સુરતના પલસાણામાં પતિ બન્યો યમરાજ: સામાન્ય ઝઘડામાં પત્નીને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી

સુરતના પલસાણામાં સામાન્ય બાબતમાં પતિ યમરાજ બન્યો હતો.  ખેતરમાં ખેતી કામ કરતા અને ખેત મજૂર દંપતી વચ્ચે દિવસ દરમિયાન થયેલા સામાન્ય ઝગડાએ વિકરાળ રૂપ ધારણ કર્યું પતિએ ઉશ્કેરાઈને પત્નીને માથામાં લાકડાનો ફટકો મારી હત્યા કરી હતી. પત્નીના મોત અંગે બાળકોને પૂછતાં હત્યાની સમગ્ર હકીકત બહાર આવી હતી.

Updated By: Feb 18, 2020, 10:22 PM IST
સુરતના પલસાણામાં પતિ બન્યો યમરાજ: સામાન્ય ઝઘડામાં પત્નીને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી

કિરણસિંહ ગોહિલ, સુરત: સુરતના પલસાણામાં સામાન્ય બાબતમાં પતિ યમરાજ બન્યો હતો.  ખેતરમાં ખેતી કામ કરતા અને ખેત મજૂર દંપતી વચ્ચે દિવસ દરમિયાન થયેલા સામાન્ય ઝગડાએ વિકરાળ રૂપ ધારણ કર્યું પતિએ ઉશ્કેરાઈને પત્નીને માથામાં લાકડાનો ફટકો મારી હત્યા કરી હતી. પત્નીના મોત અંગે બાળકોને પૂછતાં હત્યાની સમગ્ર હકીકત બહાર આવી હતી.

સુરત જિલ્લામાં પલસાણા તાલુકાના તાંતીઝગડા ગામની સીમમાં આવેલ ભીખુભાઇ મોહનભાઇ પટેલેના ખેતરના મકાનમાં છેલ્લા 4 વર્ષથી ખાલપભાઈ છોટુભાઈ રાઠોડ અને તેની પત્ની અને ત્રણ બાળકો સાથે રહી ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. જેમાં ગઈકાલ રાત્રીના સમયે પતિ પત્ની વચ્ચે ઝગડો થતા પતિ ખાલપભાઈએ પત્ની રેખાબહેનને માથામાં લાકડાનો ફટકો મારી મોતના ઘાટ ઉતારી હોવાનું બહાર આવ્યું હતું. જે આધારે પલસાણા પોલિસે મહિલાનો મૃતદેહનો કબ્જો મેળવીને એફ.એસ.એલ.ની મદદથી ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

ગત સોમવારની બપોરના અરસામાં ખાલપભાઈ અને તેની પત્ની રેખા વચ્ચે અન્ય કારણો સર ઝગડો થયો હતો. જે ઝગડામાં ખાલપભાઈએ રેખા બહેનેને ધિકપાટુનો માર માર્યો હતો તેમજ ઉશ્કેરાઈ જઈને બાજુમાં પડેલો લાકડાના ફટકો રેખા બહેનના માથામાં મારી મોતને ઘાટ ઉતારી હતી.જ્યાર બાદ ખાલપભાઈ પોતાના માલિક ભીખુભાઈની ને ત્યાં ગયા જ્યાં ભીખુભાઇ વીરપુર ખાતે જલારામ મંદિર ગયા હોવાથી ભીખુભાઈની પત્ની ઘરે હાજર હતી. જેને મળી ખાલપભાઈએ પોતાની પત્ની રેખાનું મૃત્યુ થયું છે અને તેની વિધિ માટે રૂપિયાની માંગણી કરી.જેથી ભીખુભાઈની પત્નીએ ભીખુભાઇને ફોન કરી આ અંગે જણાવ્યું.

ભીખુભાઇએ ફોન કરી પોતાના ગામના રહેતા ફેનીલભાઈ નટવરભાઈ પટેલને પોતાના ખેતરે ગઈ ખાલપભાઈ ને રૂપિયા આપવા તેમજ હકીકત શુ છે તે તપસવા અને જણાવવા કહ્યું.જેથી ફેનીલભાઈ પટેલ તેના મિત્ર ઉજાસ રમેશભાઈ પટેલ સાથે ભીખુભાઇના ખેતરે આવ્યા અને ખાલપની પત્નીની લાશ પડેલી જોઈ અને સમગ્ર ઘટનાની પૂછપરછ કરતા ત્રણ બાળકોને રડતા રડતા પોલિસને જણાવ્યું કે બપોરના મમ્મી સાથે પપ્પા દારૂ પીયને લડતા હતા.પપ્પાએ મમ્મી ને લાતથી મારમારી મ અને પપ્પાએ મમ્મી ને લાકડાથી માથાના ભાગે મારતા મહિલાનું મોટ નીપજ્યું હતું જે નિવેદનના આધારે પલસાણા પોલીસ મૃતકના પતિને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. હાલ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવ્યો છે અને એફ.એસ.એલ ની મદદથી તમામ કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube