મહેસાણાના પહેલાં CORONA કેસની અજબ હકીકત, થયો મોટો ખુલાસો

આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 6 કેસ નોંધાયા છે અને મોતનો આંકડો 3 પર પહોંચ્યો છે. જેથી રાજ્યમાં કોરોનાના કુલ 53 દર્દી નોંધાયા છે.

મહેસાણાના પહેલાં CORONA કેસની અજબ હકીકત, થયો મોટો ખુલાસો

તેજસ દવે, મહેસાણા : આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 6 કેસ નોંધાયા છે અને મોતનો આંકડો 3 પર પહોંચ્યો છે. જેથી રાજ્યમાં કોરોનાના કુલ 53 દર્દી નોંધાયા છે. માહિતી પ્રમાણે મહેસાણામાં એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ છે પણ આ બાબતે તંત્રે મોટો ખુલાસો કર્યો છે.

મહેસાણાના કોરોના પોઝિટિવ કેસ મામલે કલેક્ટર એચ. કે. પટેલે ટેલિફોનિક નિવેદન આપ્યું છે કે પોઝિટિવ વ્યક્તિ ગાંધીનગરના વેડા phc સેન્ટર ખાતે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા હતો અને તેઓ કોરોના પોઝિટિવ એવા વેડા ફાર્મસીસ્ટના સંપર્કમાં આવ્યો હતો. આજે હેલ્થ વર્કરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ વ્યક્તિનું ફરજનું સ્થળ અને નેટિવ ગાંધીનગર છે પણ હેલ્થ વર્કરની પત્ની વિજાપુરમાં નોકરી કરે છે અને એડ્રેસ વિજાપુરના રાધે બંગ્લોઝનું છે. આ મહેસાણા નું એડ્રેસ હોવાથી તકેદારી રાખવી જરૂરી છે પછી ભલે એ વ્યક્તિ ગાંધીનગર રહેતો હોય અને ત્યાં નોકરી કરતો હોય.

આજે યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાધે બંગલોઝમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા સર્વે ની કામગીરી હાથ ધરાઈ છે. આ યુવાનના સંપર્કમાં આવેલા તમામને કોરોન્ટાઇન કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news