મોદી સરકારને ઝટકો, કૃષિ અધ્યાદેશના વિરોધમાં હરસિમરત કૌરે કેબિનેટમાંથી આપ્યું રાજીનામુ
કૃષિ સંબંધિત અધ્યાદેશ લાવનારી મોદી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપની સહયોગી શિરોમણી અકાલી દળ અધ્યાદેશનો વિરોધ કરી રહ્યું છે. શિરોમણી અકાલી દળ તરફથી મોદી કેબિનેટમાં મંત્રી હરસિમરત કૌરે રાજીનામુ આપી દીધું છે.
Trending Photos
નવી દિલ્હીઃ કૃષિ સંબંધિત અધ્યાદેશ લાવનારી મોદી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. મોદી સરકારમાં સામેલ કેન્દ્રીય મંત્રી અને અકાલી દળના નેતા હરસિમરન કૌરે કેબિનેટમાંથી રાજીનામુ આપી દીધું છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. મહત્વનું છે કે, ભાજપની સહયોગી શિરોમણી અકાલી દળ અધ્યાદેશનો વિરોધ કરી રહ્યું છે. ગુરૂવારે જ્યારે બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યો તો શિરોમણી અકાલી દળના સાસંદ સુખબીર સિંહ બાદલે વિરોધ કર્યો હતો.
સુખબીર સિંહ બાદલે કહ્યુ કે, શિરોમણી અકાલી દળના સભ્ય અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ સરકારમાંથી રાજીનામુ આપશે. અમે આ નિર્ણય બિલના વિરોધમાં લીધો છે. સુખબીર સિંહ બાદલે કહ્યુ કે, અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. તેનાથી 20 લાખ ખેડૂતો પર અસર પડશે. આઝાદી બાદ દરેક રાજ્યએ પોતાની યોજના બનાવી. પંજાબની સરકારે છેલ્લા 50 વર્ષમાં ખેતીને લઈને ઘણા કામ કર્યાં છે. પંજાબમાં ખેડૂત ખેતીને પોતાનું બાળક સમજે છે. પંજાબ પોતાનું પાણી દેશવાસીને કુરબાન કરી દે છે.
I have resigned from Union Cabinet in protest against anti-farmer ordinances and legislation. Proud to stand with farmers as their daughter & sister.
— Harsimrat Kaur Badal (@HarsimratBadal_) September 17, 2020
આ પહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ મુદ્દા પર કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ અને શિરોમણી અકાલી દલન અધ્યક્ષ સુખબીર સિંહ બાદલને એનડીએ ગઠબંધન છોડવાનો પડકાર ફેંક્યો હતો. ગુરૂવારે એક નિવેદન જારી કરી કેપ્ટન અમરિંદરે કહ્યુ કે, બાદલ પરિવાર હજુ પણ સરકારની સાથે છે, જ્યારે મોદી સરકાર ખેડૂતોની વિરોધમાં બિલ લાવી રહી છે. તેવામાં શિરોમણી અકાલી દળના નાટકથી પંજાબના ખેડૂતોનું નુકસાન પરત થશે નહીં, જે તેણે પહેલા કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે