ગુજરાતી ફિલ્મ 'રેવા' જેવો નજારો! મહીસાગર નદીને 1001 ફૂટની ચૂંદડી ઓઢાડવામાં આવી, આકાશી દ્રશ્યો સામે આવ્યા

મહીસાગર નદી ખાતે ચૂંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં મહીસાગર નદીને 1001 ફૂટની ચૂંદડી ઓઢાડવામાં આવી છે. મુજપુર ગામે આ કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાતી ફિલ્મ 'રેવા' જેવો નજારો! મહીસાગર નદીને 1001 ફૂટની ચૂંદડી ઓઢાડવામાં આવી, આકાશી દ્રશ્યો સામે આવ્યા

મિતેલ માલી/પાદરા: વડોદરામાં પાદરાના મુજપુર ગામ ખાતે ભક્તો દ્વારા મહિસાગર નદીને 1001 ફૂટ લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. ભક્તો હાથમાં ચૂંદડી પકડીને એક નદીના એક પટથી બીજા પટ સુધી વહાણમાં જઈ માતાજીને ચૂંદડી અર્પણ કરી હતી. આ પ્રસંગે મુજપુર ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

મહીસાગર નદી ખાતે ચૂંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં મહીસાગર નદીને 1001 ફૂટની ચૂંદડી ઓઢાડવામાં આવી છે. મુજપુર ગામે આ કાર્યક્રમ યોજાયો હતો. પારંપરિક રીતે દર વર્ષે  કાર્યક્રમ યોજાય છે. મોટી સંખ્યામાં લોકોએ પૂજા કર્યા બાદ મહીસાગર નદીને ચૂંદડી ઓઢાડી હતી. નવરાત્રી દરમિયાન  મુજપુર ગામે મહીસાગર માતાજીને ચૂંદડી ઓઢાળવાનો કાર્યક્રમ કરવામાં આવે છે. હાલ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ગ્રામજનો નદીના એક પટમાંથી બીજા પટ સુધી ચૂંદડી લઈને માતાજીને ઓઢાડે છે.

No description available.

મુજપુર ગામમાં આ ધાર્મિક કાર્યક્રમ દર વખતે યોજવામાં આવે છે. ભક્તો મહીસાગર માતાજીના નામનું સ્મરણ કરી તેમજ તેમની સ્તુતીનું ગાન કરતા કરતા હાથમાં ચુંદડી પકડીને એક પટ થી બીજા પટ સુધી પહોચ્યાં હતાં. જ્યારે નદીમાં સતત ફૂલો પણ અર્પણ કરવામાં આવી રહ્યાં હતાં.

No description available.

માતાજીની ચૂંદડી અર્પણ કર્યા બાદ મહિસાગર માતાજીની આરતી પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, અહીં માતાજીને ચૂંદડી અર્પણ કરવાનો અનેરો મહિમા રહેલો છે. માંઈ ભક્તો પોતાના કુળદેવી મંદિરે તેમજ નર્મદા અને મહિસાગર નદીને માતાજીનું સ્વરૂપ સમજીને ચૂંદડી અર્પણ કરતા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news