વલસાડમાં મધુબન ડેમ છલકાયો, શહેરમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી

વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ગત જ રોજથી પડેલા વરસાદને કારણે વલસાડની નદીઓમાં ઘોડાપુર જોવા મળી રહ્યુ છે. વલસાડ જિલ્લાની પારનદી, ઔરંગા નદી, કોલક અને દમણ ગંગા નદી બે કાંઠે વહી રહી છે

વલસાડમાં મધુબન ડેમ છલકાયો, શહેરમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી

ઉમેશ પટેલ/ વલસાડ: વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ગત જ રોજથી પડેલા વરસાદને કારણે વલસાડની નદીઓમાં ઘોડાપુર જોવા મળી રહ્યુ છે. વલસાડ જિલ્લાની પારનદી, ઔરંગા નદી, કોલક અને દમણ ગંગા નદી બે કાંઠે વહી રહી છે. જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરના કારણે જિલ્લા 27 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જિલ્લામાં મોડી રાતથી સવાર સુધી 12 કલાકમાં વલસાડમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડામાં 7.6 ઇંચ, ધરમપુરમાં 6.64 ઇંચ, વાપીમાં 5.16 ઇંચ, ઉમરગામમાં 4.4 ઇંચ, વલસાડમાં 3.12 ઇંચ અને પારડીમાં 3.2 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા અને ધરમપુરમાં નોંધાયો છે. બીજી તરફ ઉપરવાસમાં વરસાદને લઈ મધુબન ડેમ પૂરેપૂરો ભરાયો છે. મધુબન ડેમનું રુલ લેવલ જાળવવા ડેમમાંથી દર બે કલાકે દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવે છે. મધુબન ડેમની સપાટી પર નઝર કરીયે તો હાલ 78.20 મીટર છે. ત્યારે ડેમની ભયજનક સપાટી 84 મીટર છે. તો વલસાડની ભૈરવી નદી  સપાટી 3.19 મિટર પોહચી છે.

ઉપરવાસ અને ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડતા વરસાદને કારણે ડેમમાં ધરખમ પાણીની આવક થવા માંડી છે. હાલ ડેમમાંથી 64,119 ક્યુસ્કે પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. તો બીજી તરફ વલસાડ શહેરના મુખ્ય અંડરપાસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. વલસાડ શહેરમાં પ્રવેશવા માટેનો મુખ્ય છીપવાડ અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. દર વર્ષે અહીંયા થોડા વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે. તેમ છતાં પાલિકા દ્વારા યોગ્ય નિકાલ ન કરવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news