Ind vs Bang. 2nd T20 : રાજકોટમાં ભારતનો 8 વિકેટે ભવ્ય વિજય

રોહિત શર્મા મેદાન પર ઉતરવાની સાથે 100 ટી20 મેચ રમનારો ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે. 43 બોલમાં 85 રન ફટકારનાર રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. 

Ind vs Bang. 2nd T20 : રાજકોટમાં ભારતનો 8 વિકેટે ભવ્ય વિજય

રાજકોટઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનના સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટી20 મેચની શરૂઆત થઈ ચુકી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. આ મેચ પણ વરસાદના વાદળો ઘેરાયા હતા, પરંતુ હવે ટુંક સમયમાં જ મેચ શરૂ થઈ જશે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની આ 100મી ટી20 મેચ છે. આ સાથે જ રોહિત 100 ટી20 રમનારો ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે. બાંગ્લાદેશે ભારતને 154 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતે બે વિકેટ ગુમાવીને 15.4 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા મેન ઓફ ધ મેચ બન્યો હતો. 

ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. બાંગ્લાદેશની ટીમે સારી શરૂઆત કરી હતી અને 7 ઓવરમાં વિના વિકેટે 60 રન બનાવી લીધા હતા. બાંગ્લાદેશની પ્રથમ વિકેટ 7મી ઓવરમાં પડી હતી. ત્યાર પછી બાંગ્લાદેશ રનની ગતિ બનાવી રાખી હતી. બાંગ્લાદેશે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. ભારત તરફથી યુજવેન્દ્ર ચહલે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી, જ્યારે દિપક ચહર, ખલીલ અહેમદ, વોશિંગટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશના નઈમે સૌતી વધુ 31 બોલમાં 36 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશના 154 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે ખુબ જ સારી શરૂઆત કરી હતી. ઓપનર બેટ્સમેન કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવને શરૂઆતથી જ ધમાકેદાર બેટિંગ કરી હતી. બંનેએ પ્રથમ વિકેટની ભાગીદારીમાં 118 રન બનાવ્યા હતા. શિખર ધવન 10.5 ઓવરે 27 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની 100મી ટી20 મેચ રમી રહેલો કેપ્ટન રોહિત શર્મા આજે ફુલ ફોર્મમાં હતો. તેણે 43 બોલમાં 85 રન ફટકારીને ટીમના વિજયનો પાયો નાખ્યો હતો. રોહિત ભારતીય ટીમના 125ના સ્કોરે આઉટ થઈ ગયો હતો. ત્યાર પછી લોકેશ રાહુલ અને શ્રેયસ ઐયર ભારતીય ટીમને વિજય સુધી દોરી ગયા હતા. ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટી20 8 વિકેટે જીતી લીધી હતી. 

બાંગ્લાદેશ સ્કોર....
- 6 ઓવરમાં 54 રન. (લિટન દાસ(26) અને મોહમ્મદ નઈમ(26) રને ક્રિઝ પર).
- લિટન દાસ 21 બોલમાં 29 રન બનાવીને 7મી ઓવરમાં રન આઉટ.
- ઓપનર મોહમ્મદ નઈમ 31 બોલમાં 36 રન બનાવીને વોશિંગટન સુંદરના બોલ પર શ્રેયસ ઐયરના હાથે કેચ આઉટ. 
- 11 ઓવરમાં બાંગ્લાદેશના 2 વિકેટે 93 રન.
- 0​12મી ઓવરમાં મુશફિકુર રહેમાન 4 રન બનાવીને ચહલના બોલ પર કુણાલ પંડ્યાના હાથે કેચ આઉટ. 
- બાંગ્લાદેશનો સ્કોરઃ 97/3
- 12મી ઓવરના છેલ્લા બોલો સૌમ્ય સરકાર પણ ચહલના બોલે પંતના હાથે સ્ટમ્પ આઉટ. 
- બાંગ્લાદેશનો સ્કોરઃ 103/4
- 16મી ઓવરમાં ત્રીજા બોલે અફિફ હુસેન 6 રન બનાવીને ખલીલ અહેમદના બોલ પર રોહિતના હાથે કેચ આઉટ. 
- બાંગ્લાદેશનો સ્કોરઃ 128/5
- 18મી ઓવરમાં ચહરના ત્રીજા બોલ પર શિવન દુબેના હાથે મોહમ્મદુલ્લા કેચ આઉટ. 
- બાંગ્લાદેશઃ 142/6
- 20 ઓવરમાં બાંગ્લાદેશે 6 વિકેટે 153 રન બનાવ્યા. ભારતને જીતવા માટે 154 રનનું લક્ષ્ય.

ભારતની બેટિંગ
- ભારતે 4 ઓવરમાં વિના વિકેટે 37 રન બનાવ્યા છે.
- ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન 27 બોલમાં 31 રન બનાવીને 10મી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. 
- કેપ્ટન રોહિત શર્મા 6 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 39 બોલમાં 82 રન બનાવીને રમતમાં છે. 
- કેપ્ટન રોહિતને સાથ આપવા માટે લોકેશ રાહુલ બીજા નંબરે આવ્યો છે.
- કેપ્ટન રોહિત શર્મા 43 બોલમાં 85 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. અમિનુલ ઈસ્લામના બોલ પર રોહિતે મારેલા શોટને સબસ્ટીટ્યુટ મિથુને કેચ કર્યો હતો. રોહિતે 85 રનની ઈનિંગ્સમાં 6 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા અને 197.67ની સરેરાશ સાથે રન બનાવ્યા હતા. 
- ભારતને જીતવા માટે 36 બોલમાં 15 રન જરૂરી છે. લોકેશ રાહુલ 6 અને શ્રેયસ ઐયર 11 રન સાથે ક્રીઝ પર.
- ભારતે લોકેશ રાહલ(8) અને શ્રેયસ ઐયર(24) અણનમની મદદથી રાજકોટની બીજી ટી20 8 વિકેટે જીતી લીધી છે. 
- ભારતે 15.4 ઓવરમાં બાંગ્લાદેશે આપેલું 154 રનનું લક્ષ્ય પાર કરી લીધું હતું.    

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટી20 મેચ દિલ્હીમાં યોજાઈ હતી. આ મેચ દરમિયાન દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર ખુબ જ ખરાબ થઈ ગયું હતું અને વિઝિબિલીટી પણ ઘટી ગઈ હતી. ખેલાડીઓને પ્રેક્ટિસ દરમિયાન મુશ્કેલી પડી હતી, પરંતુ ત્યાર પછી કોઈ પણ અડચણ વગર મેચ રમાઈ હતી. 

બાંગ્લાદેશે પ્રથમ ટી20માં ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. આ રીતે તે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. જેના કારણે આજે રાજકોટમાં રમાનારી બીજી ટી20 ભારત માટે અત્યંત મહત્વની બની ગઈ છે. જો બીજી મેચ ખરાબ હવામાનના કારણે રદ્દ થાય છે તો બાંગ્લાદેશ શ્રેણીમાં અજેયની સ્થિતિમાં પહોંચી જશે. 

100મી મેચ રમનારા ભારતીય ખેલાડી 
100 ટેસ્ટઃ સુનિલ ગાવસ્કર (1984)
100 વન ડેઃ કપિલ દેવ (1987)
100 ટી20: રોહિત શર્મા (2019) 

સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ટી20 રમનારા ખેલાડી
મેચ    ખેલાડી
111    શોએબ મલિક
100     રોહિત શર્મા
99    શાહિદ આફ્રિદી
98    મહેન્દ્ર સિંહ ધોની
93    રોસ ટેલર 

પ્લેઈંગ ઈલેવન 
ભારતઃ રોહિત શર્મા(કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, રિષભ પંત(વિકી), શિવમ દુબે, કૃણાલ પંડ્યા, વોશિંગટન સુંદર, દીપક ચહર, યુજવેન્દ્ર ચહલ, કે. ખલીલ અહેમદ. 

બાંગ્લાદેશઃ લિટન દાસ, મોહમ્મદ નઈમ, સૌમ્ય સરકાર, મુશફિકુર રહીમ(વિકી), મહેમદુલ્લા(કેપ્ટન), અફિપ હુસેન, મુસદ્દક હુસેન, અમિનુલ ઈસ્લામ, શફિઉલ ઈસ્લામ, મુસ્તફિઝુર રહેમાન, અલ-અમીન હુસેન. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news