હવે ATM મશીનમાંથી રૂપિયા ના નીકળે તો થઈ જજો સાવધાન, આ ચીપ એકાઉન્ટ કરી નાંખશે સાફ!
અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાંચ એવા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમણે વગર પાસવર્ડ એટીએમ મશીનમાંથી રૂપિયા કાઢી નાખ્યા છે. જેમાં રોહિત સિંહ, વિમલ પાલ, તથા ધીરેન્દ્ર કુમાર પાલ નામના ત્રણેય આરોપીઓની સાયબર ક્રાઈમે ધરપકડ કરી લીધી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: જો તમે ATM મશીનમાં રૂપિયા ઉપાડવા જાય અને રૂપિયા નીકળે નહિ તો સાવધાન થઈ જજો કારણ કે ATM મશીનમાં રૂપિયા નીકળવાના સ્લોટમાં એક ખાસ પ્રકારની હાથ બનાવટની ચિપ મુકેલી હશે અને આ ચીપના લીધે તમારા રૂપિયા નીકળશે નહીં અને બાદમાં કેટલાક ઠગ લોકો આ ચીપ કાઢીને તમારી મહેનતની કમાણીને ગણતરીની મિનિટોમાં ATM માંથી કાઢી લેશે. હાલ તો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચના PSI સોનાલી પટેલ અને તેમની ટીમની પ્રશંસનીય કામગીરીએ આપણને બચાવી લીધા છે, પરંતુ તમે આગળ જતા સાવધાન રહેજો.
SBI બેન્કના ATM મશીનની બહાર સિક્યોરિટી ગાર્ડ નહિ હોવાનો કેટલું નુકસાન ગ્રાહકોને થઈ રહ્યું છે અને કેટલો ફાયદો ઘણા ઠગ લોકોને થઈ રહ્યો છે તેનો લાઈવ વિડીયો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. આ વીડિયો બતાવવા માટેનો આમારો હેતુ એટલો જ છે જેનાથી લોકો જાગૃત થાય. તો જોવો આ વીડિયો જેમાં કેટલાક ઠગ લોકો SBIના ATMમાં આવે છે અને એક સ્ટીલના બનાવટની ચિપ વડે ATM માંથી વગર પાસવર્ડ રૂપિયા કાઢી લે છે. આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ સાયબર ક્રાઇમ બ્રાંચના PSI સોનાલી પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે.
સાયબર ક્રાઇમે આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. આ તમામ આરોપીઓ એ એક એવી ખાસ પ્રકારની ચિપ બનાવી જેના લીધે ATM માં પાસવર્ડ નાંખ્યા વગર જ પૈસા ઉપડી જતા હતા. આ તમામ લોકોની મોડેસ ઓપરેન્ડીની જો વાત તમે સાંભળશો તો ચોકી ઉઠશો સાયબર ક્રાઇમના ચોપડે અશોક સિંહ નામનો મુખ્ય આરોપી જે ફરાર છે. તેને સાયબર ક્રાઇમની ગીરફતમાં આવેલા ત્રણેય આરોપીઓને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપી હતી. જેમાં એલ્યુમિનિયમના ધાતુવાળી વાય આકારના ચીપિયા બનાવ્યા હતા. જે ચિપિયાને ATM મશીનમાંથી જે જગ્યા પરથી પૈસા નીકળતા હોય છે. ત્યાં સુ વ્યવસ્થિત મૂકી દેવામાં આવતી હતી અને જ્યારે ATM ધારક પોતાનું એટીએમ કાર્ડ લઈને મશીનમાં નાખે અને પાસવર્ડ એન્ટર કરે અને પૈસા નીકળવાનો આવજ પણ આવે અને પૈસા બહાર નીકળે નહિ ત્યારે આ એલ્યુમિનિયમના બનાવેલા ચિપિયાની અંદર તમામ રોકડ રકમ ફસાઈ જતી હોય છે અને ગ્રાહક એટીએમ મશીનમાંથી બહાર જતો રહે છે. બાદમાં થોડા સમયમાં જ આ ગેંગ એટીએમમાં પ્રવેશ કરી આ ચિપિયાની બહાર કાઢીને ચિપિયામાં ભરાવેલા રૂપિયા બહાર કાઢીને ફરાર થઇ જાય છે.
અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાંચ એવા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમણે વગર પાસવર્ડ એટીએમ મશીનમાંથી રૂપિયા કાઢી નાખ્યા છે. જેમાં રોહિત સિંહ, વિમલ પાલ, તથા ધીરેન્દ્ર કુમાર પાલ નામના ત્રણેય આરોપીઓની સાયબર ક્રાઈમે ધરપકડ કરી લીધી છે અને મુખ્ય આરોપી અશોકસિંહ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે, ઉલ્લેખનીય છે કે આ તમામ આરોપીઓ માંથી રોહિત સિંગ માત્ર 07 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે, ને બીજો આરોપી વિમલ પાલ BSC સુધીનો અભ્યાસ કરેલો છે અને ધીરેન્દ્ર કુમાર પાલ 09 ધોરણ સુધી ભણેલો છે...
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ ના એસીપી જે એમ યાદવ એ જણાવ્યું હતું કે, અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ ના PSI સોનાલી પટેલ અને તેમની ટીમએ છેલ્લા બે માસ થી સતત મહેનત ના કારણે આ ગેંગ પોલીસ ની ગિરફ્ત માં આવી
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ પ્રકારની પૈસાની ઉઠાંતરી દરેક એટીએમ માં થઈ શકે છે પરંતુ આ ગેંગ દ્વારા માત્ર ને માત્ર SBI બેંકના એટીએમ ને જ નિશાન બનાવવામાં આવતા હતા તેનું એક માત્ર કારણ એ પણ આરોપી ઓ એ જણાવ્યું હતું કે SBI બેંકના એટીએમની બહાર કોઈ સિક્યુરિટી વર્ડ તૈનાત રહેતો નહોતો. જેના કારણે આરોપી ઓ ખૂબ જ સરળતાથી પોતાના કામ ને અંજામ આપી શકતા હતા.
વધુમાં આ ગેંગ દ્વારા છેલ્લા બે મહિનામાં ઉત્તરપ્રદેશથી ટ્રેન મારફતે આવી અને શહેરની સામાન્ય હોટલોમાં રોકાઈને શહેરના લગભગ 40 જેટલા SBI ના એટીએમ માંથી કુલ 92,000 રોકડની ઉઠાંતરી કરેલા હોવાનું કબૂલ્યું છે, ત્યારે હાલ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફરાર એવા મુખ્ય આરોપી અશોકસિંહ ની ધરપકડ કરવા માટે મથામણ કરી રહી છે અને આ ગેંગ ગુજરાતના અન્ય બીજા ક્યાં ક્યાં શહેરોમાં અને ભારતના બીજા ક્યાં ક્યાં રાજ્યોમાં જઈને ATM મશીનમાંથી ઉઠાંતરી કરી છે તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે