દીકરીની સગાઈનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ફરવા ગયેલા 8 મહેમાનોના મોરબી પુલમાં ડૂબવાથી મોત

Morbi Bridge Collapse : ભોયવાળા વિસ્તારમાંથી ઝુલતા પુલે ફરવા ગયેલ પરિવારનો વેર વિખેર... એક જ પરિવારના આઠ જેટલા સભ્યો રવિવારે સાંજે ગયા હતા જુલતા પુલે ફરવા... અચાનક ઝુલતાપુલ તૂટતા આઠ પૈકીના સાત સભ્યોના મોત

દીકરીની સગાઈનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ફરવા ગયેલા 8 મહેમાનોના મોરબી પુલમાં ડૂબવાથી મોત

મોરબી :મોરબીનો ઝુલતો પુલ તૂટવાની ઘટનામાં અનેક પરિવારો વિખેરાયા. જે લોકો વેકેશન હોવાથી ખુશીથી ઝુલતા પુલમાં ફરવા ગયા હતા, પણ ત્યાં મોત તેમની રાહ જોઈ રહ્યુ હતું. મોરબીની હોનારત મોરબીના એક પરિવારમાં માતમ છવાયો હતો. મોરબીની ઘટનામાં એક પરિવારના 8 લોકોના મોત થયા છે. મોરબીના રહેવાસી જુમાભાઈના ઘરે દીકરીની સગાઈનો પર્વ હતો. સગાઈમાં ઘરે આવેલા મહેમાનો જ મોતને ભેટતા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. 

મોરબીના ભોંયવાળા વિસ્તારમાં ઝુલતા પુલ પર ફરવા ગયેલો પરિવાર વેરવિખેર થયો હતો. એક જ પરિવારના આઠ જેટલા સભ્યો રવિવારે સાંજે ગયા હતા જુલતા પુલે ફરવા ગયા હતા. અચાનક ઝુલતાપુલ તૂટતા આઠ પૈકીના સાત સભ્યોના મોત નિપજ્યા છે. મૃતકોમાં ચાર બાળકો અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. તો ભાત્રીજાનો બચાવ થયો હતો. 

મોરબીના જુમાભાઈના દીકરીની સગાઈ હોવાથી પરિવારના અન્ય સભ્યો બહારથી આવ્યા હતા. આમ, ખુશીનો પર્વ એક દિવસ પહેલા જ માતમમાં ફેરવાયો હતો. મોરબીની દુર્ઘટનામાં જુમાભાઈના બનેવી, બે ભાણેજ અને એક ભત્રીજી સહિત 8ના મોત નિપજ્યા છે. દીકરીની સગાઈ હોવાથી પ્રસંગમાં હાજરી આપવા પરિવારજનો અન્ય રાજ્યથી મોરબી આવ્યા હતા. પરંતું મોરબી આવીને ઝૂલતો પુલ જોવા જતા જ તેમને મોત મળ્યુ હતું. 8 લોકોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

કોના-કોના થયા મોત?

  • માજોઠી જુમાભાઈ સાજણભાઈ, ઉંમર 31 વર્ષ
  • માજોઠી રેસમાં જુમાભાઈ, ઉંમર 27 વર્ષ
  • મહેનૂર જુમાભાઈ માજોઠી, ઉંમર 8 વર્ષ
  • ફૈઝાન જુમાભાઇ માજોઠી, ઉમર 6 વર્ષ 
  • બનેવી હુસેનભાઇ દાઉદભાઈ માજોઠી કુંભાપ, ઉંમર 45 વર્ષ
  • હનીફ હુસેનભાઇ માજોઠી (કુંભાર), ઉંમર 20 વર્ષ
  • અસદ હુસેન કુંભાર રાપર, ઉંમર 5 વર્ષ
  • સાયના આદમભાઈ માજોઠી (કુંભાર), ઉંમર 16 વર્ષ 

તો બીજી તરફ, મોરબીના મહેબૂબભાઈ મીરાનીની દીકરીના સગાઈ પ્રસંગે આવેલા મહેમાનોમાંથી 6 લોકોના મોત નિપજ્યા હતા. મહેબૂબભાઈ મીરાનીની દીકરી નફીસાબેનની સગાઈ હતી. સગાઈમાં આવેલા 25 જેટલા મહેમાનો ઝુલતો પુલ જોવા ગયા હતા. જેમાં 6 લોકોના પુલ હોનારતમાં ડૂબીને મોત નિપજ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news