વલસાડ : દીપડાએ ઘરમાં ઘૂસી યુવકને પંજો મારી ઘાયલ કર્યો

ગુજરાતમાં રહેણાંક વિસ્તારોમાં દીપડો ઘૂસવાના અને આ હિંસક પ્રાણીના લોકો પર હુમલો કરવાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે આજે વલસાડના પારનેરા ગામમાં આવેલ સેકેન્ડ ગેટ ખાતે દીપડાએ યુવાન પર હુમલો કર્યો હતો. જેને પગલે આખા ગામમાં ફફડાટનો માહોલ ફેલાઈ ગયો છે.
વલસાડ : દીપડાએ ઘરમાં ઘૂસી યુવકને પંજો મારી ઘાયલ કર્યો

જય પટેલ/વલસાડ :ગુજરાતમાં રહેણાંક વિસ્તારોમાં દીપડો ઘૂસવાના અને આ હિંસક પ્રાણીના લોકો પર હુમલો કરવાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે આજે વલસાડના પારનેરા ગામમાં આવેલ સેકેન્ડ ગેટ ખાતે દીપડાએ યુવાન પર હુમલો કર્યો હતો. જેને પગલે આખા ગામમાં ફફડાટનો માહોલ ફેલાઈ ગયો છે.

વલસાડના અતુલ વિસ્તારમાં લોકોને બે વાર દીપડો નજરે ચઢ્યો હતો. જેમાં બે વાર હાઇવે અકસ્માતમાં બંને દીપડાના મોત નિપજ્યા હતા. ત્યારે અતુલ વિસ્તારમાં દીપડાએ એક યુવાન પર હુમલો કર્યો છે. અતુલ વિસ્તારના સેકન્ડ ગેટ આશાકલી ચાલ પાસે દીપડાએ એક ઘરમાં ઘૂસીને સૂઈ રહેલા શ્રીરામ નામના એક યુવાન પર હુમલો કર્યો હતો. દીપડાએ યુવાનને માથાના ભાગે પંજો મારતા તેને ગંભીર ઇજા થઈ છે. આ બનાવ વહેલી સવારે 5.30 કલાકે બન્યો હતો. 

આ ઘટનાને પગલે ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘાયલ યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અતુલ ખાતે આ પહેલા બે દીપડીના હાઇવે અકસ્માતમાં મોત નિપજ્યા છે. વનવિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવે અને બીજી વાર આવી ઘટના ન બને એવી અતુલના લોકોએ માંગ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news