રાજ્યમાં પેદા થયેલી સાંપ્રદાયીક સ્થિતિને ધ્યાને રાખી ગૃહરાજ્યમંત્રીની બેઠક પુર્ણ, જાણો શું આદેશ આપ્યા

રાજ્યમાં રામનવમીના પ્રસંગે સમગ્ર ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જો કે ગુજરાતના આણંદ અને હિંમતનગરમાં છમકલાની ઘટના પણ સામે આવી હતી. જ્યાં ટોળા દ્વારા રામ નવમીની યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે બંન્ને સ્થલો પર ચોક્કસ લોકો દ્વારા જ પથ્થરમારો કરવામાં આવતા માહોલ ગરમાયો હતો. જેના પગલે બંન્ને સ્થલો પર પોલીસનો ખડકલો થઇ ગયો હતો. સ્થિતિને થાળે પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો. 
રાજ્યમાં પેદા થયેલી સાંપ્રદાયીક સ્થિતિને ધ્યાને રાખી ગૃહરાજ્યમંત્રીની બેઠક પુર્ણ, જાણો શું આદેશ આપ્યા

ગાંધીનગર : રાજ્યમાં રામનવમીના પ્રસંગે સમગ્ર ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જો કે ગુજરાતના આણંદ અને હિંમતનગરમાં છમકલાની ઘટના પણ સામે આવી હતી. જ્યાં ટોળા દ્વારા રામ નવમીની યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે બંન્ને સ્થલો પર ચોક્કસ લોકો દ્વારા જ પથ્થરમારો કરવામાં આવતા માહોલ ગરમાયો હતો. જેના પગલે બંન્ને સ્થલો પર પોલીસનો ખડકલો થઇ ગયો હતો. સ્થિતિને થાળે પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો. 

રાજ્યમાં શાંતિ ડહોળવાનો જે પ્રકારે પ્રયાસ કરવામાં આવ્યો તેની ગંભીરતા જોતા ગૃહરાજ્યમંત્રીએ મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત પોલીસને મદદ માટે જે કાંઇ પણ શસ્ત્ર સરંજામ જોઇએ તે તમામ આપવાની બાંહેધરી આપી હતી. આ ઉપરાંત આવું કરનારા તત્વો વિરુદ્ધ કડકમાં કડક પગલા લેવામાં આવે જેથી તેઓ ફરી વાર આવું કરી શકે નહી તેવી ઉદાહરણીય કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા. 

આ ઉપરાંત સ્થાનિક એસપી વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા, પોલીસ વડા આશિષ ભાટીયા પણ મીટિંગમાં હાજર હતા. આ ઉપરાંત અનેક ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થિતિ અંગે ગૃહમંત્રીને બ્રિફિંગ આપવામાં આવ્યું હતું. હાલ આરએએફ, એસઆરપીએફ સહિતની જે જરૂર હોય તે પહોંચાડવામાં આવશે. કેટલાક આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં બીજા આરોપીઓને પણ રાઉન્ડઅપ કરવામાં આવશે. આ ઉપરાંત ગૃહમંત્રી અને ગુજરાત પોલીસ વડા સહિત તમામ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત કોઇ ખોટી અફવાઓમાં દોરવાઇ નહી જવા માટે પણ અપીલ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news