PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ, ગાંધીનગર-દાહોદમાં યોજાનાર કાર્યક્રમની પળેપળ અપડેટ

સમિટથી દેશ-વિદેશના નાના-મોટા આયુર્વેદ દવાના ઉત્પાદકો તથા આયુર્વેદ સાથે જોડાયેલ ઈન્ડસ્ટ્રીઝ તથા આયુર્વેદ સ્ટાર્ટઅપ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળશે. દેશભરના ઔષધિય પાકોનું વાવેતર કરતા ખેડુતોને પણ ફાર્મર-ટુ-ફાર્મા કંપનીના સીધા સંવાદથી પ્રોત્સાહન મળશે.

PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ, ગાંધીનગર-દાહોદમાં યોજાનાર કાર્યક્રમની પળેપળ અપડેટ

ઝી ન્યૂઝ/અમદાવાદ: પીએમ મોદી હાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે અને  આજે તેમના પ્રવાસનો છેલ્લો દિવસ છે. પીએમ મોદી આજે ગાંધીનગર અને દાહોદના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારબાદ સાંજે દિલ્હી રવાના થશે. પ્રધાનમંત્રી મોદી આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ-2022નું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા છે. જ્યાં તેમની સાથે WHO ના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસ અને  મોરેસિયસના પીએમ પણ હાજર છે.

પળેપળના Live:

પીએમ મોદીનું સંબોધન:

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આયુષ સેક્ટરમાં વૃદ્ધિથી આયુષની માંગથી ગ્રોથ સતત વધશે. 2014 પહેલા આયુષ સેક્ટરમાં ૩ બીલીયન ડોલર કરતા ઓછું હતું, જે 18 બીલીયન ડોલરને પાર કરી ગયું છે. પહેલા જ આમાં અભૂતપૂર્વ તેજી જોઈ રહ્યા છીએ. આયુષમાં ઈન્વેસ્ટમેન્ટ અને ઈનોવ્શન અસિમિત છે. સમય આવી ગયો છે કે આયુષમા ઈન્વેસ્ટમેન્ટ વધારવામા આવે. કોણે વિચાર્યું હતું કે આટલી જલ્દી વેક્સિન બની એ પણ ભારતમાં બનીને તૈયાર થઈ જશે. મોડર્ન ફાર્મા કંપની અને વેક્સિન કંપનીઓએ ઈન્વોસ્ટમેન્ટ મળતા કમાલ કરી નાંખી છે. 

— ANI (@ANI) April 20, 2022

મોદીએ જણાવ્યું કે, મહામારી દરમિયાન હળદરનું એક્સપોર્ટ વધી ગયું. ઈમ્યિનિટી વધારવામાં હવે આયુષ મદદ કરી રહ્યું હતું. આ વિચાર મને ત્યારે આવ્યો કે જ્યારે સમગ્ર વિશ્વમા મહામારી ફેલાઈ હતી. પ્રથમવાર છે કે આયુષ સેક્ટર માટે આન્વેસ્ટમેન્ટ સમિટ થાય છે. આપડે જોયું છે કે અલગ અલગ સેક્ટરમાં ઈન્વેસ્ટમેન્ટ માટે સમિટ થાય છે.

— ANI (@ANI) April 20, 2022

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં સ્ટાર્ટઅપમાં સ્વર્ણિમ સમય છે. ૨૦૨૨મા ચાર માસમા ભારત 14 સ્ટાર્ટઅપ યુનિકોર્ન ક્લબમાં જોડાઈ ગયા છે. આયુષ મંત્રાલય ટ્રેડિશનલ મેડિસિનમાં સ્ટાર્ટઅપ માટે અનેક પગલા ભર્યા છે. ભારતમાં હર્બલનો ખજાનો છે, હિમાલય એના માટે જાણીતું છે, જે એક ગ્રિન ગોલ્ડ છે. મેડિકલ પ્લાન્ટના ખેડૂતો માર્કેટ સાથે જોડાય.. આયુષના પોર્ટલ થકી જોડાવવા કામ થઈ રહ્યું છે. આયુષ પ્રોડક્ટ બનાવતી કંપનીઓને આયુષનું ઉત્પાદન કરતા ખેડૂતો સાથે જોડાવા કામ થઈ રહ્યું છે. આયુષમાં ખેડૂતોની આવક વધી શકે છે, રોજગાર પણ વધી શકે છે. 

— ANI (@ANI) April 20, 2022

પીએમ મોદીની પોતાના સંબોધનમાં મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારત ઉચ્ચતર આયુષ ઉત્પાદ પર આયુષ માર્ક લગાવશે. સમગ્ર વિશ્વમાં આ ઉત્પાદ પર વિશ્વાસ વધે તે માટે આયુષ માર્ક લગાવશે. દેશભરમાં આયુષ પાર્ક પણ ઉભા કરાશે. ભારત એક સ્પેશિયલ આયુષ માર્ક બનાવવા જઈ રહ્યો છે. આયુષ માર્ક મદદરૂપ બની રહેશે. આયુષમાં રીસર્ચ અને એનાલીસીસ માટે આયુષ પાર્ક બનશે. ભારત મેડિકલ ટૂરીઝમ માટે આકર્ષક સ્થળ બન્યું છે. કેરલમાં ટૂરીઝમમાં વેગ આપવા ટ્રેડિશનલ મેડિસિને મદદ કરી છે.

પીએમ મોદીની પોતાના સંબોધનમાં અન્ય એક જાહેરાતમાં જણાવ્યું હતું કે, ભારત આયુષ વિઝા કેટેગરી શરૂ કરવા જઈ રહ્યું છે. એનાથી લોકોને આયુષ ચિકિત્સા માટે આવવા જવામાં સરળતા રહેશે. 

— ANI (@ANI) April 20, 2022

પીએમ મોદીએ આયુષને લઈને એક ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, કેન્યાના પૂર્વ રાષ્ટ્રપતિ અને તેમની દીકરી બાબતે એક વાત કહેવા માંગૂ છું. કેન્યાના પૂર્વ રાષ્ટ્રપતિની દીકરીની બ્રેન ટેયુમરની સર્જરી થઈ જેના કારણે આંખોથી દેખી શકતી ન હતી. ભારતમાં આયુર્વેદિક ઉપચાર બાદ તેની આંખોની દ્રષ્ટી પાછી આવી છે.

પીએમ મોદીએ રામાયણનો એક પ્રસંગ લઈને લોકોને સમજાવ્યું હતું કે, લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થયા ત્યારે હનુમાનજી હિમાલયથી સંજીવની લઈ આવ્યા. આત્મનિર્ભર ભારત ત્યારે પણ હતું.

પીએમ મોદીએ WHOના વડા ડો. ટેડ્રોસને 'તુલસીભાઈ' નામ આપ્યું
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા મારા મિત્ર છે. એમણે કહ્યું કે હું આજે જે કંઈ છું તેમાં ભારતના શિક્ષકોનો હાથ છે. મારા શિક્ષકો ભારતીય છે. એમણે કહ્યું હું ગુજરાતી થઈ ગયો છું મારૂ નામ ગુજરાતી રાખો. મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમી પર ગુજરાતી નાતે તુલસીભાઈ નામ આપું છે. તુલસી એ પાંદડૂ છે દરેક પીઢીમાં તુલસીની સેવા થતી હતી.

  • આંતરરાષ્ટ્રીય કક્ષાના એમઓયુ થયા
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એમઓયુ થયા
  • રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ અને આરજેન્ટિના વચ્ચે એમઓયુ થયા
  • બ્રાઝીલ, કેનેડા, મેક્સિકો સહિતના દેશો ની સંસ્થાઓ સાથે થયા એમઓયુ

મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કૂમાર જગનૌથનું સંબોધન

  • ટ્રેડિશનલ મેડિસિનને સાચવવી અને આગળ વધારવી જરૂરી છે
  • વિશ્વ આરોગ્ય સંસ્થાનું જામનગર મા સેંટર બતાવે છે કે ગુજરાત ટ્રેડિશનલ મેડિસિન આગળ છે 
  • ગુજરાત ભારત મા મેડિકલ ઈન્વેસ્ટમેન્ટમા પણ આગળ છે
  • મોરેશિયસમાં આયુષની પ્રેક્ટિસ થાય છે
  • ભારત એ વિશ્વ ની ફાર્મસિ કહેવાય છે
  • ગુજરાતની મારી મુલાકાત અદ્ભુત રહી
  • ગુજરાતનું ભોજન અને સત્કાર માણીને આનંદ થયો
  • ગુજરાતીમાં બોલી મોરીશીયસના પ્રધાનનંત્રીએ પોતાની સ્પિચ પૂરી કરી

વિશ્વ આરોગ્ય સંસ્થા ૭૫ વર્ષ થઈ રહ્યા છે અને ભારત ના આઝાદી ના ૭૫ વર્ષ થઈ રહ્યા છે જેના કારણે ટ્રેડિશનલ મેડિસિન પર ગુજરાત મા કોન્ફરન્સ થાય જે મે સ્વીકાર્યું છે.

WHOના DG ડૉ . ટેડ્રોસનું સંબોધન 

  • ​પરંપરાગત પદ્ધતિથી સારવાર નો વૈશ્વિક વ્યાપ વધશે
  • આયુર્વેદ અને પંચકર્મ પદ્ધતિ નો વ્યાપ વધશે
  • પરંપરાગત પદ્ધતિથી ઉપચાર પર કામ થશે
  • નવું કેન્દ્ર WHO ની મેડિસિન સહિત ડેટા પર પણ કામ કરશે
  • એનું ઉદાહરણ છે કે WHO નું પહેલું વૈશ્વિક કેન્દ્ર ગુજરાતમાં બની રહ્યું છે
  • પીએમ મોદી હંમેશા એક વિશ્વની વાત કરે છે 
  • મહાત્મા ગાંધીની ભૂમી મા આવીને ખુશી છે
  • વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાની સ્પિચ ગુજરાતીથી શરૂઆત કરી

— ANI (@ANI) April 20, 2022

 

— ANI (@ANI) April 20, 2022

  • મુખ્યમંત્રીએ વડાપ્રધાનનું અભિવાદન કર્યું,
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોચ્યા
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મહાત્મા મંદિર પહોચ્યા
  • કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા હાજર

— ANI (@ANI) April 20, 2022

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHOની વિશેષ ઉપસ્થિતિમાં આજથી ત્રણ દિવસિય સમિટનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશથી વિવિધ ફાર્મા કંપનીઓ, ઈન્ડસ્ટ્રીઝ તથા ઔષધિય પાકોનું વાવેતર કરતા ખેડુતો તથા આયુર્વેદ ક્ષેત્રના તબીબો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. સમિટથી દેશ-વિદેશના નાના-મોટા આયુર્વેદ દવાના ઉત્પાદકો તથા આયુર્વેદ સાથે જોડાયેલ ઈન્ડસ્ટ્રીઝ તથા આયુર્વેદ સ્ટાર્ટઅપ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળશે. દેશભરના ઔષધિય પાકોનું વાવેતર કરતા ખેડુતોને પણ ફાર્મર-ટુ-ફાર્મા કંપનીના સીધા સંવાદથી પ્રોત્સાહન મળશે.

આ ઉપરાંત આયુર્વેદક્ષેત્રે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ તથા ફાર્માક્ષેત્રનું જ્ઞાન આ મંચ પર મળશે. આ સમિટથી આયુષક્ષેત્રમાં રોકાણકારો માટે સંશોધનક્ષેત્રે યોગ ચિકિત્સા પધ્ધતિ તથા કોવિડ-19 જેવા વિવિધ સંક્રામક રોગોની ચિકિત્સાક્ષેત્રમાં વિકાસ થશે. પ્રધાનમંત્રી મોદીની સાથે મોરિશિયસના PM પ્રવિંદ જુગનાથ ઉપરાંત કેન્દ્રીય આયુષ મંત્રી અને કેન્દ્રીય અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે, તો સમિટ બાદ પીએમ મોદી સાથે મોરિશિયસના પીએમ બેઠક કરશે. તમને જણાવી દઈએ કે સમિટના ઉદઘાટન સમારોહમાં મોરેશિયસના PM પ્રવિંદ જગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આયુષના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને રાજ્ય મંત્રી ડો. મુંજપરા મહેન્દ્રભાઈ કાળુભાઈ ઉપસ્થિત રહ્યા છે.

WHO DG Dr Tedros Adhanom Ghebreyesus, Mauritius PM Pravind Kumar Jugnauth, Gujarat CM Bhupendra Patel & Union AYUSH Minister Sarbananda Sonowal present for the ceremony pic.twitter.com/JGkhb3D5sM

— ANI (@ANI) April 20, 2022

છોટા ઉદેપુર જિલ્લાના 25000 કાર્યકરો PM મોદીના કાર્યક્રમમાં દાહોદ જવા રવાના
દાહોદ ખાતે આજે યોજનાર આદિવાસી મહાસંમેલન માટે છોટાઉદેપુર જિલ્લાના કાર્યકરો એકત્રિત થયા છે. જેતપુર પાવીનાં રંગલી ચોકડી પાસે લોકો ભેગા થયા હોવાની માહિતી મળી છે. અહીંયા તમામ કાર્યકરો એક સાથે જવા માટે રવાના થશે. આજે જિલ્લામાંથી 25000 જેટલા લોકો દાહોદ ખાતે જશે. તમામ લોકો બસ અને ખાનગી વાહનો મારફતે દાહોદ ખાતે જશે.

— Zee 24 Kalak (@Zee24Kalak) April 20, 2022

પીએમ મોદી દાહોદમાં કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ આપશે
પ્રધાનમંત્રી મોદી આજે દાહોદને 22,000 કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ આપશે. દાહોદમાં 1259.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ ઉપરાંત 20550.15 કરોડના વિકાસકાર્યોનો પ્રારંભ કરાવશે. તથા પ્રધાનમંત્રી મોદી દાહોદ જિલ્લા પ્રાદેશિક જળ પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કરશે અને આ ઉપરાંત દાહોદ રેલ્વે વર્કશોપમાં અંદાજે 20 હજાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનાર 9 હજાર હોર્સ પાવરની ઇલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ કરશે.

પીએમ મોદી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં પણ સંબોધન કરશે. આ મહાસંમેલનમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુરના 2 લાખથી વધુ લોકો જોડાશે. પ્રધાનમંત્રી મોદીના મહાસંમેલન માટે દાહોદમાં એશિયાનો સૌથી મોટો ફાયર સેફ્ટી સાથેનો 17.98 લાખ ક્ષેત્રફળ ધરાવતો  ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. 14 લાખ ચોરસ ફૂટના મુખ્ય ડૉમમાં 7 ડૉમની હરોળ છે. જે પૈકી 5 જર્મન ડૉમ છે. આટલો વિશાળ ડોમ હોવા છતાં તેમાં વચ્ચે એક પણ થાંભલો આવતો નથી. તો ઉનાળાને ધ્યાનમાં રાખીને વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા ઉપરાંત વોટર સ્પ્રેયરથી વાતવરણને ઠંડું રાખવા ખાસ વ્યવસ્થા ગોઠવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news