ચૂંટણી પહેલા જ ભાજપને આ રાજ્યમાં મળી મોટી સફળતા, જીતી લીધી 2 બેઠક

લોકસભા ચૂંટણી 2019 અગાઉ જ ભારતીય જનતા પાર્ટીને અરુણાચલ પ્રદેશમાં મોટી સફળતા મળી છે. આ પૂર્વોત્તર રાજ્યમાં ભાજપે ચૂંટણી લડ્યા વગર જ બે બેઠકો પર કબ્જો જમાવ્યો છે. 11 એપ્રિલના રોજ થનારી ચૂંટણી અગાઉ જ આ બેઠકો પર મળેલી જીતને ભાજપ માટે મોટી સફળતા ગણવામાં આવી રહી છે. હકીકતમાં અરુણાચલ પ્રદેશની બે વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યાં છે. આલો બેઠક પર સર કેન્ટો જીની, અને યાચુલી બેઠક પરથી એન્જિનિયર તાબા તેદીરે જીત નોંધાવી છે. 
ચૂંટણી પહેલા જ ભાજપને આ રાજ્યમાં મળી મોટી સફળતા, જીતી લીધી 2 બેઠક

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 અગાઉ જ ભારતીય જનતા પાર્ટીને અરુણાચલ પ્રદેશમાં મોટી સફળતા મળી છે. આ પૂર્વોત્તર રાજ્યમાં ભાજપે ચૂંટણી લડ્યા વગર જ બે બેઠકો પર કબ્જો જમાવ્યો છે. 11 એપ્રિલના રોજ થનારી ચૂંટણી અગાઉ જ આ બેઠકો પર મળેલી જીતને ભાજપ માટે મોટી સફળતા ગણવામાં આવી રહી છે. હકીકતમાં અરુણાચલ પ્રદેશની બે વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યાં છે. આલો બેઠક પર સર કેન્ટો જીની, અને યાચુલી બેઠક પરથી એન્જિનિયર તાબા તેદીરે જીત નોંધાવી છે. 

અન્ય ઉમેદવારોએ ભર્યા ખોટા ઉમેદવારી પત્રક
અરુણાચલ પ્રદેશમાં લોકસભાની સાથે સાથે વિધાનસભા ચૂંટણી પણ થવાની છે. પહેલા તબક્કામાં 11 એપ્રિલના રોજ થનારી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 25 માર્ચ હતી. ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે આલો બેઠક પર સર કેન્ટો જીની અને યાચુલી બેઠકથી એન્જિનિયર તાબા તેદીરની સામે કોઈ પણ કાયદેસર ઉમેદવાર નહતો. ચૂંટણી અધિકારીના જણાવ્યાં મુજબ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ પસાર થઈ ગયા બાદ જાણવા મળ્યું કે આ બંને ઉમેદવારો સામે કોઈ પણ કાયદેસરનો ઉમેદવાર જ નહતો. કહેવાય છે કે આ બંને બેઠકો પરથી અન્ય ઉમેદવારોએ ખોટા ઉમેદવારી પત્રકો ભર્યા હતાં. જેનાથી ભાજપના ઉમેદવારોની જીત ચૂંટણી પહેલા જ પાક્કી થઈ ગઈ. 

પહેલા તબક્કામાં 11 એપ્રિલે ચૂંટણી
અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાની મુક્તો બેઠક પર વિધાનસભા ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો થવા જઈ રહ્યો છે. આ બેઠક પરથી હાલના ધારાસભ્ય રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડૂ છે. ભારત-ચીન સરહદ પર આવેલી આ વિધાનસભા બેઠક પર 1999થી મુકાબલા વગર જ ધારાસભ્યો ચૂંટાઈને આવતા રહ્યાં છે. કોંગ્રેસે આ વખતે આ બેઠક પરથી થુપ્તેન કુનફેનને ઉમેદવાર બનાવ્યાં છે. જ્યારે જનતા દળ સેક્યુલર તરફથી 39 વર્ષના બૌદ્ધ ભિક્ષુ લામા લોબસાંગ ગ્યાત્સો મેદાનમાં છે. અરુણાચલ પ્રદેશની 60 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠકો માટે એક સાથે 11 એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે. 

2011માં ખાંડૂ જીત્યા હતાં પેટાચૂંટણી
તવાંગમાં મોટી બંધ પરિયોજનાઓ વિરુદ્ધ આંદોલનોનું નેતૃત્વ કરનારા ગ્યાત્સો મુખ્યમંત્રી ખાંડૂ સાથે મુકાબલો કરશે. જેમણે 2014ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠકથી નિર્વિરોધ જીત મેળવી હતી. તેમણે તેમના પિતા દોરજી ખાંડૂની હેલિકોપ્ટર દુર્ઘટનામાં મુત્યુ બાદ 2011માં થયેલી પેટાચૂંટણી જીતી હતી. દોરજી ખાંડૂ 1990થી આ બેઠક પર જીતતા હતાં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news