં છે. દરરોજ આશરે 300 નવા ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યાં છે. હોસ્પિટલોમાં લોકોની લાઇનો લાગી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે લોકોની લાઇનો લાગે છે. બીજી તરફ પાલિકાની વિવિધ ટીમોએ લીધેલા 102 નમૂનામાંથી 33 ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 104 નમૂના પૈકી ચિકનગુનિયાના 21 કેસ પોઝિટિવ આવ્યા હતા. 

શહેરમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ વધીને 692 થયા છે, જ્યારે ચિકનગુનિયાના કુલ દર્દીનો આંક 406 પર પહોંચ્યો છે. પાલિકાની વિવિધ ટીમોએ શનિવારે 29,135 મકાનોમાં ચેકિંગ કરી 12,764 મકાનોમાં ફોગિંગ કર્યું હતું. આ કામગીરી દરમિયાન 485 લોકોને તાવ આવતો હોવાની ફરિયાદ મળી હતી. શનિવારે પાલિકાએ 17,331 મકાનોમાં તપાસ કરતાં 51 જેટલા ઝાડા-ઊલટીના કેસ અને 236 તાવના કેસ સામે આવ્યા છે. જોકે આજે ટાઇફોઇડના રામદેવનગર અને શિયાબાગ તેમજ કમળાના કારેલીબાગ અને કપુરાઈમાં એક એક કેસ નોંધાતાં તંત્રની ચિંતા વધી છે. 

બીજી તરફ સયાજી હોસ્પિટલમાં સિઝનલ બીમારીના કેસ વધતાં વોર્ડ ઊભરાયો હતો. વોર્ડ બહાર થી લઈને OPD સુધી દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી. હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ થતા સેંકડો દર્દીઓ એ કલાકો સુધી કતારમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. હોસ્પિટલમાં અચાનક દર્દીઓ ની સંખ્યામાં વધારો થતાં તમામ બેડ ફૂલ થઈ ગયા હતા જેને પગલે કેટલાક દર્દીઓને નીચે સૂવડાવી સારવાર કરવાની ફરજ પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news