Lok Sabha Election 2024: ક્ષત્રિયોના આટલા વિરોધ બાદ પણ રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં નથી ભાજપ, પાછળ છે આ મોટું કારણ!

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે ગુજરાતમાં જે રીતે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે તે મોટો પડકાર બની રહ્યો છે. સવાલ એ ઊભો થાય છે કે આટ આટલી નારાજગી છે તો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે કે નહીં? તો સમજી લો કે તેની સંભાવના બહુ ઓછી દેખાઈ રહી છે કારણ કે રૂપાલા ભાજપના સ્ટાર પ્રચારકોની સૂચિમાં સામેલ છે. 

Lok Sabha Election 2024: ક્ષત્રિયોના આટલા વિરોધ બાદ પણ રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં નથી ભાજપ, પાછળ છે આ મોટું કારણ!

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે ગુજરાતમાં જે રીતે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે તે મોટો પડકાર બની રહ્યો છે. રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની અપીલ પર રતનપર ખાતે અસ્મિતા સંમેલન યોજાઈ ગયું. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી પ્રબળ બની છે.

19 તારીખ સુધીનું અલ્ટીમેટમ

એટલે કે સુધી કે ક્ષત્રિય સમાજે તો 19 તારીખનું અલ્ટીમેટમ પણ આપી દીધુ છે. જો ટિકિટ રદ ન કરાઈ તો ભાજપનો પણ બહિષ્કાર કરાશે તેવી ચીમકી આપી દેવાઈ છે. હવે આ બધામાં સવાલ એ ઊભો થાય છે કે આટ આટલી નારાજગી છે તો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે કે નહીં? તો સમજી લો કે તેની સંભાવના બહુ ઓછી દેખાઈ રહી છે કારણ કે રૂપાલા ભાજપના સ્ટાર પ્રચારકોની સૂચિમાં સામેલ છે. હવે ધીરે ધીરે રૂપાલાનો વિરોધ વધી રહ્યો છે પણ ભાજપ એમની ટિકિટ કાપવાના મૂડમાં નથી. હવે રૂપાલાનો વિરોધ ભાજપને નડી શકે છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 16, 2024

રવિવારે ક્ષત્રિયોનું યોજાયું સંમેલન
રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાઈ ગયું. રાજકોટના ભાજપના લોકસભા ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે અને વિરોધ સ્વરૂપે 4 લાખ જેટલા ક્ષત્રિયો આ સંમેલનમાં ઉમટી પડ્યા હોવાનું કહેવાય છે. જેમાંથી 3 લાખ લોકો મેદાનમાં હાજર હોવાનું કહેવાય છે અને એક લાખ જેટલા લોકો ટ્રાફિકમાં ફસાયેલા હોવાના કારણે સ્થળ પર પહોંચી શક્યા નહતાં. ગુજરાતની 92 સંસ્થાઓની કોર કમિટીએ આ સંમેલનનું આયોજન કર્યું હતું અને ગુજરાતભરમાંથી અનેક રાજવીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. રૂપાલાની ટિકિટ રદ ન થાય તો 19 એપ્રિલ પછી પાર્ટ-2 શરૂ કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. 

તમામ બેઠકો પર 'ઓપરેશન રૂપાલા'
ગુજરાતની 26 લોકસભા બેઠકો છે. ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલન બાદ એવું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો રાજ્યની તમામ 26 બેઠકો પર ઓપરેશન રૂપાલા શરૂ કરી દેવાશે. આ બેઠકો પર પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરાશે અને પછી તો તેમના વિરુદ્ધ મતદાન પણ કરવામાં આવશે. આ બધા માટે સભામાં જે પણ ક્ષત્રિયો હાજર રહ્યા હતા તેમને સોગંધ પણ લેવડાવવામાં આવ્યા કે 19 એપ્રિલ સુધીમાં (ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ) જો રૂપાલા ફોર્મ પરત ન ખેંચે તો ગુજરાત ઉપરાંત દેશના જે પણ રાજ્યોમાં ક્ષત્રિયોની સંખ્યા વધુ છે ત્યાં પણ ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવામાં આવશે. કરણી સેનાના અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણાએ તો એટલે સુધી કહી દીધુ કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દિલ્હીને પણ અમે હચમચાવી દઈશું. ભાજપ ભલે 400 પારની વાત કરે પરંતુ અમે 200ની અંતર સીમિત કરી દઈશું. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 15, 2024

ભાજપ કેમ નિશ્ચિત છે?
આટલા જબરદસ્ત વિરોધ છતાં કોઈને પણ મનમાં એ સવાલ ચોક્કસપણે ઊભો થાય કે આખરે ભાજપ કેમ પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં નથી? તો જાણી લો કે તેની પાછળનું કારણ છે કે ભાજપ પાટીદારોને નારાજ કરવા માંગતો નથી. આંકડા જોઈએ તો આખા ગુજરાતમાં એક પણ લોકસભા બેઠક નથી  જ્યાં ક્ષત્રિય સમાજની નારાજગીથી ભાજપે હારનો સામનો કરવાનો વારો આવે. જો ક્ષત્રિય સમાજ એકજૂથ થઈ પણ જાય અને વિરોધમાં મતદાન કરે તો પણ પરિણામમાં ફેરફાર થાય તેની શક્યતા બહુ ઓછી છે. હાં જીતનો માર્જિન ચોક્કસપણે ઘટી શકે. આંકડા પર નજર ફેરવીએ તો ગુજરાતમાં કેટલીક લોકસભા બેઠકો પર ક્ષત્રિય સમાજની વસ્તી ત્રણથી પાંચ ટકા સુધી છે. સૌથી વધુ મતોની ટકાવારી સુરેન્દ્રનગર અને ભાવનગર બેઠકો પર છે. જો કે અહીં પણ પરિણામ પર અસર થવાની શક્યતા ધૂંધળી છે. આવામાં એટલે કદાચ ભાજપ ક્ષત્રિયોના આંદોલનથી ચિંતિત તો છે પણ કોઈ મોટા નિર્ણય પર જવાના મૂડમાં નથી. અને કદાચ તેના જ ફળ સ્વરૂપે પરશોત્તમ રૂપાલા 16મી એટલે કે કાલે પોતાની ઉમેદવારી પણ નોંધાવવાના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news