AAPની જીતવાની શક્યતા જ નથી, ચૈતર વસાવા ક્યાંય ખોવાઈ જશે ખબર પણ નહીં પડે"

ઓપરેશન લોટસ અંતર્ગત ભાજપમાં વિપક્ષના નેતાઓની ભરતી યથાવત છે. જેમાં હવે આદીવાસી દિગ્ગજ નેતા અને બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવાએ પણ કેસરિયા કર્યા છે. ત્યારે મહેશ વસાવાના ભાજપ ગમનથી કેટલું બદલાશે ભરૂચ લોકસભા બેઠકનું સમીકરણ, જોઈએ આ અહેવાલમાં... 

AAPની જીતવાની શક્યતા જ નથી, ચૈતર વસાવા ક્યાંય ખોવાઈ જશે ખબર પણ નહીં પડે"

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે ભરૂચ બેઠક ફતેહ કરવા માટે સોગઠાં ગોઠવવાની શરૂઆત કરી દીધી છે. અને તેના ભાગરૂપે જ આદીવાસી દિગ્ગજ નેતા અને બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવાની ભાજપમાં એન્ટ્રી થઈ છે. આપના ચૈતર વસાવા સામે મનસુખ વસાવા મજબૂત ચહેરો છે. ત્યારે મનસુખ વસાવાને વધુ મજબૂત કરવા માટે મહેશ વસાવાના કેસરિયા કરાયા છે. મહેશ વાસાવાએ સૌ પ્રથમ પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, AAPની જીતવાની શક્યતા જ નથી, ચૈતર વસાવા ક્યાંય ખોવાઈ જશે ખબર પણ નહીં પડે.

મહત્વનું છે કે લાંબા સમયની ચર્ચાઓ અને અટકળો બાદ આખરે BTPના મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. પિતાની નારાજગી વ્હોરીને પણ મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે કેસરિયા કરી લીધા છે. મહેશ વસાવાની સાથે પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ત્યારે મહેશ વસાવા અને મહેશ પટેલ ભાજપમાં જોડાતા આદિવાસી પટ્ટા અને ઉત્તર ગુજરાતમાં ભાજપ વધુ મજબૂત થશે. 

56 વર્ષના મહેશ વસાવાનું આદીવાસીઓ પર પ્રભુત્વ છે
છોટુ વસાવાના રાજકીય વારસદાર છે મહેશ વસાવા
બીટીપીના અધ્યક્ષ રહી ચૂક્યા છે મહેશ વસાવા
2017માં JDUમાંથી વિભાજન બાદ બીટીપીની રચના થઈ 
બીટીપીની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી

વીઓ. ભરૂચ લોકસભા બેઠક જીતવા અને મનસુખ વસાવાને વધુ મજબૂત કરવા માટે જ મહેશ વસાવાના કેસરિયા કરાયા છે. (ગ્રાફીક્સ) ભરૂચ લોકસભાની બેઠક પર સાત વિધાનસભા બેઠકો છે. જેમાં કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર. આ સાત પૈકી ડેડિયાપાડામાં આપના ચૈતર વસાવા ધારાસભ્યપદે ચૂંટાયા છે. જે હાલ લોકસભાની બેઠકના ઉમેદવાર છે. બાકીની તમામ 6 બેઠકો ભાજપ પાસે છે. ત્યારે ચૈતર વસાવાના તોડ માટે જ ભાજપે મહેશ વસાવાને પાર્ટીમાં બોલાવ્યા છે. ભરૂચ ખાતેથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે. કૉંગ્રેસનું તેમને સમર્થન છે. ભાજપ તરફથી સતત સાતમીવાર મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. ગુજરાતની રાજનીતિમાં આદિવાસી મતો મહત્ત્વપૂર્ણ છે. ત્યારે મહેશ વસાવા ભાજપમાં જોડાતા ભાજપને બીટીપીની તૈયાર કૅડર મળી છે, જે આપના ચૈતર વસાવા સામે મોટો પડકાર ઉભો કરી શકે છે. ઝગડિયા, વાલિયા, નેત્રંગ અને ડેડિયાપાડામાં બીટીપીનું વર્ચસ્વ છે. ભલે હાલ વિધાનસભામાં તેની એક પણ બેઠક ન હોય પરંતુ છોટુભાઈ વસાવાને માનનારા લોકો આ વિસ્તારમાં ઓછા નથી. 

છોટુ વસાવા અને મહેશ વસાવા, આ બાપ-દીકરાનો રાજકીય ઝગડો જગજાહેર છે. મહેશ વસાવા અને છોટુ વસાવા વચ્ચે વિધાનસભાની ચૂંટણીમાં બબાલ થઈ હતી. જેમાં પિતાની સીટ પરથી દીકરાએ પણ લડવાની જીદ કરી હતી. આખરે સમાધાન થયું હતું પણ આ બેઠક તેઓ જીતી શક્યા ન હતા. તેવામાં હવે પોતાની જ BTP પાર્ટી છોડીને મહેશ વસાવાએ ભાજપનો હાથ ઝાલી લેતાં પિતા છોટુ વસાવા દીકરા મહેશ વસાવા અને ભારતીય જનતા પાર્ટી પર ધૂઆપુઆ થયા છે. ભાજપને ઉંદર સાથે સરખાવીને છોટુ વસાવાએ  પ્રહાર કરતા કહ્યુ કે જેમ ઉંદર ધીમેધીમે ફોલીને કોતરી ખાય તેમ ભાજપ પાર્ટી ઉંદરની જેમ બીજી પાર્ટીના નેતાઓને કોતરી રહી છે.

 ભાજપે ભરૂચ લોકસભા ફતેહ અને મનસુખ વસાવાને જીતાડવા માટે જ મનસુખ વસાવાને ખેસ પહેરાવ્યો છે. ત્યારે લોકસભાના પરિણામ આવ્યા પછી જ ખબર પડશે કે મહેશ વસાવા ભાજપ માટે કેટલા ફાયદાકારક રહ્યા...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news