Gujarat Elections: ભાજપે ટિકિટ કાપતા મધુ શ્રીવાસ્તવ શું હવે કોંગ્રેસમાં જોડાશે? મોટી નવાજૂનીના અણસાર!

Gujarat Elections 2022: વાઘોડીયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે કંઈક નવાજૂની કરવાની ફિરાકમાં છે. ભાજપે ટિકિટ કાપતા મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસનો સંપર્ક કર્યો હોવાની વાત સામે આવી છે.

Gujarat Elections: ભાજપે ટિકિટ કાપતા મધુ શ્રીવાસ્તવ શું હવે કોંગ્રેસમાં જોડાશે? મોટી નવાજૂનીના અણસાર!

રવિ અગ્રવાલ/વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ભાજપ કોંગ્રેસે પોતાના મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે હાલ ટિકીટ ના મળતા તમામ પક્ષોમાં અનેક લોકોમાં અસંતોષ અને ભડકો જોવા મળી રહ્યો છે. ભાજપનું લિસ્ટ જાહેર થયા બાદ સૌથી વધુ ચર્ચામાં કોઈ નેતા હોય તો મધુ શ્રીવાસ્તવ છે. ગઈકાલે સાંજે (ગુરુવાર) મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે.

મહત્વનું છે કે, દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવની ભાજપે ટિકિટ કાપી છે. મધુ શ્રીવાસ્તની ટિકિટ કાપીને અશ્વિન પટેલને ભાજપે વાઘોડિયા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યાં છે. ત્યારે મધુ શ્રીવાસ્તવને ટિકિટ નહિ મળતાં તેઓ બાગી થયા છે. તેઓએ નારાજગી સાથએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી.   

વાઘોડીયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે કંઈક નવાજૂની કરવાની ફિરાકમાં છે. ભાજપે ટિકિટ કાપતા મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસનો સંપર્ક કર્યો હોવાની વાત સામે આવી છે. મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસના એક મોટા આદિવાસી નેતા સાથે ગુપ્ત બેઠક પણ કરી હોવાનું રાજનૈતિક સૂત્રો જણાવી રહ્યા છે.

દબંગ નેતા તરીકેની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવ હવે વાઘોડીયા બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે. બેઠકમાં હજુ સહમતી ના સાધતા પેચ ફસાયેલો છે, પરંતુ આ સીટ પર મોટા ઉલટફેર જોવા મળી શકે છે. મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાશે તો આદિવાસી મતોનો ભાજપને ફટકો પડે અને કોંગ્રેસને ફાયદો થાય તેવી સ્થિતિ પૈદા થઈ છે.

દીકરીએ ભાજપ પર રોષ ઠાલવ્યો
મધુ શ્રીવાસ્તવની ટીકીટ કપાતા તેમના પરિવારમાં ભારે રોષ જોવામળ્યો. મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેમની દીકરીએ રોષ વ્યક્ત કર્યો. મધુ શ્રીવાસ્તવના પુત્રી અને ભાજપ નેતા નીલમ શ્રીવાસ્તવે કહ્યું કે, મારા પિતાની ટિકિટ કાપી ભાજપે અપમાન કર્યું છે. મારા પિતા અપક્ષ ચૂંટણી લડશે અને જીતશે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 20 ઉમેદવારોમાંથી મારા પિતાએ 18 ઉમેદવાર જીતાડ્યા છે. અશ્વિન પટેલ જિલ્લા પંચાયતની ચૂંટણી નહિ જીતી શક્યા તો વિધાનસભા કેવી રીતે જીતશે. 

મહત્વનું છે કે, મધુ શ્રીવાસ્તવની દીકરી પણ ભાજપમાં સક્રિય છે. ભાજપ નેતા અને મધુ શ્રીવાસ્તવની દીકરીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારા પિતા અપક્ષથી ચૂંટણી લડીને જીતવાના છે, તે નક્કી છે. સાથે જ તેમણે કહ્યું કે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 20 માંથી 18 ઉમેદવારને મારા પિતાએ જીતાડ્યા હતા. અશ્વિન પટેલ જિલ્લા પંચાયતમાં ન જીતી શક્યા તો તેઓ વિધાનસભામાં કઈ રીતે જીતી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news