સટ્ટા બજારનો નવો દાવો : દેશભરમાં આટલી બેઠકો સાથે જીતશે ભાજપ

Satta Bazar Prediction : સટ્ટાબજારના મતે દેશમાં ફરી એકવાર મોદી સરકાર....2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 294 સીટ મળે તેવું અનુમાન....કોંગ્રેસના ફાળે આવી શકે છે 60થી 70 બેઠક...ગુજરાતમાં ભાજપ ફરી કરી શકે છે ક્લીન સ્વીપ

સટ્ટા બજારનો નવો દાવો : દેશભરમાં આટલી બેઠકો સાથે જીતશે ભાજપ

Loksabha Election 2024 દિવ્યેશ જોશી/રાજકોટ : લોકસભાની ચૂંટણી પહેલા સટ્ટા બજાર ગરમ થયું છે. ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં બુકી બજારે લોકસભાની સીટના ભાવ બહાર પાડ્યા છે. જેમાં ભાજપ બહુમતથી જીતી રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીને કુલ 294 સીટ મળતી હોવાનો બુકી બજાર દ્વારા દાવો કરાયો છે. એટલું જ નહિ, ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠક પર જીતના પરચમ લહેરાવશે તેવુ સટ્ટા બજારનું અનુમાન છે. ગુજરાતમાં ભાજપ ફરી ક્લીનસ્વીપ કરી શકે છે. સાથે જ કોંગ્રેસને કુલ 60 થી 70 સીટ મળતું હોવાનું અનુમાન લગાવાયું છે. 

ક્યા રાજ્યમાં કોણ હોટ ફેવરિટ

  • ગુજરાતની 26 બેઠક પર ભાજપ ફેવરિટ 
  • રાજસ્થાનની 19 બેઠક ઉપર ભાજપ ફેવરિટ 
  • મધ્યપ્રદેશની 29 બેઠક ઉપર ભાજપ ફેવરિટ 
  • છત્તીસગઢમાં ભાજપને 10 અને ઉત્તરાખંડમાં 5 બેઠક મળતું હોવાનું અનુમાન
  • દિલ્હી અને હરિયાણામાં ભાજપને 6 બેઠક મળતું હોવાનું અનુમાન 
  • હિમાચલ પ્રદેશમાં ૪ સીટ મળે તેવી શક્યતા
  • ઉત્તર પ્રદેશમાં 65 સીટ ભાજપને મળતી હોવાનું અનુમાન
  • ઝારખંડમાં 11 સીટ મળતી હોવાનું અનુમાન
  • આંધ્રપ્રદેશ લોકસભામાં YSRCP પાર્ટીને ૧૦ સીટ મળવાનો અનુમાન, આંધ્રપ્રદેશ એસેમ્બલીમાં YSRCP પાર્ટીને ૭૪ સીટ મળવાનો અનુમાન
  • કર્ણાટકમાં એનડીએને 20 સીટ મળતું હોવાનું અનુમાન
  • વેસ્ટ બંગાળમાં ભાજપને ૨૧ અને  તૃણમુલ કોંગ્રેસને ૨૪ સીટ મળતી હોવાનો દાવો
  • તમિલનાડુમાં ઇન્ડિયન એલાઇન્સને ૩૫ સીટ અને ભાજપને ત્રણ સીટ મળવાનો દાવો
  • ઓડિશામાં ભાજપને 12 સીટ મળવાનું અનુમાન
  • પંજાબ અને ગોવામાં ભાજપને બે સીટ મળવાની શક્યત
  • કેરલામાં UDF પાર્ટીને 16 સીટ મળવાની શક્યતા
  • તેલંગાણામાં કોંગ્રેસને 9 અને ભાજપને 7 સીટ મળવાની શક્યતા
  • આસામમાં 12 સીટ NDAને મળવાની શક્યતા
  • મહારાષ્ટ્રમાં ભાજપને 19 અને NDAને 27 સીટ મળવાની શક્યતા
  • બિહારમાં NDAને 27 સીટ મળવાની શક્યતા

વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ : મેં પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું નથી

ગુજરાતની 9 વિવાદિત બેઠકો પર ભગવો લહેરાશે 
ગુજરાતમાં ઓછા મતદાન વચ્ચે સટ્ટાબજારમાં લોકસભાની નવ બેઠકના ભાવ બુકી બજારે ખોલ્યા છે. આ બેઠકો પર જીતના ક્ષત્રિયો અને કોંગ્રેસે મસમોટા દાવાઓ કર્યા છે. સટ્ટા બજાર અહીં ભાજપને ફેવરિટ ગણાવી રહ્યું છે. ભલે રાજસ્થાનમાં ફલૌદી બજારમાં એનડીએની સીટો ઘટાડવાનો ભાવ ચાલી રહ્યો છે પણ સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર ભાજપને વન વે જીતાડી રહ્યું છે. સટ્ટા બજારે જે સીટોના ભાવ ખોલ્યા છે એ ગુજરાતની વિવાદીત સીટો છે. જ્યાં હાલમાં ભાજપને નુક્સાન થવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં 60 ટકા મતદાન વચ્ચે સંગઠન કાગળ પરનું વાઘ સાબિત થયું છે. 1.91 કરોડ ગુજરાતીઓ મતદાન સુધી પહોંચ્યા નથી. ભાજપ સંગઠનના તમામ આયોજનો માત્ર કાગળ પર રહ્યાં છે. મસમોટા મંત્રીઓ અને નેતાઓના મત વિસ્તારમાં 55 ટકાની આસપાસ મતદાન સાબિત કરી રહ્યું છે કે ભાજપના કાર્યકરો મતદારોને બુથ સુધી લાવવામાં સફળ રહ્યાં નથી. ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે સંકલન સમિતિએ પણ આ 9 બેઠકોમાંથી ભાજપ 7 હારી રહ્યું હોવાના દાવાઓ કર્યા છે. કોંગ્રેસને પણ આ બેઠકો પર પરિવર્તન થવાની આશા છે. જેને પગલે ગુજરાતનું સટ્ટા બજાર પણ સક્રિય થઈ ગયું છે. સૌરાષ્ટ્રના સટ્ટા બજારે રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદર, ભાવનગર, જામનગર, પાટણ, બનાસકાંઠા અને આણંદ બેઠકના ભાવ ખુલ્યા છે. બુકી બજારના મતે આ નવ બેઠક ઉપર ભાજપ ફેવરિટ છે. બુકી બજારના મતે પોરબંદર સીટ સૌથી વધુ સુરક્ષિત છે. પાટણ અને બનાસકાંઠા બેઠક ઉપર મૂકી બજારના મતે રસાકસી રહે તેવી શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news