વરવી વાસ્તવિકતા : યુવાન વતનભેગો થવા દિવ્યાંગ ભાઈને ઉચકીને પગપાળા ચાલશે 200 કિલોમીટર

કોરોના વાઈરસને પગલે સુરત સહિત આખા ગુજરાતના લોકો પોતાનો કામધંધો બંધ કરીને પગપાળા વતન તરફ જઇ રહ્યા છે. હાલમાં લોકડાઉન છે ત્યારે લોકોએ પગપાળા વતન જવાનો રસ્તો અપનાવ્યો છે.

 

વરવી વાસ્તવિકતા : યુવાન વતનભેગો થવા દિવ્યાંગ ભાઈને ઉચકીને પગપાળા ચાલશે 200 કિલોમીટર

ભરત ચુડાસમા, ભરૂચ : કોરોના વાઈરસને પગલે સુરત સહિત આખા ગુજરાતના લોકો પોતાનો કામધંધો બંધ કરીને પગપાળા વતન તરફ જઇ રહ્યા છે. હાલમાં લોકડાઉન છે ત્યારે લોકોએ પગપાળા વતન જવાનો રસ્તો અપનાવ્યો છે. આ પરિસ્થિતિમાં એક યુવાન પોતાના દિવ્યાંગ ભાઇને ઉચકીને સુરતથી અંકલેશ્વર પહોંચ્યો હતો અને પછી કવાંટ તરફ જવા રવાના થયો હતો. સુરતથી 200 કિ.મી.નું અંતર કાપીને યુવાન દિવ્યાંગ ભાઇને ઉચકીને કવાંટ પહોંચશે. 

કોરોના વાયરસના ખતરાને જોતા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પ્રવાસી કામદારો, મજૂરોએ કમાણી ના થતાં ઘર પર પલાયન શરૂ કર્યું છે. મજૂરો ચાલતા જ હજારો કિલોમીટર દૂર પોતાના ઘરે જઇ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે આ પલાયનને રોકવા માટે રાજ્ય સરકારો માટે એડવાઇઝરી જાહેર કરી છે. 

ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપતા પ્રવાસીઓ, ઔધોગિક મજૂરો, તથા અસંગઠિત ક્ષેત્રના કામદારોનું પલાયન રોકવા માટે કહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news