લવ જેહાદ: વડોદરામાં સગીરા પર વર્ષો સુધી દુષ્કર્મ આચરનારા વ્યક્તિની ધરપકડ

શહેરના વાસણા રોડ પર 3 વર્ષ પહેલા 11માં ધોરણમાં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચરનારા 34 વર્ષના વિધર્મી રીક્ષાચાલક યુવકની જે.પી રોડ પોલીસે અટકાયત કરી છે. રીક્ષાચાલક યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ સગીરા પુખ્ત થઇ ત્યા સુધી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ગર્ભવતી થઇ જતા તેણે ગર્ભપાત કરાવ્યો હતો. આ મુદ્દે પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધીને રિક્ષાચાલક મોહમ્મદ તોસિફ મોહમ્મદ શરીફ કાઝીની અટકાયત કરીને તેનો કોરોના ટેસ્ટ કરાવવા માટે તજવીજ હાથ ધરી હતી.

Updated By: Oct 23, 2020, 09:19 PM IST
લવ જેહાદ: વડોદરામાં સગીરા પર વર્ષો સુધી દુષ્કર્મ આચરનારા વ્યક્તિની ધરપકડ

વડોદરા : શહેરના વાસણા રોડ પર 3 વર્ષ પહેલા 11માં ધોરણમાં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચરનારા 34 વર્ષના વિધર્મી રીક્ષાચાલક યુવકની જે.પી રોડ પોલીસે અટકાયત કરી છે. રીક્ષાચાલક યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ સગીરા પુખ્ત થઇ ત્યા સુધી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ગર્ભવતી થઇ જતા તેણે ગર્ભપાત કરાવ્યો હતો. આ મુદ્દે પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધીને રિક્ષાચાલક મોહમ્મદ તોસિફ મોહમ્મદ શરીફ કાઝીની અટકાયત કરીને તેનો કોરોના ટેસ્ટ કરાવવા માટે તજવીજ હાથ ધરી હતી.

દિલ્હીથી તેડુ આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલનો કચ્છ પ્રવાસ રદ્દ

હાલ 20 વર્ષીય યુવતી 2017માં 11મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તે રિક્ષા ચલાવતા મોહમ્મદ તોસીફ મોહમ્મદ શરીફ કાજીની રીક્ષામાં અટલાદરામાં ટ્યૂશન ક્લાસમાં જતી હતી. જેથી તેના સંપર્કવામાં આવતા તોસીફે તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. સગીરાને તેના ટ્યૂશન ક્લાસમાંથી તોસીફ તેના વાસણા રોડ પર ફિરોજ નગરના મકાનમાં લઇ જતો હતો. વારંવાર સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું. 2017થી 2019 સુધી સગીરા પુખ્ત થઇ ત્યા સુધી તોસીફે તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જેથી સગીરા ગર્ભવતી થઇ હતી.

CM ની કોરોના કોલર ટ્યુને રાજકીય રંગ પકડ્યો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ

સગીરાને 4 માસનો ગર્ભ રહેતા તોસીફે તેને ગર્ભપાત કરવાની ગોળી આપી હતી. ત્યાર બાદ સગીરા સાથેનો સંબંધોના ફોટા પણ પાડ્યા હતા. જે વાયરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે પોક્સો, આઇટી એક્ટ, ગર્ભપાત અંગેની કલમ અને દુષ્કર્મનો ગુનો નોંધી તોસીફ કાજીને ઝડપી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવકી 18 વર્ષની ન હોવાથી તું 18 વર્ષની થાય પછી લગ્ન કરી લઇશું તેવી લાલચ આપીને વર્ષો સુધી દુષ્કર્મ આચર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube