મહેસાણા પોલીસે રાજકોટમાંથી ઝડપી લીધું નકલી નોટોનું કૌભાંડ, આ રીતે આચરતા કૌભાંડ
Trending Photos
રાજકોટ : નકલી નોટ છાપતા ત્રણ શખ્સોને મહેસાણા પોલીસે ઝડપી લીધા છે. મહેસાણા HDFC બેંકમાં 200 માં દરની 100 નકલી નોટ ભરણમાં આવતા બેન્ક મેનેજર દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. આ ફરિયાદની તપાસમાં પગેરું રાજકોટ સુધી લંબાયું છે. મહેસાણા પોલીસે રાજકોટમાં નકલી નોટ છાપતા ત્રણ શખ્સ ને ઉઠાવી લઈ જેલ હવાલે કરી દિધા છે. ઝડપાયેલા ત્રણ શખ્સ પૈકી એક શખ્સ અગાઉ પણ બે વખત નકલી નોટ બનાવવાના કેસમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. જેમાં ખાસ પ્રિન્ટર અને ખાસ માર્કર પેન અને નોટ બનાવવાનું કાગળ સહિત ત્રણ વ્યક્તિઓને હાલમાં પકડી પડ્યા છે.
મહેસાણા પોલીસના હાથે પકડાયેલા આ ત્રણ શખ્સ ઉપર અર્થતંત્રને ડામાડોળ કરવાનો આરોપ છે. આ ત્રણ શખ્સ મૂળ રાજકોટના રહેવાસી છે. મહેસાણામાં HDFC બેંકમાં ભરણમાં નકલી નોટ મળી આવવાના કેસની તપાસ દરમિયાન અમરેલીના સસિયા ગામના મગન શેખનું નામ ખૂલતા પોલીસે મગનને ઉઠાવી લીધો. મગને નકલીનોટ રાજકોટના દીપક કારિયાએ આપ્યાની કબૂલાત આપી. મગન અને સાગર પ્રિન્ટર અને કમ્પ્યૂટર સહિતની વસ્તુઓ લઇને દીપક કારિયાના ઘરે જતા અને દીપક કારિયાના ઘરમાં રૂ.200ના દરની નકલી નોટ છાપવામાં આવતી હતી. મહેસાણામાં નકલીનોટ પકડાઇ જવાની અને ગુનો નોંધાયાની જાણ થતાં દીપક કારિયાએ પોતાના ઘરમાં રહેલી રૂ.200ના દરની 100 નકલીનોટ સળગાવી નાખવાની કોશિશ કરી હતી. જો કે પોલીસે આ શખ્સ ના ઘરે તપાસ કરતા સળગાવેલી દીધેલી નોટ અને પિન્ટર સહિત સાધનો મળી આવ્યા છે.
મહેસાણામાં પ્રભુ કોમ્પ્લેક્સમાં આવેલી એચડીએફસી બેંકની બ્રાંચમાં ગત તા.30ના રોજ બેંકના બે ગ્રાહકોએ પોતાની પેઢીના ખાતામાં રકમ જમા કરાવી હતી. જેમાં રૂ.200ના દરની 100 નોટ નકલી હોવાનું ખુલ્યું હતું. આ અંગે બેંકના બ્રાંચ મેનેજર હેમંત પંડ્યાએ મહેસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ સોઢા સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બેંકમાં રકમ જમા કરાવવા ગયેલા નરેન્દ્ર ચૌધરી અને કેશવલાલ પટેલને બોલાવી પૂછપરછ કરતાં તેમણે આ નોટ બહુચરાજીના બાબુ પટેલે મોક્લ્યાનું ખુલ્યું હતું. પોલીસે બાબુ પટેલને સકંજામાં લઇ પૂછપરછ કરતાં રાજકોટ સુધી તપાસ લંબાઈ હતી. પીઆઇ સોઢા સહિતની ટીમ બુધવારે રાજકોટ ગઈ હતી, અને ભક્તિનગર સર્કલ વિસ્તારમાંથી સાગર સુરેશ ખીલોસિયા અને રૈયા ચોકડી પાસેથી દીપક કારિયાને ઝડપી લીધા હતા. જેઓ પહેલા પણ આવા ગુન્હામાં સડાવયેલા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના દીપક કારિયા અને સાગર ખીલોસિયાએ રાજકોટમાં પણ રૂ.200ના દરની નકલીનોટ બજારમાં વહેતી મૂકી દીધી હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસ દ્વારા આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક સ્ફોટક વિગતો બહાર આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે. જ્યારે ખાસ કાગળ અને પ્રિન્ટર ક્યાંથી લાવ્યા તે સહિતની તપાસ નો દોર પણ લંબાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે