ગુજરાતમાં એટ્રોસિટી એક્ટની આગ : ઠેર-ઠેર વિરોધ ચક્કાજામ, પ્રદર્શનકારીઓની અટકાયત

એટ્રોસિટી એક્ટ મુદ્દે હાલમાં જ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. જેને લઇ ગુજરાતમાં પણ ઠેર-ઠેર બંધની અસર જોવા મળી રહી છે. ગુજરાતના અમદાવાદ, ઉત્તર ગુજરાત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર સહિત અનેક જગ્યાએ બંધની અસર જોવા મળી હતી.

ગુજરાતમાં એટ્રોસિટી એક્ટની આગ : ઠેર-ઠેર વિરોધ ચક્કાજામ, પ્રદર્શનકારીઓની અટકાયત

અમદાવાદ: એટ્રોસિટી એક્ટ મુદ્દે હાલમાં જ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. જેને લઇ ગુજરાતમાં પણ ઠેર-ઠેર બંધની અસર જોવા મળી રહી છે. ગુજરાતના અમદાવાદ, ઉત્તર ગુજરાત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર સહિત અનેક જગ્યાએ બંધની અસર જોવા મળી હતી. આ બંધને કોંગ્રેસે સમર્થન આપી રાજકોટમાં ધરણા કર્યા હતા. તેમજ લોકોને કાયદો વ્યવસ્થા હાથમાં ન લેવાની અપીલ કરી છે.તો બીજી તરફ અમદાવાદના ઉજાલ સર્કલ પાસે ટાયર સળગાવવામાં આવ્યા હતા. બંધના એલાનને પગલે 10 જેટલા AMTS બસના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તેમજ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તા માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અમદાવાદ:
ભારતભરમાં આપવામાં આવેલા બંધને પગલે અમદાવાદમાં NSUIના વિદ્યાર્થીઓ દ્વારા બંધ પાળવામાં આવી રહ્યું છે. NSUIના વિદ્યાર્થીઓ કોલેજોમાં બંધ પળાવવા નિકળ્યા છે. NSUI દ્વારા વિવધ કોલેજો બંધ કરાવવામાં આવી રહી છે જે કોલેજ પરીક્ષા ન ચાલી રહી  હોય તેવા વિભાગો બંધ કરાવવામાં આવી રહ્યા છે. NSUI દ્વારા GLS કોલેજ બંધ કરાવવામાં આવી છે.

વડોદારા:
તો આ તરફ વડોદરામાં પણ દલિત દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. શહેરના કોઠી ચાર રસ્તા પાસે મોટી સંખ્યામાં દલિત આગેવાનો એકઠા થઇને ચાર રસ્તા પાસે ચક્કાજામ કર્યો છે. તેમજ રસ્તા પર કચરો નાખીને વિરોધ નોંધાવ્યો છે. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Dalit protests

બનાસકાંઠા:
બનાસકાંઠામાં પણ દલિત સમાજ દ્વારા એટ્રોસિટી એક્ટને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. દલિત સમાજના આગેવાનોએ ધાનેરામાં દલિત સમાદ દ્વારા બજાર બંધ કરવામાં આવ્યું છે. જબરજસ્તીથી બજાર બંધ કરતા પોલીસે 5 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. ધાનેરા હાઈવે બંધ કરતા વાહનચાલકો મુશકેલી પડી રહી છે. તેમજ ધાનેરાના તમામ રસ્તાઓને બ્લોક કરી દેવામાં આવ્યા છે.

બોટાદ: 
ભારતભરમાં બંધના એલાનને લઈને બોટાદમાં દલિત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બોટાદના અવેડા ગેઇટ પાસે ટોળાએ દમાલ મચાવી હતી અને  ST બસ પર પરથરમારો કર્યો હતો.પથ્થરમારાના કારણે ST બસના કાચ ફુટી જવાથી ST બસને નુકશાન થયું છે.

જામનગર: 
જામનગરમાં SC ST એક્ટમાં SCના ફેરબદલનો દલિતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દલિત સંગઠનો દ્વારા જામનગરથી રાજકોટ જતા હાઇવે પર અને ખંભાળિયા બાયપાસ નજીક ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. દલિત સંગઠનો દ્વારા ટુકડીઓ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો આ તરફ ખોડીયાર કોલોનીમાં આવેલ ખાનગી મોલને પણ દલિતો દ્વારા બંધ કરાવામાં આવ્યા હતા. તેમજ શહેરના વિવિધ બજારો પણ દલિતો દ્વારા બંધ કરાવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી પરિસ્થિતિ પર કાબુ માળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

સુરેન્દ્રનગર: 
ભારતભરમાં આપવામાં આવેલા બંધના એલાનને પગલે સુરેન્દ્રનગરમાં એલાનને સમર્થ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર ST ડેપોમાંથી ઉપડતી અને બહારથી આવતી તમામ ST બસોના રૂટ બંધ રાખવામાં આવ્યામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના વઢવાણ ગેબનશા પીર રોડ નજીક અમદાવાદ - સુરેન્દ્રનગર રોડ પર દલિત સંગઠનોએ રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો. દલિત સંગઠનો દ્વારા રસ્તો બંધ કરી વાહનો રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો જેને લઇ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

ભાવનગર: દલિત સમાજનો ઉગ્ર વિરોધ પ્રદર્શન
દલિત સંગઠનોએ ટાયર સળગાવી કર્યો વિરોધ
ક્રેસન્ટ સર્કલ-હાલુંરિયા ચોક પર સળગાવ્યા ટાયર
મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો થયા ભેગા 
એક્ટ્રોસિટી એક્ટમાં ફેરબદલ મુદ્દે વિરોધ

વલસાડમાં દલિતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, શહેરોના બજારો સજ્જડ બંધ
કપરાડા, ધરમપુર, સુથારપાડા, દાદરાનગર હવેલી, ખાનવેલ, સેલવાસ, નારોલમાં પણ બજારો બંધ
વલસાડ જિલ્લાના આદિવાસી તાલુકામાં ભારત બંધને લઇને સજ્જડ બંધ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news