મીની કુંભનો બીજો દિવસ: સૌ પ્રથમવાર કિન્નર અખાડાના મહામંડલેશ્વરની જૂનાગઢના મેળામાં એન્ટ્રી

મહાશિવરાત્રીના મેળાના આજે બીજા દિવસે રંગ જામ્યો છે. દૂર દૂરથી ભાવિકો ઉમટી રહ્યા છે. ત્યારે આ વખતે સૌ પ્રથમ વાર કિન્નર અખાડાના મહામંડલેશ્વર જૂનાગઢ શિવરાત્રીના મેળામાં આવી પહોંચ્યા છે. કિન્નર અખાડાને છેલ્લા કુમ્ભ મેળામાં જુના અખાડા એ સ્થાન આપ્યા પછી પહેલીવાર જૂનાગઢમાં યોજાતા મીની કુંભમાં જોડાઈ રહ્યા છે. 

મીની કુંભનો બીજો દિવસ: સૌ પ્રથમવાર કિન્નર અખાડાના મહામંડલેશ્વરની જૂનાગઢના મેળામાં એન્ટ્રી

હનીફ ખોખર, જૂનાગઢ: મહાશિવરાત્રીના મેળાના આજે બીજા દિવસે રંગ જામ્યો છે. દૂર દૂરથી ભાવિકો ઉમટી રહ્યા છે. ત્યારે આ વખતે સૌ પ્રથમ વાર કિન્નર અખાડાના મહામંડલેશ્વર જૂનાગઢ શિવરાત્રીના મેળામાં આવી પહોંચ્યા છે. કિન્નર અખાડાને છેલ્લા કુમ્ભ મેળામાં જુના અખાડા એ સ્થાન આપ્યા પછી પહેલીવાર જૂનાગઢમાં યોજાતા મીની કુંભમાં જોડાઈ રહ્યા છે. 

શિવરાત્રીનાં મેળાનો આજે બીજો દિવસ છે. ભારતભરમાંથી દિગંબર સાધુઓ ભવનાથ પહોંચ્યા છે. પરંતુ સનાતન ધર્મનો એક ભાગ અને જેને શિવના ગણ પણ કહેવામાં આવે તેવા કિન્નર અખાડો પણ ભવનાથ પહોંચ્યો છે. પ્રથમ વખત શિવરાત્રીના મેળામાં કિન્નર અખાડો જોડાયો છે. ભારતભરમાંથી કિન્નર અખાડાના લોકો આવ્યા છે. ગિરનારમાં મહાશિવરાત્રીના મેળામા ઈતિહાસમાં પ્રથમ વખત કિન્નર અખાડાને સ્થાન આપવામા આવ્યુ છે. આ અંગે શ્રીપંચદશનામ જૂના અખાડાના સંઘ રક્ષક અને અખિલ ભારતીય અખાડા પરિષદનાં મહામંત્રી હરિગીરીજી મહારાજે જણાવ્યું હતુ કે ગિરનારમાં મહાશિવરાત્રીનો મેળો શિવની આરાધના કરવાનો મેળો છે અને તેમાં દરેક જ્ઞાતિ, જાતિના મનુયો શિવની આરાધનામા લીન થાય છે. અને બધા મનુષ્યો શિવનાં સંતાન છે.

જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં દેશભરમાંથી સાધુ સંતો ઉમટી પડે છે અને અલગ અલગ અખાડાના મહામંડલેશ્વર પણ ભવનાથઆવી રહ્યા છે. કિન્નર અખાડાના અધ્યક્ષ શ્રી લક્ષ્મીનારાયણ નંદગીરીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનાં થર્ડ જેન્ડરનાં હુકમ બાદ 2015માં કિન્નર અખાડાની શરૂઆત કરાઇ છે. 2016 અને 2019માં કુંભનો મેળો કર્યો હતો, મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ નંદગીરી જૂનાગઢ આવ્યા છે. પ્રથમવાર કિન્નર અખાડા શિવરાત્રી ના મેળામાં ભાગ લઈ રહ્યા છે. કિન્નર અખાડા જુના અખાડાનો એક ભાગ છે અને કિન્નર અખાડાના શિવના ગણ માનવામાં આવે છે.

કુંભ મેળામાં કિન્નર અખાડાની સ્થપના થઈ અને જૂના અખાડાના સંતોએ અમને અપનાવ્યા છે. ભવનાથમાં ત્રણ અખાડા છે જૂના અખાડા, અગ્નિ અખાડા અને આહવાન અખાડા તેની સાથે હવે કિન્નર અખાડાનો પણ સમાવેશ કરવામા આવ્યો છે. લક્ષ્મીનારાયણ નંદગીરીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રયાગના કુંભ મેળામાં જૂના અખાડાનાં મહંત હરિગીરી મહારાજે સનાતન ધર્મના હિતમાં કિન્નર અખાડાને સાથે રાખી શાહી સ્નાન કરાવ્યું હતું અને સનાતન ધર્મમાં આગળ વધારવાનું કામ કર્યું છે. 

કિન્નર અખાડાના આચાર્યા શ્રી લક્ષ્મીનારાયણ નંદગીરીનું સ્વાગત કરતા ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર માતા જયશ્રીકાનંદજી મહારાજે કહ્યું હતું કે મહાશિવરાત્રીનો મેળો જૂનાગઢમાં યોજાય છે તેનું મહત્વ ખૂબ છે. પ્રથમ વખત શિવરાત્રીના મેળામાં કિન્નર અખાડો જોડાયો છે. રવાડીમાં પણ કિન્નર અખાડો રહેશે. કિન્નરોને જુના અખાડા એ સ્થાન આપ્યું છે તેની ખુશી છે.

કિન્નર અખાડના મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ નંદગીરીએ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. તેમજ તેઓ ભરતનાટ્યમનાં જાણકાર છે. આ ઉપરાંત વિવિધ ભાષાઓ પર પણ પ્રભુત્વ ધરાવે છે. મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ નંદગીરીએ કહ્યું હતું કે, અખાડાની જગ્યા માટે કેટલાક સ્થાન જોયા છે. સરકારમાં પણ રજૂઆત કરશું કે અમને પણ કોઇ સ્થાન મળે. કિન્નરોનું એક વજુદ રહ્યું છે. અખાડાની જગ્યા માટે સરકારને કહીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news