કોંગ્રેસ નવા તેવર અને ક્લેવર સાથે ગુજરાત ધણધણાવશે, સરકારની નીતિઓનો કરશે વિરોધ

ગુજરાત કોંગ્રેસ દ્રારા આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરાવામા આવી છે.  જે અનુસંધાને તારીખ 8, 9 અને 10 તાલુકા કક્ષાએ તારીખ 11,12 અને 13 ના રોજ જિલ્લા કક્ષાએ આંદોલન કરવામાં આવશે.  ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યુ કે પ્રજાની તકલીફો અને ગુજરાતમાં અતિવૃષ્ટિ, ખેડુતોના મુદ્દાઓ છે, આક્રોશ છે.  મોંઘા શિક્ષણને કારણે લોકો પરેશાન છે.  યુવાઓનો પ્રશ્ન, બેરોજગાર અને મોંઘવારીથી જનતા પરેશાન છે.  મહિલા સુરક્ષા અને મોટર વેહિકલ એકટ અને અલગ અલગ કાયદાઓ થકી લોકોને માટે કાર્યક્રમો કરવામાં આવશે.  ગુજરાત ભરમા આંદોલન થકી પ્રજાના આક્રોશ બહાર લાવવામા આવશે. 

કોંગ્રેસ નવા તેવર અને ક્લેવર સાથે ગુજરાત ધણધણાવશે, સરકારની નીતિઓનો કરશે વિરોધ

ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ દ્રારા આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરાવામા આવી છે.  જે અનુસંધાને તારીખ 8, 9 અને 10 તાલુકા કક્ષાએ તારીખ 11,12 અને 13 ના રોજ જિલ્લા કક્ષાએ આંદોલન કરવામાં આવશે.  ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યુ કે પ્રજાની તકલીફો અને ગુજરાતમાં અતિવૃષ્ટિ, ખેડુતોના મુદ્દાઓ છે, આક્રોશ છે.  મોંઘા શિક્ષણને કારણે લોકો પરેશાન છે.  યુવાઓનો પ્રશ્ન, બેરોજગાર અને મોંઘવારીથી જનતા પરેશાન છે.  મહિલા સુરક્ષા અને મોટર વેહિકલ એકટ અને અલગ અલગ કાયદાઓ થકી લોકોને માટે કાર્યક્રમો કરવામાં આવશે.  ગુજરાત ભરમા આંદોલન થકી પ્રજાના આક્રોશ બહાર લાવવામા આવશે. 

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ગુજરાતમા આંદોલનાત્મક કાર્યકર્મની જાહેરાત કરતા જાણાવ્યું કે દેશની હાલની સ્થિતિમાં 6 વર્ષથી ભાજપની સત્તા છે.  દરમિયાન ઘણા મુદ્દાઓ આવ્યા જેને હવે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તર પર કાર્યક્રમો રૂપે પહોંચાડવામાં આવશે.  6 વર્ષના શાસનમાં નવા નારાઓ અને માત્ર જુમલેબાજીઓ જ  સામે આવી.  આના ભરોસે સરકાર ચલાવી, અચ્છે દિનની વાત કરી પણએ દિવસો આવ્યા જ નથી.  15 લાખની વાત કરીને પૈસા ખાતાઓમાં જમા ના કરાવ્યા.  બેટી બચાવો બેટી પઢાઓની વાત થઈ પણ બેટી બચાવો ભાજપના નેતાઓથી એવી સ્થિતિ દેશમા ઉભી થઈ છે.  ગામડાઓમા આરોગ્યની સમસ્યાઓ ઉભી થઈ આરોગ્યની પુરતી સુવિધાઓ નથી.  દેશમા  પોલીસ હડતાળ પર ગઈ હોઈ એવું ક્યાંય થયું નથી અને એ દિલ્હીમાં જોયું.  જાસૂસીના મુદ્દાને આપણે જાણીએ છીએ કોંગ્રેસ મુક્ત ભારતની વાત થઈ પણ હાલના રાજ્યોમા આવેલા ચુંટણી પરીણામો જોતા આ સપનું ભાજપનું પૂર્ણ ના થયુ.  

પેટાચૂંટણીમાં અમને જનતાનું સમર્થન મળ્યું છે.  ગુજરાતે આ દેશને હંમેશા રસ્તો બતાવ્યો, 8 નવેમ્બરનો દિવસ કેવી રીતે ભુલાય, જ્યારે મોદીજીએ નોટબંધી કરી અને 100 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા.  અમદાવાદ કો ઓપરેટિવ બેંકમાં પણ શુ થયુ એ લોકો જાણે છે.  સાતવ કહ્યું કે નોટબંધી અમારા સમયમાં પણ થઈ હતી.  એ સમયે સલાહ લઈને નિર્ણય લીધો હોત આ સમસ્યા ના થઇ હોત.  મોદીજીના નિર્ણયને લઈને કેટલી પરેશાનીઓ થઈ એ તમે જોયું છે.  જીએસટી ગબ્બરસિંઘ ટેક્ષને કારણે પણ લોકો પરેશાન થયા.  2017 માં લોકોએ જે જનાદેશ આપ્યો એનાથી પરિવર્તન જોવા મળ્યું.  મનની વાતની જગ્યાએ જો એમણે માનમોહનસિંની વાત સાંભળી હોત તો સારું થાત.  આજે મંદીને કારણે લોકો પરેશાન છે, મોદીજી બંધ કરો યહ જુમલે ક ધંધા, બજાર પડા હૈ મંદા.  શિવસેના સાથે પણ ગઠબંધન હોવા છતાંય સરકાર નથી બનાવી શકતા.  સૌથી જૂનું એલાયન્સ હોવા છતાંય ખોટું બોલવાની કારણે આ સ્થિતિ છે.  12 કરોડ નોકરીની વાત તો જવા દો, પણ નોકરી ક્યાંથી મળશે એ મોટો સવાલ છે. 

 

45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી આજે છે. વિશ્વની સરખામણીએ ભારતમાં સૌથી વધુ બેરોજગારી છે. શિક્ષણ ક્ષેત્રે સરકાર ખર્ચો નથી કરી રહી એ રિપોર્ટમાં સામે આવ્યું છે.  જીડીપી ડાઉન જાય છે, કંપનીઓ કપાત કરી રહી છે.  બિસ્કિટ, ટોયોટા, અને અન્ય કંપની ઇન્ફોસીસ પણ હજારો કંપનીઓમાંથી છુટા કરી રહી છે. પબ્લીક સેક્ટર કંપની જે 9 રતન કહેવાય છે એમને પ્રાઇવેટાઇઝેશનની વાત ચાલી રહી છે. સ્વામીમાથન કમિશન લાગુ કરવાની વાત કરી પણ કરી શક્યા નથી.  પાકવીમાને લઈને પણ અડધા પૈસા પણ એ આપી શક્યા નથી. કોના માટે પાકવીમા કંપનીઓ ચલાવી રહ્યા છો, પોતાના ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે જ આ બધું કરો છો. ??જે રાજ્યમાંથી પીએમ છે ગૃહમંત્રી છે એ રાજ્યમાં જ ખેડૂતો દુઃખી છે.

1990 પછી પહેલીવાર આરબીઆઈનું ગોલ્ડ રિઝર્વ વેચવાની વાત આવી.  1 લાખ 76 હજાર કરોડ રૂપિયા આરબીઆઈ પાસેથી માંગ્યા દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે.  આ પૈસા વિશેષ પરિસ્થિતિ માટે હોય છે, પણ આ જોતા આર્થિક કટોકટી તરફ દેશ જઇ રહ્યો છે. એનપીએની રકમ 8 લાખ કરોડ રૂપિયા છે અને 25000 છેતરપિંડીના કેસ સામે આવ્યા છે.  જેમાં બેન્કોને 1 લાખ 74 હજાર કરોડનો ચૂનો લાગ્યો છે.  એટલે જ અમે ગુજરાતના લોકોનું દર્દ સરકાર સુધી પહોંચાડવા માટે આંદોલન કરી રહ્યા છે.  કે હવે તપ જાગો અને લોકોનું વિચારો.  ભગવાન બારડને લઈને જે ચુકાદો આવ્યો છે એ જવાબ છે. આ તમામ મુદાઓ સામે લડત માટે 1 લી ડિસેમ્બરના એઓજ દિલ્હીમાં મોટી રેલી કરીશુ. 

ગુજરાતમા આંદોલનની જવાબદારી સોપવામા આવી છે.  તેવા રાજસ્થાનના મંત્રી રધુ શર્મા ભાજપ સરકાર પર આક્ષેપ  કરતા કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા વેન્ટિલેટર પર આવી ગઈ છે. બધા જ પ્રકારના વાયદાઓ કર્યા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા બધુ આવ્યું પણ આજે સર્જીકલ  સ્ટ્રાઈકના વાત અન્ય વાતો કરે છે.  દેશની આઝાદી પછી પહેલીવાર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીએ એક પેજની જાહેરાત આપવી પડી. વડાપ્રધાન ટ્રમ્પ સાથે બેસીને વાત કરે છે પણ દેશની હાલત શુ છે. દેશના કોઈ પણ સેક્ટરની વાત વડાપ્રઘાન કરતા નથી.  વિત્ત મંત્રીના પતીએ કહ્યું કે નરસિમ્હા રાવ અને મનમોહનસિંહની નીતિઓને લાગુ કરવી પડશે.  

લોકતંત્રનું ગળું દબાવવાનો પ્રયાસ થાય છે, ભયનું વાતાવરણ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.  જો કોઈ ભાજપના વિરોધમા બોલે તો એ રાષ્ટ્રદ્રોહી છે, એવું કહેવાય છે. મીડિયા પર દબાણ છે, અમે બોલી તો રહ્યા છે પણ બતાવવાનું કેટલું એ નક્કી સરકાર કરે છે.  કોંગ્રેસ રસ્તાઓ પર લડશે, દેશની સ્થિતિને લઈને વિરોધ પક્ષ બનીને કામ કરવામાં આવશે. પીએમસી બેંકને લઈને લોકોએ જીવ ગુમાવ્યા બેન્ક પરથી ભરોસો ઉઠી ગયો છે. નોટબંધી શા માટે કરી એ જવાબ નથી આપી શક્યા.  કેન્દ્ર સરકાર શ્વેત પત્ર જાહેર કેમ નથી કરતી. આવા સંજોગામા અમારી જવાબદારીઓને સમજીને આદોલન દેશભરમા કરીશુ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news